એપશહેર

પત્ની ઐશ્વર્યા રજનીકાંતથી અલગ થયો ધનુષ, 18 વર્ષના લગ્નજીવન પર મૂક્યું પૂર્ણવિરામ

ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતે અલગ થવાનો નિર્ણય લીધો છે. આ અંગેની જાહેરાત તેમણે સોશિયલ મીડિયા પર કરી છે.

I am Gujarat 18 Jan 2022, 9:09 am

હાઈલાઈટ્સ:

  • 18 વર્ષ સુધી અમે મિત્રો અને દંપતી તરીકે એકબીજાની ભલાઈ ઈચ્છતા રહ્યાઃ ધનુષ
  • ઐશ્વર્યા રજનીકાંતે અલગ થવાના નિર્ણયનું માન જાળવવાની ફેન્સને કરી વિનંતી
  • આનંદ એલ. રાયની ફિલ્મ 'અતરંગી રે'માં જોવા મળ્યો હતો એક્ટર ધનુષ કે. રાજા
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat actor dhanush k raja and his wife aishwaryaa rajinikanth have parted ways as a couple
પત્ની ઐશ્વર્યા રજનીકાંતથી અલગ થયો ધનુષ, 18 વર્ષના લગ્નજીવન પર મૂક્યું પૂર્ણવિરામ
સાઉથ એક્ટર ધનુષ કે. રાજા અને પત્ની ઐશ્વર્યા રજનીકાંતે 18 વર્ષના લગ્નજીવન પર પૂર્ણવિરામ મૂકી દંપતી તરીકે અલગ થવાનો નિર્ણય લીધો છે. ધનુષ અને ઐશ્વર્યાએ આ વાતની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી છે.


'પુષ્પા' ફિલ્મમાં આઈટમ સોંગ કરવા સામંથાને અલ્લુ અર્જુને મનાવી હતી, લીધા હતા 5 કરોડ રૂપિયા
સોમવારે ધનુષે તેના ટ્વિટર પર પત્ની ઐશ્વર્યાથી અલગ થવાની વાત કરી હતી. ટ્વીટમાં તેણે લખ્યું છે '18 વર્ષ સુધી અમે મિત્રો, દંપતી, માતા-પિતા તરીકે એકબીજાની ભલાઈ ઈચ્છતા રહ્યા. આ જર્ની આગળ વધવાની, સમજવાની, મેળ કરવાની અને એકબીજા સાથે અનુકૂળ રહેવાની રહી. આજે અમે તેવી જગ્યાએ ઉભા છીએ જ્યાં અમારા માર્ગ અલગ છે. ઐશ્વર્યા અને મેં દંપતી તરીકે અલગ થવાનો નિર્ણય લીધો છે અને અમારા સારા માટે અમે એકબીજાને સમય આપવા અને સમજવા માગીએ છીએ. અમારા નિર્ણયનું સન્માન કરવા વિનંતી અને અમને તેની સાથે ડીલ કરવા માટે પ્રાઈવસી આપજો. ઓમ નમોશિવાય! પ્રેમ ફેલાવતા રહો-ધનુષ'.
View this post on Instagram A post shared by Aishwaryaa R Dhanush (@aishwaryaa_r_dhanush)

વિકી સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરીને ઇન્દોરથી મુંબઇ પહોંચી કેટરિના કૈફ, શૂટિંગ શરૂ કરશે
રજનીકાંતની દીકરી ઐશ્વર્યાએ પણ તેના સોશિયલ મીડિયા પર આ વિશેની જાણકારી આપી છે. '18 વર્ષ સુધી અમે મિત્રો, દંપતી, માતા-પિતા તરીકે એકબીજાની ભલાઈ ઈચ્છતા રહ્યા. આ જર્ની આગળ વધવાની, સમજવાની, મેળ કરવાની અને એકબીજા સાથે અનુકૂળ રહેવાની રહી. આજે અમે તેવી જગ્યાએ ઉભા છીએ જ્યાં અમારા માર્ગ અલગ છે. ધનુષ અને મેં દંપતી તરીકે અલગ થવાનો નિર્ણય લીધો છે અને અમારા સારા માટે અમે એકબીજાને સમય આપવા અને સમજવા માગીએ છીએ. અમારા નિર્ણયનું સન્માન કરવા વિનંતી અને અમને તેની સાથે ડીલ કરવા માટે પ્રાઈવસી આપજો. તમન બધાને ખૂબ બધો પ્રેમ-ઐશ્વર્યા રજનીકાંત'.

રજનીકાંતની દીકરી ઐશ્વર્યા અને ધનુષે 18 નવેમ્બર, 2004માં લગ્ન કર્યા હતા. બંનેને યાત્રા રાજા અને લિંગા રાજા એમ બે દીકરાઓ પણ છે.

ધનુષે ઐશ્વર્યાની ડિરેક્ટોરિયલ ડેબ્યૂ '3'માં કામ કર્યું હતું અને ફિલ્મનું સોન્ગ 'કોલાવેરી ડી' રાતોરાત હિટ થયું હતું. ધનુષ છેલ્લે આનંદ એલ. રાયની ફિલ્મ 'અતરંગી રે'માં સારા અલી ખાન અને અક્ષય કુમાર સાથે જોવા મળ્યો હતો. ફિલ્મમાં તેની એક્ટિંગની ઘણી પ્રશંસા થઈ હતી.

રજનીકાંતની બીજી દીકરી સૌંદર્યાના પણ ડિવોર્સ થઈ ચૂક્યા છે. સૌંદર્યાએ બિઝનેસમેન અશ્વિન સાથે લગ્ન કર્યા હતા અને 2017માં તેઓ અલગ થયા હતા.

Read Next Story