એપશહેર

અમદાવાદઃ સામે રહેતી યુવતી ઘર બહાર નીકળે એટલે પડોશી યુવક કપડા કાઢીને ઉભો રહી જતો

ઘરની બહારના ભાગમાં યુવતી કામ કરતી હોય તો ચોરીછુપે તેના ફોટા પાડતો અને વીડિયો બનાવતો. અવારનવાર યુવતી સાથે ઝગડીને તેને બદનામ કરવા એલફેલ બોલતો.

I am Gujarat 4 May 2021, 12:11 pm

હાઈલાઈટ્સ:

  • યુવતીએ શહેરના વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

  • ટોઇલેટ કે બાથરુમ જાય ત્યારે યુવતીના ઘર તરફ ફરીને કપડા ઉતારી ઉભો રહી જતો

  • યુવતીને કહેતો તારા પતિ સાથે નથી રહેતી તો પણ કેમ શરીર વધતું જાય છે. તું ક્યા કાંડ કરે છે.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat in ahmedabad when girl came out of house her neighbor man stand up nude girl registered police complaint
અમદાવાદઃ સામે રહેતી યુવતી ઘર બહાર નીકળે એટલે પડોશી યુવક કપડા કાઢીને ઉભો રહી જતો

અમદાવાદ: શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા એક પોલીસ સ્ટેશનમાં પાડોશીનો ઝગડો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. વાડજ વિસ્તારમાં રહેતી એક યુવતી એ તેના પાડોશી સામે ફરિયાદ નોંધાવી છે. પાડોશી વ્યક્તિ જ્યારે આ યુવતી ઘરની બહાર કામ કરતી હોય ત્યારે તેના ફોટો અને વીડિયો પોતાના મોબાઈલમાં ઉતારી લેતો હતો અને જ્યારે ટોયલેટ કે વોશરૂમ જાય ત્યારે યુવતીના ઘર બાજુ ફરી દરવાજો ખુલ્લો રાખી પોતાના કપડા ઉતારતો હતો અને બીભત્સ હરકતો કરતા હોવાનો આક્ષેપ આ યુવતીએ ફરિયાદમાં કર્યો છે. આટલું જ નહી આ યુવતીનો ડિવોર્સ કેસ ચાલતો હોવાથી પાડોશી વ્યક્તિ અવારનવાર આ યુવતીને પતિ સાથે નથી રહેતો તેમ છતાં પણ શરીર અને પેટ કેવી રીતે વધી ગયું છે તેમ કહી અપમાન કરતો હોવાથી મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના નિર્ણય નગરમાં રહેતી 25 વર્ષીય યુવતીના ડિવોર્સનો કેસ ચાલતો હોવાથી એકલી રહે છે. છેલ્લા એક વર્ષથી તેના પાડોશી તેની સાથે અભદ્ર વર્તન કરે છે અને અવારનવાર ધારી ધારીને તેને ખરાબ નજરથી જુએ છે. તેમજ અવાર નવાર તેમના મોબાઇલમાં આ યુવતીના ફોટો પાડે છે અને વીડિયો ઉતારે છે અને જ્યારે આ યુવતી ઘરમાં કામ કરતી હોય ત્યારે તેના ઘરની આગળ પાછળ છુપાઈને તે જોયા કરે છે.
તેમજ આ યુવતીના ઘરમાંથી પાડોશીના ઘરમાં વોશરૂમ અને ટોયલેટ દેખાતું હોવાથી પાડોશી જ્યારે વૉશરૂમમાં કે ટોયલેટમાં જાય તે વખતે જાણી જોઈને પેન્ટ ઉતારી યુવતીના ઘર બાજુ ફરીને ઊભા રહે છે. જેથી તે બાબતે યુવતી તેઓને કંઈ કહેવા માટે જાય તો તેની સાથે ઝઘડો કરે છે.

અમદાવાદઃ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવા પોતાની સાથે જ લઈ આવવું પડે છે વેન્ટિલેટર
ગઈકાલે આ યુવતી તેના ઘરની બહારના ભાગનો ખુલ્લો પેસેજ ધોતી હતી તે વખતે તેના પાડોશમાં રહેતા વ્યક્તિ ઘરની બહાર આવીને તેના મોબાઇલમાં વીડિયો રેકોર્ડિંગ કરતા હતા. જે યુવતી જોઈ જતા તેઓને કહ્યું હતું કે બીજો કોઈ વીડિયો ઉતારવા હોય તો મારો મોબાઇલ પણ આપૂ એમ કહેતા આ વ્યક્તિ ઘરની અંદર જતા રહ્યા હતા અને કંઈ બોલ્યા નહોતા. ત્યારબાદ રાત્રે જ્યારે આ યુવતી તેના રૂમમાં મોબાઈલમાં કઈ જોતી હતી તે વખતે ઘરની પાછળની બારી પાસે પાડોશી વ્યક્તિ અંધારામાં ઊભા રહી તેને જોતો હતો.
રાજકોટઃ કોરોનાની દવા છે કહી પિતાએ પુત્ર-પુત્રીને ઝેર આપ્યું અને પોતે પણ ગટગટાવ્યું
જ્યારે આ યુવતીને ખબર પડી ત્યારે રેલિંગ કૂદીને આ વ્યક્તિને જોવા ગઈ હતી પરંતુ ત્યારે તે ત્યાંથી ભાગી ગયો હતો. જ્યારે આ યુવતી પોતાના અંગત કામથી બહાર જતી હતી ત્યારે પાડોશીની પત્નીએ તેના ઘરની આગળ પડેલ કચરાની થેલી આ યુવતીના ઘરની આગળ મુકતા બોલાચાલી ઝઘડો થયો હતો. તેવામાં પાડોશી વ્યક્તિ પણ ત્યાં આવી ગયો હતો અને ઝઘડો કરી આ યુવતીને માર મારવા લાગ્યા હતા. ઝઘડો ચાલતો હતો ત્યારે પાડોશી વ્યક્તિએ આ યુવતીને કહ્યું કે તારો પતિ તારી સાથે રહેતો નથી તેમ છતાં શરીર વધતું જાય છે અને પેટ મોટું થતું જાય છે અને એવા તો કેવા કાંડ કરે છે કે પતિ પણ તેની સાથે રહેતો નથી.

આ પ્રકારની અભદ્ર વાતો કરતાં ધમકીઓ આપતા યુવતીએ 181 મહિલા હેલ્પ લાઇન પર ફોન કરી પોલીસ બોલાવી હતી. જેથી આ યુવતીને વાડજ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. જ્યાં આ યુવતીએ પાડોશી દંપતી અને તેમની પુત્રી સામે ફરીયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

Read Next Story