એપશહેર

ઇશરત જહા કેસની ચાર્જશીટ મેળવવાનો હક્ક: સતીષ વર્મા

I am Gujarat 21 Sep 2016, 5:01 am
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat crime 335
ઇશરત જહા કેસની ચાર્જશીટ મેળવવાનો હક્ક: સતીષ વર્મા


ઇશરત જહા સહિતના ચાર ત્રાસવાદીને એન્કાઉન્ટરમાં ઠાર મારવાની સીબીઆઇ કોર્ટમાં પડેલી ચાર્જશીટની નકલ મેળવવા માટે આઇપીએસ સતીષ વર્માએ વધુ એક વખત અરજી કરી છે. જેની સુનાવણી દરમિયાન વર્મા તરફે એવી દલીલ કરવામાં આવી હતી કે, આ ચાર્જશીટ રેકોર્ડનો ભાગ છે અને તેની નકલ મેળવવાનો મને હક્ક છે, તેથી મને નકલ આપવી જોઇએ. જો કે, સીબીઆઇએ આ મામલાનો વિરોધ કર્યો હતો. બન્ને પક્ષે સુનાવણી પૂર્ણ થતા કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. નોંધનીય છે કે, અગાઉ પણ વર્માએ ચાર્જશીટ મેળવવા અરજી કરી હતી. પરંતુ તે કોર્ટે ફગાવી દીધી હતી.

ઇશરત કેસમાં ચાર્જશીટની નકલ મેળવવા સરકાર સામે પડેલા IPS સતીષ વર્માએ અરજી કરી છે. જેની સુનાવણી વખતે તેમણે જાતે જ દલીલ કરતા જણાવ્યું હતું કે, આ કેસમાં હાઇકોર્ટે ત્રણ અધિકારીઓની નિમણૂક કરી હતી. જે પૈકીનો એક હું છું તેથી ત્રણ ફરિયાદી પૈકીનો એક હું છું તેથી આ દસ્તાવેજ મને મળવા જોઇએ, આ ચાર્જશીટ કોર્ટ રેકર્ડનો એક ભાગ છે તેથી તે મને મળવી જોઇએ. આ મામલે વર્માએ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા પણ રજૂ કર્યા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો