એપશહેર

અમદાવાદનો કિસ્સોઃ શેઠે પહેલા પત્નીને પ્રેમ કરવા કહ્યું પછી બ્રેકઅપનું કહેતા કર્મચારીનો આપઘાત

Yogesh Gajjar | I am Gujarat 19 Dec 2019, 12:41 pm
અમદાવાદ શહેરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક કંપનીના શેઠે પોતાના જ કર્મચારી પર પહેલા પત્ની સાથે પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કર્યું. બાદમાં જ્યારે બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા તો શેઠે બ્રેકઅપ કરવા માટે મજબૂર કર્યો. આ વાતથી નારાજ શેઠની પત્નીએ પણ કર્મચારીને પરેશાન કરવાનું શરૂ કરી દીધું. જે બાદ કર્મચારીએ આત્મહત્યા કરી લીધી. પોલીસે હાલમાં આત્મહત્યા માટે પ્રેરિત કરવા મામલે કંપનીના માલિક અને પત્ની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:ફરિયાદ મુજબ 19 વર્ષના નિખિલ અપરિણીત હતો અને તે ગોમતીપુરમાં રહેતો હતો. તેણે ઓક્ટોબર 2018માં વાસણામાં આવેલી કંપનીમાં નોકરી શરૂ કરી હતી. નોકરીના લગભગ 10 મહિના બાદ નિખિલે પોતાના પિતા અશોક પરમારને જણાવ્યું કે તેના શેઠ અને તેમની પત્ની તેને પરેશાન કરી રહ્યા છે અને તે નોકરી છોડવા ઈચ્છે છે. નિખિલના પિતાએ તેને નોકરી છોડવા મંજૂરી પણ આપી દીધી. પોલીસ મુજબ 14 જુલાઈ 2019એ નિખિલના શેઠે તેને સેલેરી લેવા માટે ઓફિસમાં બોલાવ્યો. 15 જુલાઈએ નિખિલ તેમને મળવા ગયો. આ બાદ નિખિલે પિતાને જણાવ્યું કે તે શેઠની સાથે રાજસ્થાન ટ્રિપ પર જઈ રહ્યો છે.આ પછી 20 જુલાઈએ નિખિલના શેઠે તેના પિતાને ફોન કરીને જણાવ્યું કે તેણે કંપનીના ગોડાઉનમાં આત્મહત્યા કરી લીધી છે. અશોક પરમાર જ્યારે ત્યાં પહોંચ્યા તો તેમને ઓફિસમાંથી દીકરાની લાશ મળી. નિખિલના મોતના લગભગ 3 મહિના બાદ તેના ભાઈ સંજય અને બહેન નિશાએ મોબાઈલ ચેક કર્યો તો જાણ્યું કે નિખિલ અને તેના શેઠ વચ્ચે લાંબી વાતચીત થઈ હતી.આ દરમિયાન તેમને એક એવો મેસેજ મળ્યો જેનાથી સમગ્ર પરિવાર ચોંકી ગયો. મેસેજમાં લખ્યું હતું કે, તમે પોતાની પત્ની સાથે મને પ્રેમ કરવા માટે કહ્યું. મેં આવું કર્યું. આ બાદ તે પણ મને પ્રેમ કરવા લાગી. તમારા કહેવા પર અમે સંબંધ બનાવ્યા અને તે પછી તમે ઈચ્છતા હતા કે હું તમારી પત્ની સાથે સંબંધ તોડી નાખું. તમે મને પગાર નહીં આપવાની ધમકી આપી. પ્લીઝ, મારી સાથે ગુલામ જેવું વર્તન ન કરશો. મારા પર દયા ખાવ.શરૂઆતની તપાસમાં વાસણા પોલીસે જાણ્યું કે, 45 વર્ષના કંપની માલિકે નિખિલને પોતાની 25 વર્ષની પત્ની સાથે પ્રેમ સંબંધ રાખવા માટે પ્રેશર નાખ્યું હતું. આ બાદ તેને સંબંધ ખતમ કરવા માટે કહ્યું. જ્યારે નિખિલે તેની પત્નીને કહ્યું કે, તે રિલેશન આગળ નહીં વધારી શકે તો તેણે નિખિલને પરેશાન કરવાનું શરૂ કરી દીધું. બીજી તરફ શેઠે તેના પર રિલેશન ખતમ કરવા પ્રેશર બનાવી રહ્યા હતા. બંને તરફથી પોતાને ફસાયેલો જોઈને નિખિલે આત્મહત્યા કરી લીધી.આ પણ જુઓઃ અમદાવાદના યુવાનો CAA બિલ વિશે કેટલું જાણે છે?

Read Next Story