એપશહેર

કરોડપતિ બાપની દીકરી લઈને ભાગી ગયો શાકભાજી વેચનારો યુવક, પોલીસે કર્યા મોટા ખુલાસા

Bihar Crime News: સૂરજ કુમાર શાકભાજીની દુકાન ચલાવતો હતો. સગીરા દરરોજ ત્યાંથી પસાર થતી હતી. બંનેની નજર ચાર થઈ અને સગીર વયના આ તબક્કે થતા આકર્ષણમાં ફસાઈ ગઈ. ત્યારબાદ સૂરજે પ્રેમનો દાવો કર્યો અને ફરવા લઈ જતો. તેણે કલાકો સુધી વાત કરી. જે બાદ તેણે તેની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. સગીરા પણ સાથે જીવવાની અને મરવાની પ્રતિજ્ઞા લઈ ચૂકી હતી અને તેની સાથે જવા સંમત થતાં બંને ઘરેથી ભાગી ગયા.

Edited byદીપક ભાટી | Navbharat Times 26 Nov 2022, 8:27 pm
નવાદા: બિહારના નવાદામાં એક સગીર છોકરી ઘરેથી અચાનક ગાયબ થઈ ગઈ. છોકરી કરોડપતિ બાપની દીકરી. પરિવાર ચિંતિત. શોધખોળ શરૂ થઈ પણ ક્યાય પત્તો લાગ્યો નહીં. જે બાદ પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી હતી. ત્યાર બાદ જે ખુલાસો થયો તે ચોંકાવનારો હતો. પોલીસના આ ખુલાસાથી પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. પોલીસે પરિવારજનોને માહિતી આપી હતી કે શેખપુરામાં રહેતા મનોજ કુમારનો પુત્ર સૂરજ કુમાર નવાદા શાક માર્કેટમાં શાકભાજી વેચે છે. તે જ સમયે તેણે સગીરા સાથે વાત કરવાનું શરૂ કર્યું. તેને છોકરીને પ્રેમ જાળમાં ફસાવી. ધીરે ધીરે બંને વચ્ચે સંબંધ બંધાઈ ગયો. બંનેએ પરસ્પર સંમતિથી લગ્ન કર્યા. અંતે યુવક તેની સગીર પ્રેમિકા સાથે શેખપુરા ભાગી ગયો.
I am Gujarat Bihar Crime News
આરોપી પ્રેમીને પોલીસે ઝડપી પાડ્યો


આરોપી પ્રેમીની ધરપકડ
બન્યું એવું કે આરોપી સૂરજ કુમાર શાકભાજીની દુકાન ચલાવતો હતો. સગીરા દરરોજ ત્યાંથી પસાર થતી હતી. બંનેની નજર ચાર થઈ અને સગીર વયના આ તબક્કે થતા આકર્ષણમાં ફસાઈ ગઈ. ત્યારબાદ સૂરજે પ્રેમનો દાવો કર્યો અને ફરવા લઈ જતો. તેણે કલાકો સુધી વાત કરી. જે બાદ તેણે તેની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. સગીરા પણ સાથે જીવવાની અને મરવાની પ્રતિજ્ઞા લઈ ચૂકી હતી અને તેની સાથે જવા સંમત થતાં બંને ઘરેથી ભાગી ગયા. આરોપી સૂરજ હોશિયાર નીકળ્યો. તે જાણતો હતો કે છોકરી પાસે ઘણા પૈસા છે. તે તેની સાથે શેખપુરા ગયો.

આ મામલે પરિવારે અજાણ્યા વિરુદ્ધ FIR નોંધાવી હતી. જેથી પોલીસે ઘણી શોધખોળ કરવી પડી હતી. તપાસ દરમિયાન પોલીસે શાકભાજી વેચતા સૂરજની શેખપુરામાંથી ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં આરોપીએ સ્વીકાર્યું કે તે સગીરાને છેલ્લા 6 વર્ષથી પ્રેમ કરતો હતો. સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે વિશાળ 6 વર્ષથી પ્રેમ કરતો હતો ત્યારે સગીરાની ઉંમર શું હશે? સૂરજની ધરપકડ કર્યા બાદ પોલીસે તેને પોક્સો એક્ટ હેઠળ જેલમાં મોકલી આપ્યો હતો. સૂરજ મીડિયાને કહે છે કે તે છોકરીના પ્રેમમાં છે. તે પરણેલો છે. તેની ધરપકડ ખોટી છે.

તમને જણાવી દઈએ કે સગીર વય દરમિયાન જિજ્ઞાસા ચરમસીમા પર હોય છે. જીવન વિશે બધું જાણવાની ઉત્સુકતા વધી જાય છે. બધું મેળવવાની ધગશ છે. તમે જે મિત્રોને આ રીતે મળો છો તે તમારા જ્ઞાનમાં રોજેરોજ કંઈક ને કંઈક ઉમેરો કરે છે. લડ્યા પછી અલગ થવાનું અને પછી એક થવાનું નામ સગીર વયની ઉમર. બધા વિરૂદ્ધ હોય તો પણ તમે જે નક્કી કર્યું છે તે જ કરવાનું. હાલ ઉપરોક્ત ઘટના સમાચારોમાં આવ્યા બાદ ચર્ચાનો વિષય બની ગઈ છે.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story