એપશહેર

મૃત્યુદંડની સજા અને 25 વર્ષનો જેલવાસ, આરોપીને કેવી રીતે મળ્યું જીવનદાન? SCનો ઐતિહાસિક ચુકાદો

સુપ્રિમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. દોષિતે 5 મહિલાઓની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. એટલુંં જ નહીં તેને મૃત્યુદંડની પણ જોગવાઈ થતા ચકચાર મચી ગઈ હતી. તેવામાં હવે કેવી રીતે મૃત્યુદંડમાં જેલવાસ ભોગવી રહેલા દોષિતને મુક્ત કરાયો એના પર નજર કરીએ.

Authored byParth Vyas | I am Gujarat 28 Mar 2023, 10:04 am

હાઈલાઈટ્સ:

  • આ શખસે 1994માં 5 મહિલાઓની હત્યા કરી
  • 1998માં આરોપીને મૃત્યુદંડની સજા ફટકારી દોષિત જાહેર કરાયો
  • જેલમુક્ત થવામાં આ પાસાઓ રહ્યા મહત્ત્વપૂર્ણ
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat file pic
ફાઈલ ફોટો
દિલ્હીઃ મૃત્યુદંડના દોષિતને 25 વર્ષ જેલમાં પસાર કર્યા બાદ નવું જીવન મળવાની ચૌંકાવનારી ઘટના સામે આવી છે. એક શખસ પર 1994માં 5 મહિલાઓની હત્યા કરી હોવાનો આક્ષેપ લાદવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ કેસ અંતર્ગત આરોપીને 1998માં મૃત્યુદંડની જોગવાઈ કરવામાં આવી હતી. સોમવારે સુપ્રિમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. તેમણે જણાવ્યું કે 1994માં જ્યારે આ ગુનો થયો હતો ત્યારે આ શખસ કિશોરવયનો હશે જેથી કરીને સુપ્રિમ કોર્ટે તેને જેલમાંથી તાત્કાલિક મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો છે.
ગર્ભવતી મહિલાની હત્યા કર્યાનો કેસ
ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 1998માં પુણેમાં પાંચ મહિલાઓની હત્યાના આરોપમાં આ શખસ અને તેના સાથીની ધરપકડ કરવામાં આવી હતી. એવો આક્ષેપ હતો કે જે મહિલાઓની હત્યા કરવામાં આવી હતી, એમાંથી એક ગર્ભવતી હતી. આની સાથે દોઢ વર્ષ અને અઢી વર્ષનાં બે બાળકોની પણ તેણે હત્યા કરી દીધી હતી. જેના પરિણામે આરોપીઓને દોષિત જાહેર કરી મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.

ટ્રાયલ કોર્ટના આદેશને બોમ્બે હાઈકોર્ટ અને એસસી દ્વારા પણ માન્ય રાખવામાં આવ્યો હતો, જેણે 2000માં તેમની અપીલને ફગાવી દીધી હતી અને એવું માન્યું હતું કે તે દુર્લભ અને અસાધારણ કેસ છે જે મહત્તમ દંડની જોગવાઈ કરે છે.

કિશોરવયની અરજીની તપાસમાં SC સંમત
રાજસ્થાનના રહેવાસી દોષિતે ટ્રાયલ કોર્ટથી લઈને એસસી સુધીની કાર્યવાહીમાં કિશોરત્વનો મુદ્દો ઉઠાવ્યો ન હતો અને 2013માં SCમાં નવી અરજી દાખલ કરીને પહેલીવાર આ મુદ્દો ઉઠાવ્યો હતો. પરંતુ તે અરજી કોર્ટે પણ ફગાવી દીધી હતી. ત્યારપછી તેણે 2018માં અરજી દાખલ કરીને મુદ્દો ઉઠાવવાનો નવો પ્રયાસ કર્યો અને સુપ્રિમ કોર્ટ તેની કિશોરવયની અરજીની તપાસ કરવા સંમત થઈ.

આરોપીની ઉંમર 12 વર્ષની જ હતી
તેમની અરજીને મંજૂર કરતાં જસ્ટિસ કેએમ જોસેફ, અનિરુદ્ધ બોઝ અને હૃષીકેશ રોયની બેન્ચે ટ્રાયલ કોર્ટ દ્વારા દાખલ કરાયેલા તપાસ રિપોર્ટ પર આધાર રાખ્યા બાદ અને શાળાના પ્રમાણપત્ર સહિતના તમામ પુરાવાઓને ધ્યાનમાં લીધા પછી તેને કિશોર જાહેર કર્યો હતો. ખંડપીઠે કહ્યું કે રેકોર્ડ ડીએસ મુજબ, ગુના સમયે દોષિતની ઉંમર લગભગ 12 વર્ષની હતી અને તેથી આને મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો છે. અમે તપાસ કરનારા ન્યાયાધીશનો અહેવાલ સ્વીકારીએ છીએ.

કિશોરને કયા આધારે જેલમુક્ત કરાયો
જેલમુક્ત કરતા કહ્યું કે અમે જાહેર કરીએ છીએ કે અરજદારનો જન્મ તારીખ 30 જાન્યુઆરી, 2019ના દિવસે બિકાનેરમાં થયો હતો. તેના જન્મના પ્રમાણપત્રની પણ તપાસ કરાઈ ચૂકી છે. રાજકિયા આદર્શ ઉચ્ચ માધમિક વિદ્યાલય કે જે બિકાનેરમાં આવેલી છે તેના પ્રમાણપત્રમાં લાગુ કરવામાં આવેલી વિગતોને અહીં ટાંકી નોંધ લેવામાં આવી છે. આ તેની ઉંમર નક્કી કરવા માટે સ્વીકારવામાં આવશે.

બેન્ચે જણાવ્યું કે જે ગુના માટે તેને દોષિત ઠેરવવામાં આવ્યો છે તે પ્રમાણપત્ર દ્વારા જોવામાં આવે તો, ગુનો દાખલ કરતી વખતે તેની ઉંમર 12 વર્ષ અને છ મહિના હતી. આમ, 2015ના અધિનિયમની જોગવાઈઓના સંદર્ભમાં, તે ગુનાની તારીખે બાળક/કિશોર હતો, જેના માટે તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

Read Next Story