એપશહેર

હથિયાર કેસ: મમ્મુ મિંયા ડિસ્ચાર્જની અરજી સામે સરકાર જવાબ રજૂ કરશે

I am Gujarat 29 Jul 2016, 5:53 am
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat crime 627
હથિયાર કેસ: મમ્મુ મિંયા ડિસ્ચાર્જની અરજી સામે સરકાર જવાબ રજૂ કરશે


રાધિકા જીમખાના હત્યા કેસમાં નિર્દોષ છુટ્યા બાદ દરિયાપુર હથિયાર કેસના આરોપી મમ્મુ મિંયા પંજુમિંયાએ દરિયાપુર નિર્દોષ હોવાનો મુદ્દો ઉપસ્થિત કરી ડિસ્ચાર્જ અરજી કરી છે. જેની સુનાવણી ઘણા દિવસોથી ચાલી રહી છે. ત્યારે આ મામલે પાંચ ઓગષ્ટે સરકાર તેની અરજી સામે જવાબ રજૂ કરે તેવી શક્યતાઓ છે. નોંધનીય છે કે, રાધિકા જીમખાના હત્યા કેસમાં ૩૦ નવે. ૨૦૦૮ના રોજ ઉમરમિંયા ઇસ્માઇલમિંયા ઉર્ફે મમ્મુ મિંયા પંજુમિંયા બુખારી સૈયદની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે જેલમાં છે.

દરિયાપુરમાં જાન્યુ. 1995માં એકે 47 રાયફલ, રિવોલ્વર અને કાર્ટિઝ રાખવાના કેસમાં તેની 2012માં ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં તેણે ડિસ્ચાર્જ થવા માટે અરજી કરી છે. જેમાં એવી રજૂઆત કરી છે કે, હું નિર્દોષ છું, ખોટી રીતે સંડોવી દીધો છે, ચાર્જશીટ જોતા તેમા મારી સામે કોઇ જ પુરાવા નથી તેથી મને આ કેસમાંથી ડિસ્ચાર્જ કરવાની કોર્ટને સત્તા છે.

આખીય ચાર્જશીટમાં મારી સામે નજરે જોનાર સાક્ષી કે અન્ય કોઇ જ પુરાવા મળી આવ્યા નથી તેથી મને આ કેસમાં ડિસ્ચાર્જ કરી દેવો જોઇએ. આ મામલે મમ્મુ મિંયા તરફે સુનાવણી પૂર્ણ થતા હવે આગામી મુદતે રાજ્ય સરકાર તેની સામે જવાબ રજૂ કરશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો