એપશહેર

JKMMઃ 80 ઓફિસમાં રેડ બાદ એજન્ટ વાઘા રબારીની ધરપકડ

I am Gujarat 18 Sep 2016, 3:10 am
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat jkmm 80
JKMMઃ 80 ઓફિસમાં રેડ બાદ એજન્ટ વાઘા રબારીની ધરપકડ


સમગ્ર રાજ્યમાં લોકોને ઇનામી ડ્રો મારફત નાણાં આપવાની યોજનામાં રોકાણકારોને નાણાં નહીં ચુકવી ઠગાઇ કરવાના કેસમાં પોલીસે તપાસ શરૂ કરી 200માંથી 80 ઓફિસોમાં રેડ કરી તપાસ કરી હતી. ત્યારબાદ આ કેસમાં સીઆઇડી ક્રાઇમે સુરેન્દ્રનગરના એજન્ટ વાઘા રબારીની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ વાય.એ. ભાવસારે આરોપીના છ દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે.

જય ખોડિયાર મિત્ર મંડળના વાઘા માલાજીભાઇ જીયડ (રબારી)ની ધરપકડ કરી પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. પુરોહિતે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં રિમાન્ડ અરજીમાં એવી રજૂઆત કરી હતી કે, આરોપી પોલીસ તપાસમાં સહકાર આપી રહ્યો નથી અને સાચી હકીકતો છૂપાવી રહ્યો છે, આરોપી છેલ્લા પાંચ વર્ષથી આ રીતે ગુનાઇત પ્રવૃત્તિ કરી રહ્યો છે તો તેની સાથે બીજું કોણ કોણ સંડોવાયેલું છે, આરોપીએ સુરેન્દ્રનગર ઝોનમાંથી 13 ઓફિસો ખોલી આશરે 15 કરોડ રૂપિયાનું મની સરક્યુલેશન કર્યું છે તો તે પૈસા ક્યાં છે, આરોપીએ લોકો પાસેથી ઉઘરાવેલા પૈસામાંથી મિલકત ખરીદી છે કે નહીં, આરોપીને સુરેન્દ્રનગર તપાસ માટે લઇ જવો પડે તેમ છે, આરોપી સ્કીમ માટે સ્કીમ કોડ્રડ, પેમ્પલેટ, બુકલેટ, પ્રોમિસરી નોટ, લેટર પેડ વગેરેનો ઉપયોગ કરતો હતો, તે ક્યાં છપાવતા હતા, આરોપીઓની ગુજરાતમાં 200 ઓફિસ છે જે પૈકી 80 ઓફિસમાં રેડ કરવામાં આવી હતી તમામ ઓફિસો ચાલુ જ છે તેથી ત્યાંથી ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ કબજે કરવા પડે તેમ છે સહિતના મુદ્દે તપાસ કરવા 10 દિવસના રિમાન્ડ જરૂરી છે.

સુરેન્દ્રનગરનો એજન્ટ રાજુ મેવાડાને પણ ટપી ગયો
સૂત્રોએ જણાવ્યું છે કે, સુરેન્દ્રનગરનો એજન્ટ વાઘા રબારી રાજુ મેવાડાને પણ ટપી ગયો હતો. તેણે જય ખોડિયાર મિત્રમંડળની વિવિધ ઓફિસો ખોલી સ્કીમો આપવાની શરૂ કરી હતી. પરંતુ તેના પેટે જે પૈસા ઉઘરાવ્યા હતા તેમાં કૌભાંડ આચરી રાજુ મેવાડાને પણ પહોંચાડ્યા ન હતા અને મોટું આર્થિક નુકસાન કરાવ્યું હતું. જેથી રાજુ મેવાડા આરોપી સામે ફરિયાદ કરે અથવા તેની જામીન અરજીમાં વાંધા અરજી રજૂ કરશે તેવું પણ ચર્ચાઇ રહ્યું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો