એપશહેર

EWS વિદ્યાર્થીઓને પણ મળશે IIM-Aમાં એડમિશન

શૈક્ષણિક વર્ષ 2020-21થી અમદાવાદ IIMમાં આર્થિક પછાત વર્ગ (EWS) માટે 10 સીટ અનામત રખાશે

I am Gujarat 2 Jun 2020, 3:58 pm
પાર્થ શાસ્ત્રી, અમદાવાદ: શૈક્ષણિક વર્ષ 2020-21થી અમદાવાદ IIMમાં આર્થિક પછાત વર્ગ (EWS) માટે 10 સીટ અનામત રખાશે. મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ (MHRD)ની ગાઈડલાઈનનું પાલન કરતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. B-સ્કૂલના હોદ્દેદારોના જણાવ્યા મુજબ, IIM-Aના ફ્લેગશિપ પીજીપી એમબીએ કોર્સની આ વર્ષની એડમિશન પ્રક્રિયામાં 10 બેઠકો EWS ક્વોટા માટે ફાળવવામાં આવી છે.
I am Gujarat IIM Ahmedabad


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

શુક્રવારે અમદાવાદ IIMએ સફળ થયેલા 430 ઉમેદવારોને એડમિશન લેટર આપ્યા હતા. અધિકારીઓએ કહ્યું કે, આ વર્ષની બેચમાં 395 વિદ્યાર્થીઓ હશે. અધિકારીઓના મતે, આ વર્ષે ગુજરાતમાંથી કેટલા વિદ્યાર્થીઓ IIM-Aમાં એડમિશન મેળવી શક્યા છે તેની માહિતી તારવવાની બાકી છે.

એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ આ બેચમાં પણ બાજી મારી છે. આ વર્ષે એડમિશન મેળવવામાં સફળ રહેલા કુલ ઉમેદવારોમાંથી 79% એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ ધરાવે છે. ગયા વર્ષે પણ એન્જિનિયરિંગના આટલા જ વિદ્યાર્થીઓ હતા તેમ અધિકારીએ જણાવ્યું. આ જ પ્રકારે જેન્ડર રેશિયો જોઈએ તો ગયા વર્ષની સરખામણીમાં ખાસ ફરક પડ્યો નથી. આ વર્ષે પણ પસંદગી પામેલા કુલ ઉમેદવારોમાંથી 23% વિદ્યાર્થિનીઓ છે. પસંદગી પામેલા વિદ્યાર્થીઓનો સરેરાશ વર્ક એક્સપિરિયન્સ 22 મહિના છે.

IIM-Aના એડમિશન વિભાગના વડા પ્રોફેસર વિશાલ ગુપ્તાએ કહ્યું, "પીજીપી કોર્સના 430 ઉમેદવારો અને પીજીપી-એફએબીએમના 47 ઉમેદવારોને એડમિશન લેટર મોકલવામાં આવ્યા છે. પીજીપીના વિદ્યાર્થીઓમાં વૈવિધ્યતા આવે તેવો પ્રયાસ વર્ષોવર્ષથી IIM કરે છે. અમને આનંદ છે કે, આ વર્ષે પણ બેચમાં એન્જિનિયરિંગ અને નોન-એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ ઉપરાંત યુવક-યુવતીઓને સારો રેશિયો છે."

IIM-Aના હોદ્દેદારોએ કહ્યું કે, કોવિડ-19 મહામારીની એડમિશન પ્રક્રિયા પર અસર થઈ નથી. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ એડમિશન પ્રક્રિયા ઉમેદવારોના CATના સ્કોર, એપ્લિકેશન રેટિંગ (ધોરણ 10-12 અને ગ્રેજ્યુએશનના પરિણામનો પણ સમાવેશ થાય છે), પર્સનલ ઈન્ટરવ્યૂ અને એનાલિટિકલ રાઈટિંગ ટેસ્ટ આધારિત હતી. લોકડાઉન પહેલા જ ફેસ-ટુ-ફેસ ઈન્ટરવ્યૂ પૂરા કરી દેવાયા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો