એપશહેર

પરીક્ષા આપવા જઈ રહેલી સગીર સાળીને ફોસલાવી બનેવી લઈ ગયો, પછી રેપ કર્યો

રાજસ્થાનના કોટા જિલ્લામાં ગર્લ્સ કૉલેજમાં પરીક્ષા આપવા માટે ગયેલી વિદ્યાર્થિનીનું તેના બનેવીએ પહેલાં અપહરણ કર્યુ હતુ. બાદમાં તેની સાથે કુકર્મ આચર્યુ હતુ. પીડિતાના પિતાએ કોટા સહેરના નયાપુર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે

I am Gujarat 27 Dec 2021, 9:52 pm

હાઈલાઈટ્સ:

  • એક નરાધમ બનેવીએ તેની સાળી સાથે ન કરવા જેવું કૃત્ય આચર્યુ હતુ
  • સાળી પરીક્ષા આપવા માટે જઈ રહી હતી ત્યારે જ બનેવીએ તેનું અપહરણ કર્યુ
  • બનેવીએ સાળી સાથે દુષ્કર્મ આચર્યુ અને પછી પોતાની હવસની ભૂખ સંતોષી
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat pablo
કોટાઃ સમાજમાં દિન પ્રતિદિન ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. ખાસ કરીને મહિલાઓ વિરૂદ્ધના અત્યાયાર વધી રહ્યા છે. મોટાભાગના કિસ્સામાં મહિલા પર થતા અત્યાચારમાં સગા સંબંધીનો જ હાથ હોવાનું સામે આવતું હોય છે. યુવતીઓ અને મહિલાઓ સાથે અત્યાચારમાં ઓળખીતા લોકો જ સામેલ હોય એવું અનેક કિસ્સામાં પણ સામે આવી ચૂક્યું છે. ત્યારે આવો જ એક ચોંકાવનારો કિસ્સા સામે આવ્યો છે.
રાજસ્થાનના કોટા જિલ્લામાં ગર્લ્સ કૉલેજમાં પરીક્ષા આપવા માટે ગયેલી વિદ્યાર્થિનીનું તેના બનેવીએ પહેલાં અપહરણ કર્યુ હતુ. બાદમાં તેની સાથે કુકર્મ આચર્યુ હતુ. પીડિતાના પિતાએ કોટા સહેરના નયાપુર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસ કરીને આરોપી બનેવીને ઝડપી પાડ્યો હતો. તો પીડિતાને બાળ કલ્યાણ સમિતિની સામે રજૂ કરવામાં આવી હતી. સાથે જ ત્યાંથી નારી કેન્દ્રમાં મોકલી આપી હતી.
ભાવનગર: રખડતા ઢોરની અડફેટે આવેલા આધેડનું 23 દિવસની સારવાર બાદ મોત
કોટા બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ કન્હૈયા ફાતિમાના જણાવ્યા મુજબ, 17 વર્ષીય વિદ્યાર્થિની કોટા શહેરની ગર્લ્સ કૉલેજમાં પરીક્ષા આપવા માટે જઈ રહી હતી. બરાબર તે જ સમયે તેનો બનેવી આવ્યો હતો. તેણે પીડિતાને ફોસલાવી અને પછી પોતાની સાથે લઈ ગયો હતો. પરિવારજનોનો આરોપ છે કે, બનેવી તેની સાળીનું અપહરણ કરીને લઈ ગયો હતો અને પછી કોટા જિલ્લાના ગડેપાન વિસ્તારમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હતુ.
દીકરાએ પહેલાં પિતાનો 40 લાખનો વીમો ઉતરાવ્યો, પછી ક્લેમ મેળવવા કરી નાખ્યો કાંડ
પ્રાપ્ત જાણકારી મુજબ, આરોપીના લગ્ન દોઢ વર્ષ પહેલાં થયા હતા. આરોપીને દારૂ પીવાની ખરાબ આદત હતી. પીડિતાની બહેન અને તેની પત્ની તેની હરકતોથી પરેશાન હોવાથી તેના પિયરમાં રહેતી હતી. જો કે, પીડિતાના પિતાએ નોંધાવેલી ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હાલ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે કયા કારણથી પીડિતાના બનેવીએ આ ભયંકર કૃત્ય આચર્યું. આ ઘટના બાદ પીડિત પરિવાર પણ શોકાતુર બન્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો