એપશહેર

CRPFના હેડ કોન્સ્ટેબલે સબ-ઇન્સ્પેક્ટરને ગોળી મારી, ઘટનાસ્થળે જ મૃત્યુ

CRPFના હેડ કોન્સ્ટેબલે પહેલા સબ-ઈન્સ્પેક્ટરની હત્યા કરી, પછી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો

Agencies 26 Dec 2021, 5:48 pm
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)માં સબ-ઇન્સ્પેક્ટર (SI) તરીકે કામ કરતા એક વ્યક્તિની તેના સહયોગી હેડ કોન્સ્ટેબલ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટનાની માહિતી તેલંગાણાથી આવી રહી છે. આ ઘટના છત્તીસગઢ સરહદને અડીને આવેલા મુલુગુ જિલ્લાના વેંકટપુરમાં બની છે. સવારે 8.30 વાગ્યે આ ઘટના બની હોવાની માહિતી મળી રહી છે. બનાવની જાણ થતાં જ આગળની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
I am Gujarat 8
પ્રતિકાત્મક તસવીર


મુલુગુ એસપી સંગ્રામ સિંહે જણાવ્યું કે આ ઘટના CRPF કેમ્પમાં બની હતી, જ્યાં હેડ કોન્સ્ટેબલે CRPF SI પર ગોળીબાર કર્યો હતો. જેથી SIનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે હેડ કોન્સ્ટેબલે પોતાને ગોળી માર્યા બાદ તેની હાલત ગંભીર છે. ઘાયલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હૈદરાબાદથી ઘટનાસ્થળનું અંતર 285 કિમી હોવાનું સામે આવી રહ્યું છે.

ડ્યુટી રોસ્ટરને લઈને શરૂ થયો હતો વિવાદ
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર ડ્યુટી રોસ્ટરને લઈને વિવાદ શરૂ થયો હતો. જ્યારે મામલો વધી ગયો તો હેડ કોન્સ્ટેબલ સ્ટીફને સબ ઈન્સ્પેક્ટર ઉમેશ ચંદ્ર પર પોતાના ઓટોમેટિક હથિયારથી ફાયરિંગ કર્યું હતુ. ગોળી ઉમેશના પેટ અને માથામાં વાગી હતી જેથી તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ પછી સ્ટીફને આ જ હથિયારથી પોતાને ગોળી મારવાનો પ્રયાસ કર્યો. હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

વારંગલ હોસ્પિટલમાં સ્થિતિ ગંભીરઘાયલ સ્ટીફનને વારંગલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ત્યાં તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. મૃતક ઉમેશ ચંદ્ર બિહારનો રહેવાસી હતો, જ્યારે સ્ટીફન તમિલનાડુનો રહેવાસી હતો. જ્યારે આ ઘટના બની ત્યારે સીઆરપીએફની 39મી બટાલિયનની ટીમ વેંકટપુરમ પોલીસ સ્ટેશન પરિસરમાં કેમ્પ કરી રહી હતી. છત્તીસગઢની સરહદે આવેલા તેલંગાણા વિસ્તારમાં નક્સલવાદી ગતિવિધિઓને કારણે આ વિસ્તાર CRPFની દેખરેખ હેઠળ છે.

Read Next Story