એપશહેર

પિતા બન્યો બોલીવુડ એક્ટર અપારશક્તિ ખુરાના, પત્ની આકૃતિએ આપ્યો દીકરીને જન્મ

ઇન્સ્ટાગ્રામ પર અભિનેતાએ પોસ્ટ કરતાં લખ્યુ, અપારશક્તિ અને આકૃતિ 27 ઓગસ્ટ, 2021એ અરજોઇ એ. ખુરાનાનું પ્રેમમથી સ્વાગત કરે છે

I am Gujarat 27 Aug 2021, 5:29 pm

હાઈલાઈટ્સ:

  • પિતા બનવાની ખુશી વ્યક્ત કરતાં અપારશક્તિ ખુરાનાએ શુક્રવારે પોતાના ઇન્સ્ટાગ્રામ પણ એક કાર્ડ શેર કર્યું
  • દીકરીના જન્મ પર ભૂમિ પેડનેકર અને નૂસરત ભરુચા સહિત અનેક સિલેબ્સ એ અભિનંદન પાઠવ્યા
  • અપારશક્તિ ખુરાના અને આકૃતિ આહુજાએ 7 સપ્ટેમ્બર 2014માં લગ્ન કર્યા હતા
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat 2
મુંબઇઃ બોલીવુડ એક્ટર અપારશક્તિ ખુરાના અને પત્ની આકૃતિ આહુજા એક સુંદર દીકરીના પેરેન્ટ્સ બની ગયા છે. પત્ની આકૃતિએ દીકરીને જન્મ આપ્યાની જાણકારી અભિનેતાએ જાતે જ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જે પછી અભિનેતાના શુભેચ્છકોએ પતિ-પત્નીને ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
View this post on Instagram A post shared by Aparshakti Khurana (@aparshakti_khurana)

પિતા બનવાની ખુશી વ્યક્ત કરતાં અપારશક્તિ ખુરાનાએ શુક્રવારે પોતાના ઇન્સ્ટાગ્રામ પણ એક કાર્ડ શેર કર્યું હતું. જેમાં લખ્યું હતું કે, અપારશક્તિ અને આકૃતિ 27 ઓગસ્ટ, 2021એ અરજોઇ એ. ખુરાનાનું પ્રેમમથી સ્વાગત કરે છે. અપારશક્તિની આ પોસ્ટ પર એક્ટ્રેસ ભૂમિ પેડનેકર અને નૂસરત ભરુચા સહિત તમામ સિલેબ્સએ અભિનંદન આપ્યા હતા.
View this post on Instagram A post shared by Aparshakti Khurana (@aparshakti_khurana)

આ પહેલા અપારશક્તિ ખુરાનાએ પત્ની આકૃતિ આહુજાના બેબી બંપના ફોટોશૂટની અનેક ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. અભિનેતાએ 4 જૂને પત્ની આકૃતિ પ્રેગ્નેન્ટ હોવાની ખુશખબરી આપી હતી. અપારશક્તિ ખુરાના અને આકૃતિ આહુજાએ 7 સપ્ટેમ્બર 2014માં લગ્ન કર્યા હતા.
વર્કફ્રન્ટની વાત કરીએ તો અપારશક્તિ ખુરાના આગામી ફિલ્મ હેલમેટમાં જોવા મળશે. જે સોલો લિડ રોલમાં અભિનેતાની પહેલી ફિલ્મ છે. આ કોમેડી ફિલ્મ છે જેને સતરામ રમાનીએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં અભિનેતા સાથે પ્રાનૂતન બહલ, અભિષેક બેનર્જી અને આશીષ વર્મા પણ છે.

Read Next Story