એપશહેર

કૃષ્ણનગરમાં કોન્સ્ટેબલના ભાઈની હત્યામાં બે શકમંદની અટકાયત

I am Gujarat 12 Jul 2016, 12:30 am
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat crime 557
કૃષ્ણનગરમાં કોન્સ્ટેબલના ભાઈની હત્યામાં બે શકમંદની અટકાયત


– કોન્સ્ટેબલના નાના ભાઈની તેની જ બહેનના ઘરમાં ગળું કાપી ચપ્પાના ૧૦૦ ઘા ઝીંકી હત્યા કરાયાની આંચકારૂપ ઘટનામાં પોલીસે બે શકમંદોની અટકાયત કરી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે, શનિવારે બપોરે રઘુવીરસિંહ ઝાકડ નામના વેપારી યુવકની હત્યા કર્યા બાદ બે શકમંદ હત્યારા તેમનો મોબાઈલ પણ લૂંટી ગયા હતા. હત્યા કર્યા બાદ પણ કેટલાક ફોન આ ફોનથી થયાની વિગતો પણ પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળી છે. સૂત્રોનું કહેવું છે કે, હત્યાનું કારણ અંગત હોઈ શકે છે. જે દિશામાં તપાસ ચાલી રહી છે. જ્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરી હત્યાના કારણ અંગે ઘટસ્ફોટ કરાશે તેમ જણાવ્યું હતું. કલાપીનગરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા અને ફાઈનાન્સ તથા ટ્રાન્સપોર્ટનો વેપાર કરતા રઘુવીરસિંહની તેની બહેનના નવા નરોડા સ્થિત ધર્મનાથ પ્રભુ સોસાયટીના બંધ મકાનમાં કરપીણ હત્યા કરાઈ હતી. આ ચકચારી ઘટનામાં કૃષ્ણનગર પોલીસને હત્યા કરાઈ તે ઘરથી નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરાના કેટલાક ફુટેજ મળ્યાં હતા. જેમાં મૃતક રઘુવીરસિંહ બપોરે ૧૨.૪૫ વાગ્યે પહેલા એક્ટિવા લઈને જતા દેખાય છે, અને તેમની પાછળ બાઈક પર બે શખ્સો તેમની સાથે ઘરમાં પ્રવેશ છે. પંદર મિનિટ બાદ બન્ને બાઈક સવાર પરત ત્યાંથી નીકળી જતા દેખાય છે. પોલીસ તપાસમાં એ પણ ખૂલ્યું હતું કે, હત્યારા રઘુવીરસિંહનો મોબાઈલ ફોન પણ સાથે લઈ ગયા હતા. સૂત્રોનું કહેવું છે કે, આ ચકચારી હત્યા કેસમાં કૃષ્ણનગર પોલીસને સફળતા હાથ લાગી છે અને બે શકમંદોની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી રહી છે. આ અંગે ડી.સી.પી. ઝોન ૪ ડો. એસ.કે ગઢવીએ જણાવ્યું હતું કે, કેસની તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં હત્યાનો ભેદ ઉકેલી દેવાશે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે, આરોપીઓએ મૃતક રઘુવીરસિંહનો જે ફોન લૂંટ્યો હતો તે ફોનથી હત્યા કર્યા બાદ કેટલાક લોકોને ફોન થયા હોવાનું જાણવા મળ્યું છે. જે દિશામાં તપાસ ચાલી રહી છે. હાલ હત્યાનું કારણ ‘અંગત’ હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, હત્યારા બે છે, પરંતુ હત્યાના ષડયંત્રમાં વધુ કેટલાક લોકોની ધરપકડ થાય તો નવાઈ નહીં.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો