એપશહેર

પાકિસ્તાનના PM ઈમરાન ખાન, આસારામ અને રામ રહીમ બન્યા ભાજપના સભ્ય?

શિવાની જોષી | I am Gujarat 28 Jul 2019, 8:54 am
અમદાવાદ: તમને કોઈ કહે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ભાજપના સભ્ય બન્યા છે તો માનશો? નહીં માનો ને! પરંતુ તેમના નામે ભાજપનું સભ્ય કાર્ડ છે અને પાકિસ્તાનમાં બેઠેલા ઈમરાન ખાનને આ વિશે જાણ પણ નથી. હવે તમને થશે કે એવું કઈ રીતે? આ માટે ગુલામ ફરીદ શેખ નામનો શખ્સ જવાબદાર છે. શુક્રવારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ગુલામ ફરીદ શેખની બનાવટ કરવાના કેસમાં ધરપકડ કરી. ગુલામ ફરીદ શેખે કથિત રીતે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન, દુષ્કર્મના દોષી આસારામ અને બળાત્કારના આરોપી ગુરમીત રામ રહીમ સિંહના નામે ભાજપનું સભ્ય પદ લીધું છે. આરોપીએ આ ત્રણેયના નામે ભાજપની સદસ્યતાના બનાવટી કાર્ડ તૈયાર કરીને ફરતા કર્યા હતા. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
વાયરલ તસવીર ગુલામ શેખે બાદમાં આ કાર્ડ સોશિયલ મીડિયા પર અપલોડ પણ કર્યા. ખોખરામાં રહેતા ભાજપના શહેર મહામંત્રી કમલેશ પટેલે સાયબર સેલ પોલીસ સમક્ષ FIR નોંધાવી. ફરિયાદમાં તેમણે જણાવ્યું કે, “ગુલામ ફરીદ શેખ નામના વ્યક્તિએ શાસક પક્ષ ભાજપની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા માટે પાકિસ્તાનના PM સહિત અન્ય બે વ્યક્તિના મેમ્બરશીપ કાર્ડ ફરતા કર્યા. ભાજપે 6 જુલાઈએ સદસ્યતા અભિયાનની શરૂઆત કરી છે. જે અંતર્ગત એક મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યો છે. જેના પર ફોન કરીને કોઈપણ વ્યક્તિ ભાજપની સભ્ય બની શકે છે.” કમલેશ પટેલે FIRમાં જણાવ્યું, “પાર્ટીના નંબર પર ફોન કર્યા પછી ટેક્સ્ટ મેસેજ દ્વારા એક લિંક મોકલવામાં આવે છે. વ્યક્તિ તેના પર અંગત માહિતી, ફોટોગ્રાફ અને મોબાઈલ નંબર આપે પછી પક્ષના લોગોવાળું મેમ્બરશીપ કાર્ડ આપવામાં આવે છે. જેને ઈ-કાર્ડ તરીકે ઓળખાય છે. ઈ-કાર્ડમાં દરેક સભ્યને યૂનિક નંબર આપવામાં આવ્યો હોય છે.” FIR પ્રમાણે, “કમલેશ પટેલે 24 જુલાઈની સાંજે ભદ્રના વસંત ચોકમાં મીટિંગ રાખી હતી. જેમાં પક્ષના અન્ય કાર્યકર્તાઓએ જાણ કરી કે ગુલામ ફરીદ શેખ નામના વ્યક્તિએ ઈમરાન ખાન, આસારામ અને રામ રહીમના ફોટોવાળા ભાજપની સદસ્યતાના ઈ-કાર્ડ ફરતા કર્યા છે. ભાજપની પ્રતિષ્ઠાની હાનિ પહોંચાડવા માટે ગુલામ ફરીદ શેખે આ તસવીરો વિવિધ WhatsApp ગ્રુપ પર મોકલી હતી.” સાયબર સેલે ગુલામ ફરીદ શેખ સામે IPCની કલમ 465 (બનાવટ), 469 (પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા માટે બનાવટી દસ્તાવેજ બનાવવો) અને 471 (અસલી લાગતો હોય તેવો જ નકલી દસ્તાવેજ કે ઈલેક્ટ્રિક રેકોર્ડ બનાવવો) તેમજ ઈન્ફર્મેશન એન્ડ ટેક્નોલોજી (IT) એક્ટના સેક્શન 66-C (કોઈની ઓળખ ચોરવી) હેઠળ ગુનો દાખલ કર્યો છે.
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો