એપશહેર

બિહારમાં રેલી કરી રહેલા ભાજપના સ્ટાર પ્રચારક શાહનવાઝ હુસૈનને કોરોના

બિહાર વિધાનસભા ચૂંટણી પ્રચારમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે, સ્ટાર પ્રચારક શાહનવાઝ હુસૈનને કોરોના થતાં હોસ્પિટલમાં દાખલ

I am Gujarat 22 Oct 2020, 12:06 am
પટણાઃ બિહાર વિધાનસભા ચૂંટણી માટે પૂરજોશમાં પ્રચારમાં જોડાયેલી ભારતીય જનતા પાર્ટીની તૈયારીઓને મોટો ફટકો પડ્યો છે. બિહાર ચૂંટણી માટે ભાજપના સ્ટાર પ્રચારકોમાં સામેલ શાહનવાઝ હુસૈનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. શાહનવાઝ હુસૈને ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી છે. જ્યારે પાર્ટીના અન્ય સ્ટાર પ્રચારક રાજીવ પ્રતાપ રૂડીને પણ કોરોના થયો હોવાના અહેવાલો છે. જોકે, હજી સુધી તેની કોઈ પુષ્ટી થઈ નથી.
I am Gujarat shahnawaz hussain


શાહનવાઝ હુસૈને ટ્વિટ કરીને જણાવ્યું છે કે હું કેટલાક એવા લોકોના સંપર્કમાં આવ્યો હતો જેઓ કોરોનાથી ચેપગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે. આજે મેં મારો ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી મારા સંપર્કમાં આવેલા લોકોને હું અપીલ કરું છું કે તેઓ સરકારી ગાઈડલાઈન્સ પ્રમાણે પોતાનો કોવિડ ટેસ્ટ કરાવી લે.
કોરોના પોઝિટિવ આવ્યા બાદ શાહનવાઝ હુસૈન એઈમ્સના ટ્રોમા સેન્ટરમાં ભરતી છે. તેમણે ટ્વિટ કરીને જાણકારી આપી છે કે મારી તબીયત સારી છે અને ગભરાવવાની કોઈ જરૂર નથી. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા બિહાર વિધાનસભા ચૂંટણી માટે અરરિયા જિલ્લાના ફારબિસગંજમાં હુસૈન પ્રચાર માટે ગયા હતા. તેમણે ત્યાં કહ્યું હતું કે મુસ્લિમો માટે ભારત કરતા સારો દેશ બીજો કોઈ નથી. મોદી કરતા કોઈ સારો વડાપ્રધાન નથી. તેમણે એનડીએને વોટ આપવાની અપીલ કરી હતી. આ ચૂંટણી સભામાં તેમની સાથે બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદી પણ સામેલ હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો