એપશહેર

અમિર ખાન અને કિયારા અડવાણીની હિન્દુ વિરોધી TV એડથી સર્જાયો વિવાદ, વિવેક અગ્નિહોત્રી ભડક્યા

આમિર ખાન અને કિયારા અડવાણીની એક એડવર્ટાઈઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. લોકો તેનો વિરોધ કરી રહ્યા છે અને આરોપ લગાવી રહ્યા છે કે આ એડ હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી રહી છે. આ અંગે વિવેક અગ્નિહોત્રીએ પણ આ એડ મેકર્સને બેવકૂફ ગણાવ્યો છે. તેમણે પોતાના ટ્વિટર પરથી એક વિગતવાર ટ્વિટ કર્યું છે.

I am Gujarat 10 Oct 2022, 8:03 pm

હાઈલાઈટ્સ:

  • હિન્દુઓની રીત રિવાજો સામે સામે પ્રશ્ન સર્જ્યો
  • સદીઓ જૂના હિંદુ રીત રિવાજોને બદલવાની તરફેણ કરી
  • AU સ્મોલ ફાયનાન્સ બેન્કની આ એડમાં વિવાદ સર્જાયો છે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Amir Khan
આમિર ખાન ફરી વિવાદમાં આવ્યો છે
અભિનેત્રા આમિરખાન અને કિયારા અડવાણીની એક એડવર્ટાઈઝ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. બન્ને આ એડમાં નવ પરણિત દંપતી તરીકે જોવા મળે છે. જ્યારથી આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે ત્યારથી આ એડને લઈ વ્યાપક પ્રશ્નો સર્જાયા છે. આ એડ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ ઓનલાઈન ટીકાનો વિષય બની ગઈ છે. સોશિયલ મીડિયા પર અનેક લોકોએ હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચાડનાર આ જાહેરાતની આકરી ટીકા કરી રહ્યા છે. ફિલ્મમેકલ વિવેક અગ્નિહોત્રીએ આ એડવર્ટાઈઝનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો અને બ્રાંડની ખોટી સામાજીક સક્રિતા માટે ટીકા કરી છે. આ સાથે તેમણે મેકર્સને બેવકૂફ કહ્યાં હતા.

આ એડથી વિવાદોમાં આવ્યા આમિર-કિયારા
આ જાહેરાત AU સ્મોલ ફાયનાન્સ બેન્ક માટેની છે. તેમા આમિર અને કિયારા અડવાણીને નવવિવાહિત તરીકે એક કારમાં લગ્ન બાદ ઘરે જતા દેખાડવામાં આવે છે. તે ચર્ચા કરે છે કે તેમના પૈકી કોઈ પોતાના ઘરેથી નિકળતા પહેલા વિદાય સમયે કોઈ રડ્યું નહીં. ત્યારે એવી જાણ થાય છે કે સામાન્ય પ્રથાથી વિપરીત વરરાજા કે જે કિયારાના બીમાર પિતાની દેખરેખ કરવામાં તેમની મદદ કરવા માટે દુલ્હનના ઘરે ગયા છે. દુલ્હનને એમ કરવાની પરંપરાથી વિપરીત, વરરાજા તેમના નવા ઘરમાં પ્રથમ પગલું માડે છે. આમિર ત્યારબાદ એક બેંકમાં જોવા મળે છે અને હિંદીમાં કહે છે કે 'સદીઓથી ચાલી આવી રહેલી પરંપરાઓ ક્યો ચલતી હૈ? ઈસલિએ હમ દર બેન્કિંગ પરંપરા પર સવાલ ઉઠાતે હૈ। તાકી આપકો બેહતરીન સેવા મિલે.'
લોકોને આ એડ પસંદ નહીં આવી
અનેક લોકોએ ટ્વિટ પર ત્યા સુધી દાવો કર્યો છે કે તેઓ વિરોધમાં બેન્કમાં પોતાના ખાતા બંધ કરી રહ્યા છે. આ સાથે લોકો જે બેન્કની એડ છે તેનો બોયકોટ ટ્રેંડમાં છે. સોમવાર બપોરથી સુધીમાં ટ્વિટર બ્રાન્ડનો બહિષ્કાર કરવાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો હતો. જોકે અત્યાર સુધીમાં આ મુદ્દે બેન્ક અથવા નિષ્ણાતોએ કોઈ ટિપ્પણી કરી નથી.

અગાઉ પણ વિવાદોમાં આમિર ખાન
આમિર ખાન સાથે આ પ્રથમ વખત વિવાદ જોડાયો નથી. આ અગાઉ પણ તેણે વર્ષ 2016માં ધાર્મિક અસહિષ્ણુતા અંગે આપેલા નિવેદનો અંગે વ્યાપક ટીકાનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે તેણે કહ્યું હતું કે તેની ભૂતપૂર્વ પત્ની કિરણ રાવ ભારતમાં અસુરક્ષિત હોવાનો અહેસાસ કરતી હતી. ઓગસ્ટમાં તેની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની રિલીઝ અગાઉ તેની વર્ષ 2016ની કોમેન્ટને ફરી દેખાડી હતી, જેમાં અનેક લોકોએ માંગ કરી હતી કે આમિર તેની અગાઉની ટિપ્પણી અંગે માફી માગવી જોઈએ અન્યથા ફિલ્મના બહિષ્કારનો સામનો કરવો જોઈએ. આ સંજોગોમાં ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા ફ્લોપ ગઈ હતી.

Read Next Story