એપશહેર

માતાએ 14 વર્ષની દીકરીની હત્યા કરી, પછી 11 વર્ષના પુત્રએ એને જ પતાવી દીધી

આંધ્રપ્રદેશના કડપ્પા શહેરમાં એક મહિલાએ તેની 14 વર્ષની દીકરીની હત્યા કરી નાખી, એ પછી ગુસ્સામાં એના 11 વર્ષના પુત્રએ તેની જ હત્યા કરી નાખી. દીકરી મોબાઈલનો ઉપયોગ વધુ કરતી હોવાથી વિવાદ થયો હતો

I am Gujarat 23 Oct 2021, 10:21 pm

હાઈલાઈટ્સ:

  • દીકરી મોબાઈલનો સતત ઉપયોગ કરતી હતી અને માતાને ગમતુ નહોતુ
  • મોબાઈલનો ઉપયોગ કરવાને લઈને માતા-દીકરી વચ્ચે વિવાદ થયો હતો
  • ગુસ્સામાં માતાએ દીકરીની હત્યા કરી નાખી, એ સમયે પુત્ર પણ હાજર હતો

હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat kadapa police station andhra
કડપ્પાઃ દેશમાં આજકાલ ગુનાખોરી કૂદકે ને ભૂસકે વધી રહી છે. ગુનાખોરીનો ગ્રાફ દેશમાં વધી રહ્યો છે. ત્યારે આંધ્ર પ્રદેશના કડપ્પા શહેરમાંથી આવો જ એક સંબંધને લજવતો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક માતાએ તેની જ સગી દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી. એ પછી ગુસ્સે ભરાયેલા પુત્રએ માતાની હત્યા કરી નાખી હતી. આ મામલે કડપ્પા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જે બાદ પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આંધ્ર પ્રદેશના કડપ્પા શહેરમાં બુધવારે રાતે એક મહિલા અને તેની દીકરીની હત્યાની ઘટના સામે આવી હતી. અહીં એક મહિલાએ તેની 14 વર્ષની દીકરીની હત્યા કરી. એ પછી ગુસ્સામા 11 વર્ષના પુત્રએ માતાની જ હત્યા કરી નાખી હતી. આ મામલે પોલીસે 11 વર્ષીય પુત્રને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મૃતક મહિલા તેની 14 વર્ષીય દીકરી અને 11 વર્ષીય દીકરા સાથે કડપ્પાના નકાશ સ્ટ્રીટમાં રહેતી હતી.
સ્માર્ટફોન માટે પતિએ પોતાની યુવાન પત્નીને 55 વર્ષના પ્રૌઢને વેચી દીધી
બુધવારની રાતે મહિલા અને તેની દીકરી વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. દીકરી મોટાભાગે મોબાઈલ ફોન પર વ્યસ્ત રહેતી હતી. આ વાત તેની માતાને જરાય ગમી નહીં. એટલે તેણે તેની દીકરીને ઠપકો આપ્યો હતો. એ પછી મા-દીકરી વચ્ચે ભારે વિવાદ થયો હતો. આ વિવાદ એટલો વધ્યો કે બંને વચ્ચે ઝઘડો થયો હતો. એ પછી, માતાએ તેની 14 વર્ષીય દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ સમયે તેનો 11 વર્ષીય દીકરો પણ હાજર હતો.
'તમારી 10ની નોટ પડી ગઈ છે', કહીને ગઠીયો મહિલાનું પર્સ ચોરી ગયો
દીકરો હત્યા કરતા તેની માતાને જોઈ ગયો હતો. એટલે તે ગુસ્સે ભરાયો હતો. ગુસ્સામાં દીકરાએ તેની માતા પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. દીકરાએ તેની માતા પર તિક્ષ્ણ હથિયારના ઉપરા છાપરી ઘા માર્યા અને તેને પણ મોતને ઘાટ ઉતારી દીધી હતી. ઘટનાની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. તેઓએ પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપી દીકરાને ઝડપી પાડ્યો હતો. હાલ આ હત્યાના મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો