એપશહેર

બે બાળકોની માતા ગામના જ યુવક સાથે ભાગી ગઈ, પ્રેમી પકડાઈ જતાં થઈ ગયો મોટો સીન

UP Crime News: ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં બે બાળકોની માતા તેના પ્રેમી સાથે ભાગી ગઈ. જ્યારે મહિલાના પતિએ તેના પ્રેમીને પકડ્યો તો તેણે તેને ઝાડ સાથે બાંધીને માર માર્યો હતો. મારપીટનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે મહિલા પહેલાથી જ તેના પતિથી અલગ થઈ ગઈ હતી. પતિએ કોર્ટમાં સોગંદનામું કરતા મહિલાએ પ્રેમી સાથે લગ્ન કર્યા.

Edited byદીપક ભાટી | I am Gujarat 2 Apr 2023, 4:19 pm

હાઈલાઈટ્સ:

  • ઉત્તરપ્રદેશમાં બે બાળકોની માતા પ્રેમી સાથે ભાગી ગઈ
  • પ્રેમી પકડાઈ જતાં ગ્રામજનોએ ઝાડ સાથે બાંધીને માર્યો
  • વિડીયો વાયરલ થતાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે
  • મહિલા પહેલાથી જ તેના પતિથી અલગ થઈ ગઈ હતી!
  • પતિએ કોર્ટમાં સોગંદનામું કરતા બંનેએ લગ્ન કરી લીધા
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat UP Crime
તસવીર પ્રતિકાત્મક છે
મિર્ઝાપુરઃ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં એક પ્રેમીને ઝાડ સાથે બાંધીને માર મારવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિડીયો વાયરલ થયા બાદ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. કહેવાય છે કે બે બાળકોની માતા પ્રેમી સાથે ભાગી ગઈ હતી, ત્યારબાદ સંબંધીઓએ પ્રેમીને પકડી લીધો હતો. પ્રેમીને પકડ્યા બાદ સંબંધીઓએ તેને ઝાડ સાથે બાંધીને બેફામ માર માર્યો હતો. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર મામલો સામે આવ્યો છે. આ અંગે સ્થાનિક પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ હજી સુધી કોઈ ફરિયાદ ન મળતા કોઈ કાર્યવાહી થઈ નથી.
પ્રેમી પકડાઈ જતાં ગ્રામજનોએ ઝાડ સાથે બાંધીને ફટકાર્યો
દેહત કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક ગામમાં પ્રેમીને ઝાડ સાથે બાંધીને માર મારવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. બે બાળકોની માતા ગામમાંથી જ પ્રેમી સાથે ભાગી ગઈ હતી. પ્રેમી પકડાયા બાદ તેના પતિ અને સંબંધીઓએ તેને ઝાડ સાથે બાંધીને માર માર્યો હતો. મહિલાના પ્રેમીને માર માર્યા બાદ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ત્યારબાદ મહિલાના પતિએ કોર્ટમાં જઈને સોગંદનામું આપતાં બંને પક્ષે સમાધાન થયું હતું. મહિલાના પતિએ મહિલાથી અલગ થવા માટે પણ કોર્ટમાં સોગંદનામું આપ્યું હતું, ત્યારબાદ મહિલાએ પ્રેમી સાથે લગ્ન કરી લીધા હતા.

જો ફરિયાદ મળશે તો થશે કાર્યવાહીસીઓ સદર શૈલેન્દ્ર પાટી ત્રિપાઠીએ જણાવ્યું કે વિડીયો વાયરલ થયા બાદ તેની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે મહિલા તેના ગામના પ્રેમી સાથે ભાગી ગઈ હતી, ત્યારબાદ બંનેએ કોર્ટમાં એફિડેવિટ આપીને સમાધાન કર્યું હતું. આ મામલામાં હજુ સુધી ફરિયાદ મળી નથી. જો તે મળશે તો કેસ નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. વિડીયો વાયરલ થતાં સમગ્ર મામલો મિર્ઝાપુરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story