એપશહેર

‘તે રડતી હતી અને મારી પાસે એક પૈસો પણ નહોતો’, બેંગ્લોરમાં નોકરી કરતા ગુજરાતી ટેકીએ દીકરીનો જીવ લીધો

મૂળ ગુજરાતના અને બેંગ્લોરમાં નોકરી કરતા રાહુલ પરમારે પોતાની અઢી વર્ષની દીકરીની હત્યા કરી અને પછી તેની સાથે જ તળાવમાં ડૂબી ગયો. તે પોતાનો પણ જીવ લેવા માંગતો હતો. પરંતુ પાણી ઓછું હોવાને કારણે તે બચી ગયો. પોલીસે તેની ધરપકડ કરી છે. પોલીસ આરોપી પિતાને ઘટનાસ્થળે પણ લઈ ગઈ હતી.

Edited byZakiya Vaniya | TNN 27 Nov 2022, 2:06 pm
I am Gujarat banglore
મૂળ ગુજરાતનો છે આરોપી પિતા.

બેંગ્લોર- એક પિતા પોતાની અઢી વર્ષની દીકરી માટે બિસ્કિટ અને ચોકલેટ લઈને આવ્યો. તેની સાથે બેસીને થોડી વાર માટે રમ્યો. પરંતુ પછી જે થયું તે ખરેખર ચોંકાવનારું છે. જો ઘરે પાછો જશે તો પૈસા માંગનારા લેણદારો પરેશાન કરી મૂકશે, અને આ ડર સાથે તેણે પોતાનો જીવ લેવાનો પ્રયત્ન કર્યો અને તે પહેલા માસૂમ બાળકીનો પણ જીવ લઈ લીધો. 45 વર્ષીય આ પિતાનું નામ રાહુલ પરમાર છે જે બેંગ્લોરમાં સોફ્ટવેર એન્જિનિયરની નોકરી કરતો હતો. દેવામાં ડૂબેલા આ ટેકીએ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો પરંતુ તેનો જીવ બચી ગયો.

પોલીસને રાહુલ પરમારે જણાવ્યું કે, તે રડવા લાગી અને મારી પાસે પૈસા જ નહોતા બચ્યા. જો હું ઘરે પાછો આવતો તો સ્થિતિ તેના કરતા વધારે ખરાબ થઈ જતી. હું જોરથી તેને ભેટ્યો અને તેની હત્યા કરી. હું લાચાર હતો, મારી પાસે તેના માટે ખાવા માટે કંઈ પણ ખરીદવાના પૈસા નહોતા. અને તે મજબૂરીએ મને આ નિર્ણય લેવા મજબૂર કર્યો. મેં તેની સાથે જ તલાવમાં છલાંગ લગાવી, પરંતુ હું ડૂબ્યો નહીં.

કોલાર પોલીસ દ્વારા રાહુલ પરમારની દીકરી જિયાની હત્યા કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. રાહુલ પર આરોપ છે કે તેણે દીકરીની હત્યા કરીને બેંગ્લોર-કોલાર હાઈવે પર આવેલા તળાવમાં મૃતદેહ ફેંકી દીધો હતો. પોલીસ દ્વારા આરોપીને ઘટનાસ્થળ પર પણ લઈ જવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સમગ્ર ઘટનાની જાણકારી આપતી વખતે રાહુલ ઘણો વિચલિત થઈ ગયો હતો. તે ભાંગી પડ્યો હતો.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, તેને વાહનમાંથી બહાર નીકળતા પણ થોડો સમય લાગ્યો હતો. શરુઆતમાં તો તે ચોધાર આંસુએ રડ્યો. પરંતુ પછી તેણે પોતાની જાતને સંભાળ્યો અને સમગ્ર વાત જણાવી. રાહુલે જણાવ્યું કે તેને દીકરીની હત્યાનો ભારોભાર પસ્તાવો છે, પરંતુ તેની પાસે કોઈ વિકલ્પ નહોતો. ઉલ્લેખનીય છે કે 15મી નવેમ્બરથી રાહુલ અને જિયા મિસિંગ હતા. રાહુલની પત્ની ભવ્યાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બીજા દિવસે સવારે, તળાવમાંથી જિયાનો મૃતદેહ મળ્યો હતો. રાહુલ મૂળ ગુજરાતનો છે, પરંતુ બેંગ્લોરમાં નોકરી કરતો હતો. તેની નોકરી જતી રહી હતી અને બિટકોઈનના બિઝનેસમાં તેણે પૈસા ગુમાવ્યા હતા. તેણે પત્નીના પૈસા વેચી દીધા હતા અને તે ચોરી થયા હોવાની વાર્તા ઘડી હતી. તેની સામે જૂઠો કેસ ફાઈલ કરવાનો પણ આરોપ હતો. તેણે દીકરી સાથે જ આત્મહત્યા કરવાનો વિચાર આ સ્થિતિથી છૂટકારો મેળવવા માટે કર્યો હતો.

રાહુલે પોલીસને જણાવ્યું કે તે આખો દિવસ બેંગ્લોરમાં ગાડી લઈને ફરતો રહ્યો, તેના મગજમાં આત્મહત્યાના વિચાર આવતા હતા, પરંતુ દીકરી સાથે હોવાને કારણે નિર્ણય લઈ નહોતો શકતો. રાહુલ જણાવે છે કે, મને ઘણીવાર ઘરે પાછા ફરવાનો વિચાર આવ્યો, પરંતુ પોલીસ કેસ અને લેણદારોના ડરથી હું હિંમત ના કરી શક્યો. તળાવ પાસે મેં કાર રોકી, હું એક દુકાનમાં ગયો અને દીકરી માટે જે પૈસા બચ્યા હતા તેનાથી બિસ્કિટ ખરીદી. હું થોડી વાર તેની સાથે રમ્યો. તેને ભૂખ લાગી હતી તો રડવા લાગ્યો. તેણે બપોરથી કંઈ ખાધુ નહોતું. મારી પાસે પૈસા નહોતા. તે રડતી રહી અને મારી મજબૂરી એવી હતી કે હું તેના માટે કંઈ ભોજનની વ્યવસ્થા નહોતો કરી શકતો.

રાહુલે વધુમાં જણાવ્યું કે, ગળુ દબાવીને તેની હત્યા મેં કરી, અને પછી સાથે જ હું તળાવમાં કૂદી ગયો. તળાવમાં પાણી ઘણું ઓછુ હતું. ત્યારપછી મેં ટ્રેન આગળ આવી જવાનો નિર્ણય લીધો. મેં એક વ્યક્તિ પાસે મદદ માંગી અને રેલવે સ્ટેશન પહોંચ્યો. ત્યાંથી હું તમિલનાડુ જતી ટ્રેનમાં બેસી ગયો હતો.

Read Next Story