એપશહેર

પત્ની સાથે અફેરની શંકામાં દોસ્તની હત્યા કરી, અકસ્માતમાં ખપાવવા કરેલા નાટકનો આ રીતે ભાંડો ફૂટ્યો

યૂપીના અંબેડકરનગર જિલ્લામાં પોલીસે પોતાના જ દોસ્તની હત્યા મામલે એક શખ્સ અને તેના સહયોગીની ધરપકડ કરી છે. આરોપ છે કે, પત્ની સાથે અફેરની શંકામાં તેણે આટલી મોટી ઘટનાને અંજામ આપ્યો હતો

I am Gujarat 28 Nov 2021, 7:54 pm

હાઈલાઈટ્સ:

  • પત્ની સાથે અફેર હોવાની શંકામાં પતિએ દોસ્તની જ હત્યા કરી નાખી
  • હત્યા બાદ લાશને કારની ડ્રાઈવિંગ સીટ પર બેસાડીને હાઈવે પર છોડી દીધી
  • હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ભાંડો ફૂટ્યો
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat murder
લખનૌઃ ઉત્તર પ્રદેશના અંબેડકરનગર જિલ્લા પોલીસે એક શખ્સની પોતાના જ દોસ્તની હત્યા મામલે ધરપકડ કરી છે. આરોપ છે કે, તેણે ન માત્ર પોતાના બિઝનેસમેન દોસ્તની હત્યા કરી, પરંતુ હત્યાને દુર્ઘટનામાં ખપાવવાનો પણ પ્રયાસ કર્યો. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું કે, પત્ની સાથે અફેર હોવાની શંકામાં આરોપીએ આ ગંભીર ગુનાને અંજામ આપ્યો હતો. બિઝનેસમેનની લાશ ઈજાગ્રસ્ત હાલતમાં કારમાં ડ્રાઈવર સીટ પરથી મળી આવી હતી.
અંબેડકરનગર દિલ્લામાં પુંઠાર હાઈવે પર બિઝનેસમેનનો લાશ ત્રણ અઠવાડિયા પહેલાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. તેની ખોપડીના હાડકા પણ તૂટી ગયા હતા. શરૂઆતમાં એવું માનવામાં આવ્યું કે, ટ્રાફિકથી ધમધમતા હાઈવે પર દારૂ પીને કાર ચલાવવાના કારણે રોડ અકસ્માતમાં આ દુર્ઘટના સર્જાઈ અને તેનું મોત થયુ હતુ. પરંતુ જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો તો આ ઘટનામાં નવો વળાંક આવ્યો હતો. રિપોર્ટમાં સામે આવ્યું કે, ગળુ દબાવવાથી દમ ઘૂંટવાથી તેનું મોત થયુ હતુ.
કરોડો રુપિયાનો ઇન્સ્યોરન્સ લીધાના બે દિવસ પછી જ મહિલાનું થયું મોત, પતિની ધરપકડ
પત્ની સાથે અફેરની શંકા

પોલીસે આ મામલે શનિવારે આરોપી અને તેના સાગરીતની ધરપકટડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી શખ્સને એવી શંકા હતી કે વેપારમાં ભાગીદાર તેના દોસ્તના તેની પત્ની સાથે આડા સંબંધ હતા. આ શંકામાં તેણે આ હત્યા કરી હતી. મૃતક મોટા ભાગે તેની ગેરહાજરીમાં તેના ઘરે આવતો હતો અને પત્ની સાથે મળતો હતો. તે તેની પત્ની સાથે ફોનથી પણ સંપર્કમાં હતો. જેના કારણે આરોપીએ આ ગુનાને અંજામ આપ્યો હતો.
બ્લાઉઝના લેબલના આધારે અરવલ્લી પોલીસે ઉકેલ્યો ડબલ મર્ડરનો ગુનો
પૂછપરછ દરમિયાન આરોપીએ પોલીસને જણાવ્યુ કે, ગઈ 31 ઓક્ટોબરના રોજ તેણે તેના દોસ્તને પાર્ટી માટે ઘરે બોલાવ્યો અને ખૂબ જ દારૂ પીવડાવ્યો. પછી તેના સાગરીત સાથે મળીને રસીથી તેનું ગળુ દબાવી દઈ હત્યા કરી નાખી હતી. હત્યા બાદ લાશને કારમાં ડ્રાઈવીંગ સીટ પર બેસાડીને હાઈવે પર ગયા હતા. એ પછી સામેથી ટ્રકને આવતો જોઈ બંનેએ એક્સીલેટરને દબાવ્યુ હતુ અને પછી તેઓ કારમાંથી કૂદી ગયા હતા.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ખુલાસો
આરોપીએ હત્યાને દુર્ઘટનામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે લોકોને એવું લાગે કે એક્સીડન્ટ થયુ છે. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. પછી પોલીસે આરોપીઓની ધરપકડ કરીને પૂછપરછ કરી તો ચોંકવાનારો ખુલાસો થયો હતો.

Read Next Story