એપશહેર

નસીબના માર્યા! કોથળામાં ભરીને રોકડા 22 લાખ સ્ટોર રુમમાં છુપાવ્યા હતા, ચોર ચોરી ગયા

નગરપાલિકામાં ઈલેક્ટ્રિક કોન્ટ્રાક્ટરના ઘરમાંથી ઘરમાં છુપાવી રાખેલા રોકડા 22 લાખ ચોર ઉઠાવી ગયા.

I am Gujarat 5 Jun 2021, 11:05 am

હાઈલાઈટ્સ:

  • નગરપાલિકા કોન્ટ્રાક્ટરના ઘરમાંથી લાખોની રોકડ ભરેલો કોથળો ચોર ચોરી ગયા

  • પેમેન્ટ કરવા માટે કોન્ટ્રાક્ટર રોકડા રુપિયા લઈ આવ્યા હતા અને સ્ટોર રુમમાં છુપાવીને રાખ્યા હતા.

  • સીસીટીવી કેમેરાના આધારે પોલીસ કેસની તપાસ કરી રહી છે.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat rs 22 lakhs cash stolen from power contractor house
નસીબના માર્યા! કોથળામાં ભરીને રોકડા 22 લાખ સ્ટોર રુમમાં છુપાવ્યા હતા, ચોર ચોરી ગયા
ગાજીયાબાદઃ યુપીના હાપુડમાં ઈલેક્ટ્રિક કોન્ટ્રાક્ટરના મકાનમાં રાખેલી 22 લાખ રૂપિયાની ભરેલી બેગની ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના સીસીટીવી કેમેરામાં ઝડપાઈ હતી. ફરિયાદના આધારે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ઈલેક્ટ્રિક કોન્ટ્રાક્ટર 22 લાખ રૂપિયા માલની ચુકવણી માટે લાવ્યો હતો અને સ્ટોર રૂમમાં છુપાવી રાખ્યા હતા.
દુષ્કર્મ કેસમાં સુપ્રીમનું મોટું નિવેદન 'જ્યારે એક પુરુષ અને મહિલા એક રુમમાં હોય અને..'
મળતી માહિતી મુજબ હાપુડ નગરપાલિકા પરિષદમાં ઈલેક્ટ્રિક કોન્ટ્રાક્ટર મનોજ ચૌધરી સર્વોદય નગર કોલોનીમાં તેના પરિવાર સાથે રહે છે. તેણે જણાવ્યું હતું કે ગુરુવારે તેના મિત્રો પાસેથી 22 લાખ રૂપિયા એકત્રીત કરવામાં આવ્યા હતા અને માલ ચૂકવવા ઘરે લાવ્યા હતા. સુરક્ષાની દ્રષ્ટિએ, તેણે આ રકમ બેગમાં ભરીને ઘરના સ્ટોર રૂમમાં છુપાવી રાખી હતી.
મે મહિનામાં કોરોનાથી દેશમાં કુલ મૃત્યઆંકના 52 ટકા મોત ગામડાઓમાં થયા
પીડિતે જણાવ્યું હતું કે, જ્યારે તે શુક્રવારે સવારે ચુકવણી માટે રુપિયા કાઢવા સ્ટોર રૂમમાં પહોંચ્યો ત્યારે પૈસા ભરેલી બેગ ગુમ હતી. આ જોઈને તેના હોશ ઉડી ગયા. જ્યારે આ અંગે પરિવારમાં ખબર પડી તો ઉપાહો મચી ગયો હતો. જ્યારે તેણે મકાનમાં સ્થાપિત સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા ત્યારે મોઢે બુકાની બાંધલો ચોર છત પર ચાલતો નજરે પડ્યો હતો. આ અંગેની જાણાકીર પોલીસ મથકે આપવામાં આવી છે. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઈન્સ્પેક્ટર ઉત્તમસિંહ રાઠોડે જણાવ્યું હતું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
બનાવની વિગત મુજબ પીડિતે પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે હાપુડ નગરપાલિકા પરિષદમાં ઈલેક્ટ્રિક કોન્ટ્રાક્ટર મનોજ ચૌધરી સર્વોદય નગર કોલોનીમાં તેના પરિવાર સાથે રહે છે. તેણે જણાવ્યું હતું કે ગુરુવારે તેના મિત્રો પાસેથી 22 લાખ રૂપિયા એકત્રીત કરવામાં આવ્યા હતા અને માલ ચૂકવવા ઘરે લાવ્યા હતા. સુરક્ષાની દ્રષ્ટિએ, તેણે આ રકમ બેગમાં ભરીને ઘરના સ્ટોર રૂમમાં છુપાવી રાખી હતી. જેથી ચોરી જેવા કિસ્સામાં તિજોરીમાં પડેલી રકમ જાય પરંતુ સ્ટોર રુમમાં આ રકમ સચાવાઈ રહે. જોકે ચોર સીધા સ્ટોર રુમમાં જ ત્રાટક્યા અને ચોરીને અંજામ આપ્યો. એક શંકા એવી પણ સેવવામાં આવી રહી છે કે ચોર કોઈ જાણભેદુ જ હોવો જોઈએ જેણે આ રીતે ચોરી કરી છે.

Read Next Story