એપશહેર

2 યુવતીઓને જાહેરમાં ફાયરિંગનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરવાનું ભારે પડ્યું

હરિયાણાના પલવલ જિલ્લામાં જાહેરમાં ફાયરિંગનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરવાનું બે યુવતીઓને ભારે પડી ગયું. આ અંગે સાયબર પોલીસે બંને સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ બંનેની ધરપકડ કરી છે. વિડીય સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો છે, જેમાં બે યુવતી સિંઘમ સ્ટાઈલમાં જાહેરમાં બંદૂક વડે ભડાકા કરી રહી છે.

Edited byદીપક ભાટી | Navbharat Times 26 Sep 2022, 7:44 pm
ફરીદાબાદઃ દિલ્હીને અડીને આવેલા હરિયાણાના પલવલ જિલ્લામાં જાહેરમાં ફાયરિંગનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરવાની બે યુવતીઓને ભારે પડી ગયું. સાયબર પોલીસે બંને સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે બંનેની ધરપકડ પણ કરવામાં આવી છે અને વધુ પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
I am Gujarat Haryana Firing Video
સોશિયલ મીડિયા પર 5 જેટલા વિડીયો અપલોડ થયા


5 વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ થયા
સાયબર પોલીસ પ્રભારી સત્યનારાયણના જણાવ્યા અનુસાર સાયબર સેલના પ્રભારી વિનોદ કુમારે કહ્યું છે કે, 16 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મની ગતિવિધિ પર નજર રાખતી વખતે બે છોકરીઓ ગેરકાયદેસર હથિયારો સાથે રસ્તા પર ખુલ્લેઆમ ફાયરિંગ કરતી જોવા મળી હતી. આવા 5 વિડીયો સોશિયલ મીડિયા આઈડી પર અપલોડ કરવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે બંને સામે ગુનો નોંધી તેમની ઓળખ કરી હતી.

સોમવારે ધરપકડ કરી હતી
પોલીસનું કહેવું છે કે ફાયરિંગ કરનાર યુવતીનું નામ ચંચલ ઉર્ફે દિશા ગૌતમ છે. જ્યારે અન્યની ઓળખ પૂનમ રાવ તરીકે થઈ છે. પોલીસે બંનેની સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

રીલ્સ બનાવવાના ચક્કરમાં કાયદો હાથમાં લેતા યુવાનો!ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા રીલ્સ બનાવવાના ચક્કરમાં કેટલાક લોકો કાયદાને હાથમાં લઈને કામ કરતા હોય છે. ભૂતકાળમાં પણ આવા સેંકડો વિડીયો સામે આવ્યા છે જેમાં અસલી બંદૂકથી જાહેરમાં ફાયરિંગ કર્યું હોય. નોંધનીય છે કે, આવા સ્ટંટથી અન્ય લોકોના જીવ જોખમમાં મૂકાઈ જતાં હોય છે ત્યારે યુવાનોએ આવી રીલ્સ બનાવવા માટે કાયદો હાથમાં લેવો જોઈએ નહીં.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story