એપશહેર

સમલૈંગિક પતિએ પત્નીને દિયર અને મિત્ર સાથે સંબંધ બાંધવા મજબૂર કરી

'ગે' પતિએ પત્ની સાથે ક્રૂરતાની તમામ હદો વટાવી, નાના ભાઈ અને મિત્ર પાસે પત્ની પર રેપ કરાવ્યો

I am Gujarat 6 Jun 2021, 7:22 pm

હાઈલાઈટ્સ:

  • મધ્યપ્રદેશના ગ્વાલિયરની શરમજનક ઘટના
  • પત્નીએ ફરિયાદ કરતા પતિ, દેવરની ઘરપકડ
  • લગ્નના અઢી વર્ષ સુધી બધુ સહન કરતી રહી
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat 12
પ્રતિકાત્મક તસવીર
ગ્વાલિયર: મધ્યપ્રદેશના ગ્વાલિયરથી એક શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક પતિએ તેની પત્નીને નાના ભાઈ અને મિત્ર સાથે સંબંધ બાંધવા મજબૂર કરી. જ્યારે પત્ની આ વાતનો વિરોધ કરતી ત્યારે તેને માર મારવામાં આવતો હતો. મળતી માહિતી પ્રમાણે મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેનો પતિ સમલૈંગિક છે. હવે મહિલાએ પતિ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અઢી વર્ષ પહેલા થયા હતા લગ્ન
જ્યારે પતિએ મહિલા સાથે ક્રૂરતાની હદ વટાવી દીધી છે, ત્યારે તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી. પોલીસે આરોપી પતિ અને તેના ભાભીની ધરપકડ કરી છે. આ આખો મામલો ગિરવાઈ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. ગિરવાઈ પોલીસ સ્ટેશનના પ્રભારીના જણાવ્યા મુજબ આ યુવકના અઢી વર્ષ પહેલા લગ્ન થયા હતા. યુવકે તેના પરિવારના સભ્યો અને સાસરિયાઓને જાણ કરી ન હતી કે તે ગે છે.
'ફરિયાદ પાછી ના લીધી તો રેપ કરીશ', છેડતી કરનારા યુવકની ધમકી, યુવતીના ઘર પર હુમલો કર્યોયુવતીને લગ્ન બાદ ખબર પડી કે, પતિ તો ગે છે
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, લગ્ન પછી પત્નીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેના પરિવારના સભ્યોને ફરિયાદ કરવાનું કહ્યું. આ અંગે તેને ધમકી આપવામાં આવી હતી. યુવકે તેની પત્ની સાથે જ બળાત્કાર કરાવ્યો હતો.
અમદાવાદ: પ્રેમિકાના પરિવારે લગ્ન કરાવાની ના પાડી, પ્રેમીએ તેના ઘરે જ જીવન ટૂંકાવ્યું!નાના ભાઈ અને મિત્ર પાસે રેપ કરાવ્યોઆરોપી પતિ પહેલા ઘણા દિવસો સુધી પત્નીને નાના ભાઈ એટલે કે દિયર સાથે સંબંધ બાંધવા મજબૂર કરી, આ પછી તેણે પત્નીને તેના એક મિત્રે સાથે સંબંધ બાંધવા કહ્યું. જેથી મહિલા થોડા દિવસો પહેલા ભાગીને પિયર જતી રહી. અહીં તેણે આખી ઘટના તેના પરિવારના સભ્યોને સંભળાવી. કેટલાક દિવસો સુધી આ લોકો બદનામીના ડરથી મૌન રહ્યા. આખરે શનિવારે મહિલા ગિરવાઈ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને એફઆઈઆર નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધીને પતિ અને દિયરની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો