એપશહેર

GACCમાં આ વખતે BAની રહી ભારે ડિમાન્ડ

અટલ બિહારી વાજયેપી ગવર્મેન્ટ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં BAની 140 બેઠકો સામે 2993 વિદ્યાર્થીઓ પ્રવેશ માટે લાઈનમાં.

TNN 28 Jul 2020, 9:18 pm
અટલ બિહારી વાજપેયી ગવર્મેન્ટ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ (GACC)માં બચલર ઓફ આર્ટસ (BA)નો કોર્ષ ભારે ડિમાન્ડમાં રહ્યો. કોલેજની 140 ખાલી સીટ સામે 2393 ઉમેદવાર પ્રવેશ માટે રાહ જોઈ રહ્યા છે.
I am Gujarat GACC


ઓલ્ડ GDCની 263 ખાલી સીટ અને ન્યુ GDCની 57 ખાલી બેઠકો માટે 800 ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે.

કોલેજ લેવલ કાઉન્સેલિંગ (CLC)ના ગણતરીના દિવસો બાકી છે ત્યારે સરકારી કોલેજમાં પ્રવેશ મેળવવા ઘણા બધા ઉમેદવારો રાહ જોતા દેખાઈ રહ્યા છે.

DHEના એડિશનલ ડાયરેક્ટર આર સી જાટવાએ કહ્યું કે, કાઉન્સેલિંગ બે દિવસમાં પુરું થઈ જશે.

તેમણે કહ્યું કે, 'મેરિટ પ્રમાણે એડમિશન મળે તેનું કોલેજ પુરેપુરું ધ્યાન રાખશે.'

હોલકર સાયન્સ કોલેજના બેચલર ઓફ સાયન્સ (ફિઝિક્સ કોમ્યુટર મેથેમેટિક્સ)ની 80 સીટો સામે 900 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. જ્યારે BSc (ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ)ની 20 સીટની સામે 700 ઉમેદવારો છે. BSc (ઝુલોજી, બોટની, કેમેસ્ટ્રી)ની 22 સીટ સામે 600 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા રાહ જોઈ રહ્યા છે.

બીજી તરફ, આ શૈક્ષણિક વર્ષ માટે દેવી અહિલ્યા વિશ્વવિદ્યાલય (DAVV) UG અને PG કોર્સની 200 બેઠકો ભરી શકી નથી. DAVVના પ્રવક્તા ડો. ચંદન ગુપ્તાએ કહ્યું કે, 'અમને કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે, CLC રાઉન્ડ પછી કોઈને પ્રવેશ આપવાનો નહીં. અમે કોઈ કોર્સની કોઈ બેઠક અપગ્રેડિંગ નથી કરી રહ્યા.'

પ્રવેશ પ્રક્રિયાની વધુ વિગતો માટે અહીં ક્લિક કરો... https://www.bennett.edu.in/admission/programs/bca

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો