એપશહેર

પેરેન્ટ્સ બનવાના છે 'વિરુષ્કા', અનુષ્કા શર્માએ બેબી બંપ ફ્લોન્ટ કરીને આપ્યા ગુડ ન્યૂઝ

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની ગણતરી પાવર કપલમાં થાય છે. 'વિરુષ્કા'ના ફેન્સ ઘણા સમયથી તેમના બાળકના જન્મની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે કપલે ગુડ ન્યૂઝ શેર કરી દીધા છે.

I am Gujarat 27 Aug 2020, 11:41 am
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના ફેન્સને જેની લાંબા સમયથી ઇંતેજારી હતી તે સમાચાર આવી ગયા છે. હાર્દિક પંડ્યા પિતા બન્યો પછી વિરાટ કોહલીને ફેન્સ સતત પૂછી રહ્યા હતા કે તે અને અનુષ્કા ક્યારે પેરેન્ટ્સ બનશે. આખરે આ ખુશ ખબર આવી ગયા છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા જલદી જ બેમાંથી ત્રણ થવાના છે.
I am Gujarat anushka preg

View this post on Instagram And then, we were three! Arriving Jan 2021 ❤️🙏 A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on Aug 26, 2020 at 10:32pm PDT


અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પર પોસ્ટ મૂકીને જાણકારી આપી છે તેઓ પેરેન્ટ્સ બનાવાના છે. વિરાટ-અનુષ્કાએ એક તસવીર શેર કરી છે જેમાં અનુષ્કાનો બેબી બંપ દેખાઈ રહ્યો છે. તસવીર શેર કરતાં વિરાટે લખ્યું, "અને પછી અમે ત્રણ થયા. જાન્યુઆરી 2021માં આવે છે."
View this post on Instagram And then, we were three! Arriving Jan 2021 ❤️🙏 A post shared by Virat Kohli (@virat.kohli) on Aug 26, 2020 at 10:32pm PDT


વિરાટ અને અનુષ્કાએ પોતપોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર બેબી બંપ ફ્લોન્ટ કરતી તસવીર શેર કરતાં જ તેમના પર શુભેચ્છાનો વરસાદ થઈ રહ્યો છે. ફેન્સ અને ફ્રેન્ડ્સ કપલને શુભકામના આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી અને એક્ટ્રેસ અનુષ્કા શર્માએ ડિસેમ્બર 2017માં લગ્ન કર્યા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો