એપશહેર

દિવ્યા રવિયાનું મહિલા ક્રાઇમમાં પુનરાગમન કેવી રીતે થયું?

I am Gujarat 20 Jul 2016, 12:52 am
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat how divya made come back in woman crime branch
દિવ્યા રવિયાનું મહિલા ક્રાઇમમાં પુનરાગમન કેવી રીતે થયું?


મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં પોશ વિસ્તારની ધનિક અરજદાર મહિલાની અરજી આવે કે તરત તેમાંથી કેટલા પૈસા પડાવવા છે? તે નક્કી થઇ જતું હતું. જે અંગેની વ્યાપક ફરિયાદો હોવા છતાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા મહિલા ક્રાઇમ બ્રાન્ચ અને પીઆઈ દિવ્યા રવિયાને છાવરવામાં આવતા હતા.

મહિલા ક્રાઇમમાં તો એવી પણ ચર્ચા સાંભળવા મળી રહી છે કે એક વખત ઇન્સ્પેક્ટર દિવ્યા રવિયાને મહિલા ક્રાઇમમાંથી વિદાય અપાયા બાદ તેઓ એક ઉચ્ચ IPS અધિકારની ભલામણથી મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં પરત ફર્યા હતા. જોકે છેલ્લા ઘણાં સમયથી માત્ર ‘વહીવટ’ જ કરી રહેલી મહિલા ક્રાઇમ બ્રાન્ચ પર ત્રાટેકેલી ACBએ મહિલા ક્રાઇમની કામગીરીને ખુલ્લી પાડી દીધી છે.

સસરા વિરુદ્ધ દુષ્કર્મ અને ઘરેલું હિંસાની અરજી કરનાર ધનિક પરિવારની પુત્રવધૂની મહિલા ક્રાઇમ બ્રાન્ચે અરજી લઇ લીધી હતી. તપાસના બહાને જેમની ઉપર આક્ષેપ હતા તે આધેડ વેપારી પાસે રૂપિયા ૧૫ લાખની માંગણી કરાઈ હતી. આખરે રૂપિયા સાત લાખમાં સોદો નક્કી થઇ ગયો હતો.

વેપારીએ આ બાબતે ACB સમક્ષ ફરિયાદ કરી હતી. સાત લાખ રૂપિયાની લાંચ લેતાં મહિલા પોલીસકર્મી કપિલાબેન અને રમીલાબેન ઉપરાંત મહિલા વકીલ ઉમાબેન પંચાલ ઝડપાઇ ગયા હતા. જ્યારે ACBની રેડની જાણ થતાં જ ઇન્સ્પેકટર રવિયા ભાગી ગયા હતા. જો કે હાલ સવાલ એ થઇ રહ્યો છે કે ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો છતાં કેમ કોઇ પગલાં લેવાતા નહોતા?

ઇન્સ્પેક્ટર દિવ્યા રવિયાની સિક લીવ પૂરી લાંચ પ્રકરણ થતાં જ મહિલા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર દિવ્યા રવિયા પોલીસ મથકમાંથી ગાયબ થઇ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. 12મી જુલાઇએ મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં ACBની ટ્રેપ થઇ હતી. ત્યારેથી ગુમ થઇ ગયેલા દિવ્યા રવિયાએ ત્રણેક દિવસ બાદ ફેક્સ દ્વારા તબિયત નાદુરસ્ત હોવાથી તેઓ માંદગીની રજા ઉપર ઉતર્યા હોવાની જાણ કરી હતી.

સાત દિવસની તેમની આ માંદગીની રજાઓ પણ પુરી થઇ રહી છે. તો શું રવિયા પોલીસ મથકમાં હાજર થઇને ACB સમક્ષ નિવેદન નોંધાવવા જશે કે કેમ? તે અંગે મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં જુદા જુદા તર્ક વિતર્ક વહેતા થયા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો