એપશહેર

Gujarat Election: રાજકીય પક્ષોમાં દાગી નેતાઓની સંખ્યા વધી, 1621 ઉમેદવારોમાંથી 456 છે કરોડપતિ

Gujarat Election 2022: ગુજરાતમાં ચૂંટણીનો ધમધમાટ હવે મતદાનના આરે આવીને પહોંચ્યો છે. 1લી ડિસેમ્બરે રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. રાજ્યમાં ચૂંટણી મેદાનમાં ઉતરેલા ઉમેદવારોનો ગુનાહિત ઈતિહાસ ચોંકાવનારો છે, પાછલી ચૂંટણીઓ કરતા આ વખતે દાગી નેતાઓની સંખ્યામાં વધારો થયો છે. આ સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરેલા કરોડપતિ ઉમેદવારોની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે.

Edited byTejas Jingar | I am Gujarat 30 Nov 2022, 10:53 am
ગુજરાતમાં પહેલા તબક્કાની ચૂંટણીના પડઘમ શાંત થઈ ગયા છે, રાજ્યમાં 1લી ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન પણ થવાનું છે. આવામાં ચૂંટણીના મેદાનમાં ઉતરેલા ઉમેદવારોમાં દાગી ઉમેદવારોની સંખ્યા 330 થાય છે. જે પાછલી ચૂંટણીમાં ઉભા રહેલા દાગી ઉમેદવારો કરતા વધુ છે. રાજકારણમાં બને છે એવું કે જો કોઈ એક પક્ષ ગુનો નોંધાયો હોય તેવા ઉમેવારને ટિકિટ આપે તો સામે વિરોધી પક્ષ પણ તેનું અનુકરણ કરીને દાગી ઉમેદવારને મેદાનમાં ઉતારે છે. નવગુજરાત સમયના રિપોર્ટ્સ મુજબ ગુના નોંધાયો તેવા ઉમેદવારોનો આંકડો 330 થાય છે જ્યારે ગંભીર ગુના નોંધાયા હોય તેવા ઉમેદાવારોની સંખ્યા 200ની નજીક પહોંચી છે. ગુનો નોંધાયો હોય તેવા ઉમેદવારોમાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને ગોપાલ ઈટાલિયાનો પણ સમાવેશ થાય છે.
I am Gujarat Gujarat Election 2022
ગુજરાતમાં પાાછલી ચૂંટણીઓ કરતા કરોડપતિ ઉમેદવારો અને દાગી નેતાઓની સંખ્યા વધી


બાકી રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં લોકો કેટલા સુરક્ષિત છે અને ભય વગર જીવન જીવી શકે છે તેવા ઉદાહરણો આપવામાં આવે છે પરંતુ આ શ્રેય લેનારી પાર્ટી પણ દાગી ઉમેદવારને ચૂંટણીમાં ઉતારીને શું સાબિત કરવા માગે છે તે મોટો સવાલ છે. આ વખતે 182 બેઠકોમાં કુલ 44 બેઠકો એવી છે કે જે રેડ એલર્ટ મતક્ષેત્રમાં આવે છે, એટલે કે આ બેઠકો પર ત્રણ કે તેથી વધુ ઉમેદવારો સામે ગુના નોંધાયેલા છે.

વર્ષ 2012માં રેડ એલર્ટ મતક્ષેત્રોની સંખ્યા 25 હતી જે 2017માં વધીને 34 થઈ અને 5 વર્ષમાં આ આંકડો 44 પર પહોંચી ગયો છે. ભાષમાં ભોળી અને સારી-સારી વાતો કરનારા પક્ષના નેતાઓ ઉમેદવાર પસંદગી વખતે પોતાના કાટલા બદલી નાખતી હોવાનું તારણ વિશ્લેષણમાં સામે આવી રહ્યું છે. ગુજરાત ઈલેક્શન વોચ અને એડીઆર સંસ્થા દ્વારા તમામ 182 બેઠકો પર ઉમેદવારોની સંપત્તિ અને રેલ એલર્ટ મતક્ષેત્ર અંગે અભ્યાસ કરવામાં આવ્યો છે.

ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારો
ગુજરાતમાં યોજાઈ રહેલી ચૂંટણીમાં 1621 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે અને તેમાં 1483 પુરુષ ઉમેદવારો છે અને 138 મહિલા ઉમેદવારો છે જેમાંથી ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારોનો આંકડો 330 થાય છે. જેમાં ગંભીર ગુનો ધરાવતા ઉમેદવારો 192 છે, મહિલાઓ સામેના ગુના નોંધાયા હોય તેવા ઉમેદવારોની સંખ્યા 18 થાય છે. હત્યાનો ગુનો નોંધાયો હોય તેવા 5 ઉમેદવાર છે.

1621 ઉમેદવારોમાંથી કરોડપતિ ઉમેદવારોની સંખ્યા 456 છે, જેમાંથી 997 સાક્ષર છે અને 42 નિરક્ષર છે. 997 ધોરણ-12 સુધીનો અભ્યાસ કરી ચૂક્યા છે. ડૉક્ટરેટ પદવી ધરાવતા ઉમેદવારોની સંખ્યા 13 છે. આ ઉમેદવારોમાં કુલ 27 એવા ઉમેદવારો છે કે તેમની ઉંમેર 70 વર્ષથી વધુ છે.

હાર્દિક, અલ્પેશ અને જીજ્ઞેશ સામે પણ નોંધાયા છે ગુનાકોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા વિરમગામના ઉમેદવાર હાર્દિક પટેલ સામે 22 ગુના નોંધાયા છે. જે રાજ્યના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા છે. વિસનગર કોર્ટે હાર્દિકને 2 વર્ષની જેલની સજા પણ કરી છે. હાર્દિકના જૂના સાથી અલ્પેશ કથિરિયા સામે 13 ગુના નોંધાયેલા છે. કતારગામથી ચૂંટણી લડી રહેલા ગોપાલ ઈટાલિયા 19 કેસ નોંધાયેલા છે. ગાંધીનગર દક્ષિણથી લડી રહેલા અલ્પેશ ઠાકોર સામે પણ 6 ગુના નોંધાયેલા છે. આ સિવાય કોંગ્રેસના ઉમેદવાર જીજ્ઞેશ મેવાણી સામે 10 ગુના નોંધાયેલા છે.

Read Next Story