એપશહેર

'તું સાવ છક્કા જેવી લાગે છે..' ગમે તેમ બોલતી પાડોશણને સિંગલ યુવતીએ પાઠ ભણાવ્યો

ફ્લેટ ભાડે રાખી એકલા રહેતા લોકોને ઘણીવાર પાડોશીઓ એલફેલ બોલી કે ઝઘડા કરી ત્રાસ આપતા હોય છે, આવી સ્થિતિમાં ભોગ બનનારે શું કરવું જોઈએ?

Authored byRebecca Samervel | TNN 26 Jan 2021, 12:43 pm
મુંબઈ: પાડોશમાં રહેતી મહિલાને તેના ટૂંકા વાળ તેમજ કપડાં બાબતે ટોણાં મારવાનું એક આધેડ મહિલાને ભારે પડ્યું છે. પીડિત મહિલા એક પ્રાઈવેટ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરે છે. તેને પાડોશમાં રહેતી એક મહિલા તેના વાળ તેમજ કપડાં કૉમેન્ટ કરીને તેને છક્કો કહીને માનસિક ત્રાસ આપતી હતી. લાંબા સમયથી આ ત્રાસ સહન કરી રહેલી મહિલાએ આખરે આ મામલે પોલીસ ફરિયાદ કરી છે.
I am Gujarat Demo pic
પ્રતિકાત્મક તસવીર


આ મામલે પોલીસે ફરિયાદી મહિલાએ કરેલા આક્ષેપોને આધારે તેની બાજુમાં રહેતી મહિલા વિરુદ્ધ આઈપીસીની કલમ 509 (અપશબ્દો બોલીને કે પછી વાંધાજનક ચેનચાળા કરી કોઈની બેઈજ્જતી કરવી) તેમજ કલમ 500 (માનહાનિ) હેઠળ ગુનો દાખલ કર્યો છે. કલમ 509માં જો કોઈ વ્યક્તિ પર ગુનો સાબિત થાય તો તેને ત્રણ વર્ષ સુધીની સાદી કેદની સજા અને દંડ થઈ શકે છે. આ સિવાય, કલમ 500 હેઠળ વધુમાં વધુ બે વર્ષની સજા અથવા રોકડ દંડ કે પછી બંનેની જોગવાઈ છે.

ફરિયાદી મહિલા ડિસેમ્બર 2020માં મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં પોતાના માતાપિતા સાથે એક ફ્લેટમાં ભાડે રહેવા આવી હતી. તેની પાડોશમાં રહેતી મહિલા ટિફિન સર્વિસ ચલાવે છે. ફરિયાદી મહિલાએ પણ તેને ત્યાં ટિફિન બંધાવ્યું હતું. જોકે, થોડા સમય બાદ તેણે ટિફિન બંધ કરાવી હિસાબ ચૂકતે કરી દીધો હતો.

12 ડિસેમ્બરે આરોપી મહિલા ઘરે નહોતી ત્યારે તેના દીકરાએ રાત્રે 3.30 કલાક સુધી લાઉડ મ્યૂઝીક સાથે ઘરમાં પાર્ટી કરી હતી. તે વખતે ફરિયાદી મહિલાએ રાત્રે બેવાર તેના ઘરનો દરવાજો ખટખટાવીને તેને મ્યૂઝીક ધીમું કરવા કહ્યું હતું, પરંતુ તેણે તેની વાત નહોતી માની. આ ઘટના બાદ મહિલાએ તેના પાડોશી સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું.

જેનાથી ગુસ્સે ભરાયેલી પાડોશણે મહિલા પર વાંધાજનક કૉમેન્ટ્સ કરવનું શરુ કર્યું હતું. તે તેના ઘરની બહાર ઉભી રહીને તેને ગમે તેમ બોલતી હતી. 'ખબર નહીં, આ કોઈ સાયકો છે કે કેમ.. તેને જોઈને ખબર નથી પડતી કે તે પુરુષ છે કે સ્ત્રી..' આવા શબ્દો દ્વારા મહિલાનું અપમાન કરાતું હતું. તે એક મહિના સુધી આ ત્રાસ સહન કરતી રહી હતી.

આખરે 11 જાન્યુઆરીએ મહિલા અન્ય એક પાડોશી સાથે વાત કરી રહી હતી ત્યારે આરોપીએ ફરી તેને ગમે તેમ બોલવાનું શરુ કર્યું હતું. તેની પેન્ટ પર કૉમેન્ટ કરતા તેણે આ તારા પેન્ટ પર ગંદા દાઘ શેના પડ્યા છે તેવી હલકી વાત કરતા મહિલાને શરમજનક સ્થિતિમાં મૂકાવવું પડ્યું હતું. ત્યારબાદ આરોપીએ મહિલાને પ્રોસ્ટિટ્યૂટ, છક્કો કહીને તેની બેઈજ્જતી કરી હતી.

આખરે પાડોશણનો ત્રાસ સહન ના થતાં મહિલાએ તેમની જ બિલ્ડિંગમાં રહેતા એક પોલીસકર્મીનો સંપર્ક કર્યો હતો. જેણે તેને 100 નંબર ડાયલ કરવા સલાહ આપી હતી. જોકે, ત્યારબાદ પણ આરોપી મહિલા નહોતી સુધરી અને તેણે હેરાનગતિ ચાલુ રાખતા કંટાળેલી મહિલાએ આખરે આ અંગે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી મહિલાના વકીલ સિદ્ધેશ બોરકરના જણાવ્યા અનુસાર, આરોપી મહિલા એવા શબ્દો ઉચ્ચારતી હતી કે જેને કોઈ સ્ત્રી સાંભળી ના શકે. ફરિયાદી મહિલા ઘરમાં એકલી રહે છે, તેનો મતલબ એ નથી કે કોઈપણ તેના વિશે ગમે તે બોલી શકે. આ મામલે હાલ પોલીસ તપાસ ચાલુ છે.
લેખક વિશે
Rebecca Samervel
Armed with a degree in political science and law, Rebecca Samervel waltzed into journalism after a brief stint in modeling. As a reporter at The Times of India, Mumbai, she covers courts. She is a self-confessed food-a-holic. Travelling, politics and television are her passions. If you want to find her during the week the only place to look is the Bombay high court. ... વધુ વાંચો

Read Next Story