એપશહેર

પત્નીએ મકાન માલિક સાથે સંબંધ બાંધવાનો કર્યો ઈનકાર, પતિએ આપ્યા ત્રણ તલાક

ઉત્તર પ્રદેશના મેરઠમાં ત્રણ તલાકનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક શખ્સ મકાનનું ભાડૂ ચૂકવવાના બદલે માલિકને પોતાની પત્ની સોંપવા માગતો હતો

I am Gujarat 27 Nov 2021, 9:52 pm

હાઈલાઈટ્સ:

  • આરોપી પતિને નશાની લત હતી, નશાની લતના કારણે ઘરનો સામાન પણ વેચી દીધો હતો
  • ઘરનું ભાડૂ ચૂકવવા માટે તેણે પત્નીને મકાન માલિક સાથે શરીર સંબંધ બાંધવા દબાણ કર્યુ
  • પત્નીએ જ્યારે આ વાતનો ઈનકાર કર્યો તો આરોપી પતિ તેને ત્રણ તલાક આપીને નાસી ગયો
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat nauchnadi police station meeruth
મેરઠઃ વ્યક્તિ કેટલી હદે જઈ શકે છે તેનો એક કિસ્સો ઉત્તર પ્રદેશમાંથી સામે આવ્યો છે. નરાધમ પતિએ ઘરનું ભાડૂ ચૂકવવા માટે પોતાની પત્નીને ન કરવા જેવું દબાણ કર્યુ હતુ. ઘરનું ભાડૂ ચૂકવાવા માટે તેણે પોતાની પત્નીને મકાન માલિક સાથે શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી હતી. ઉત્તર પ્રદેશના મેરઠમાં એક શખ્સે પોતની પત્નીની સાથે ન માત્ર શરમજનક હરકત કરી, પરંતુ એ પછી પત્નીને ત્રણ તલાક પણ આપી દીધા હતા. નૌચંદી પોલીસ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારમા રહેતી મહિલાના લગ્ન ત્રણ વર્ષ પહેલાં લિસાડી ગેટ વિસ્તારમાં રહેતા એક શખ્સ સાથે થયા હતા. પત્નીનો આરોપ છે કે, આરોપી પતિએ ઘરનું ભાડૂ માફ કરવા માટે તેના પર મકાન માલિક સાથે શરીર સંબંધ બાંધવા માટે દબાણ કર્યુ હતુ.
આડા સંબંધમાં આડખીલી બનતો હતો પતિ, વિધર્મી પ્રેમી સાથે મળી પત્નીએ કાસળ કાઢી નાંખ્યુ
ભાડાના બદલે પત્નીને મકાન માલિકને સોંપવા માગતો હતો
પીડિતાના જણાવ્યા મુજબ, તેનો પતિ લાંબા સમયથી તેના પર ખોટા કામ કરવા માટે દબાણ કરતો હતો. એટલું જ નહીં આવા ખોટા કામ કરાવવા બદલ તે તેની સાથે મારપીટ પણ કરતો હતો. પીડિતાએ પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદ મુજબ, આરોપી પતિએ તેને કહેતો હતો કે, તે મકાન માલિક સાથે શારીરિક સંબંધ બનાવે. જેથી કરીને તે મકાનનું ભાડૂ માફ કરી શકે. આ વાત સાંભળીને પીડિતાએ તેનો વિરોધ કર્યો હતો. તો આરોપી પતિ તેને ત્રણ તલાક આપીને ફરાર થઈ ગયો હતો.
લોકોએ ફ્લીપકાર્ટથી ફોન-વોચ મંગાવ્યા હતા, ડીલીવરી બોયે ચોરી લીધા
પીડિતાએ પોલીસમાં કરી ફરયિાદ
પીડિતાએ આ ઘટના બાદ પોલીસનો સંપર્ક કર્યો હતો. પીડિતાએ આ મામલે પોલીસમાં ફરિયાદ કરી હતી. પીડિતાને બે બાળકો પણ છે. જો કે, એક દીકીરનું પહેલાં જ મોત થઈ ચૂક્યું છે. આરોપી પતિને નશાની પણ લત હતી અને આ જ કારણે તેણે તેના ઘરનો કેટલોક માલ સામાન પણ વેચી દીધો હતો. આ ઘટના બાદ પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હાલ આરોપી પતિને શોધી રહી છે. પીડિતાએ સાસરીપક્ષવાળા પર પણ મારપીટનો આરોપ લગાવ્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો