એપશહેર

મલયાલી બાદ બંગાળી રીતરિવાજ મુજબ એક્ટ્રેસ મૌની રોયે કર્યા લગ્ન, જુઓ PHOTO

મૌની રોય અને સૂરજ નામ્બિયારના લગ્ન મલયાલમ રિવાજો મુજબ પૂર્ણ થયા પછી હવે સાંજે તેમણે બંગાળી રિવાજો મુજબ લગ્ન કર્યા છે.

I am Gujarat 27 Jan 2022, 10:53 pm

હાઈલાઈટ્સ:

  • મૌની અને સૂરજે ગોવાના એક ફાઈવ સ્ટાર રિસોર્ટમાં લગ્ન કર્યા છે.
  • જેમાં મૌની અને સૂરજની લગ્નનો મંડપ પુલની અંદર બનાવાયો હતો.
  • મૌની રોયની પહેલી મુલાકાત સૂરજ નામ્બિયાર સાથે દુબઈમાં થઈ હતી.

હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat pablo (4)
બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય અને સૂરજ નામ્બિયારના લગ્નની લાંબા સમયથી ચર્ચા ચાલતી હતી. આખરે મૌની રોય પરણી ગઈ છે. મૌની રોય અને સૂરજ નામ્બિયારના લગ્ન મલયાલમ રિવાજો મુજબ પૂર્ણ થયા પછી હવે સાંજે તેમણે બંગાળી રિવાજો મુજબ લગ્ન કર્યા છે. જેમાં એક્ટ્રેસ મૌની રોય ઓથેન્ટિક રેડ લહેંગામાં જોવા મળી. મૌની અને સૂરજે ગોવાના એક ફાઈવ સ્ટાર રિસોર્ટમાં લગ્ન કર્યા છે. જેમાં મૌની અને સૂરજની લગ્નનો મંડપ પુલની અંદર બનાવાયો હતો.
View this post on Instagram A post shared by bollywood and world (@_bollywood_and_world_)

એક્ટ્રેસ મૌની રોયનો પતિ સૂરજ નામ્બિયારનો જન્મ કર્ણાટકના બેંગલુરુમાં જૈન પરિવારમાં થયો હતો. તે દુબઈમાં બેન્કર અને બિઝનેસમેન છે. સૂરજ નામ્બિયારે શરૂઆતનું શિક્ષણ જૈન ઈન્ટરનેશનલ રેસિડેન્શિયલ સ્કૂલમાંથી લીધું હતું. વર્ષ 2008માં સૂરજ નામ્બિયારે બેંગલુરુની આરવી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી સિવિલ એન્જિનિયરિંગના કોર્સમાં એડમિશન લીધું હતું. સૂરજ નામ્બિયારને ટ્રાવેલિંગ અને વાંચવાનો શોખ છે. તેને એક ભાઈ પણ છે, જેનું નામ નીરજ છે, જે પુણેમાં એક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીનો કો-ફાઉન્ડર છે. સૂરજ નામ્બિયારે અશોરા ઈન્ડિયામાં એક ઈન્ટર્ન તરીકે કામ કર્યું છે. આ સિવાય સંયુક્ત અરબ અમીરાતમાં કેપિટલ માર્કેટમાં ડિરેક્ટ હેડ છે. આ સાથે તે ચાર્ટર્ડ અલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ એનાલિસ્ટ અસોસિએશનનો સભ્ય પણ છે.
View this post on Instagram A post shared by bollywood and world (@_bollywood_and_world_)

મૌની રોયની પહેલી મુલાકાત સૂરજ નામ્બિયાર સાથે દુબઈમાં થઈ હતી અને બંનેએ બાદમાં ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું. જો કે, બંનેએ ક્યારેય પણ તેમના રિલેશનશિપને કન્ફર્મ કર્યા નહોતા. પાર્ટીઓમાં ઘણીવાર તેઓ સાથે જોવા મળતા હતા. ગ્લેમરસ લૂક પસંદ કરતી મૌની રોયે લગ્ન માટે સિમ્પલ સાડી પર પસંદગી ઉતારી હતી. મૌની અને સૂરજે મલયાલી રિવાજો પ્રમાણે લગ્ન કર્યા છે ત્યારે એક્ટ્રેસે પોતાના કપડા અને ઘરેણાંની પસંદગી પણ તે મુજબ કરી હતી. મોડર્ન હોવાની સાથે મૌની પરંપરાઓને પણ દિલથી માને છે એટલે જ તેના લગ્ન દરમિયાન દરેક રિવાજનું પાલન થાય તેનું એક્ટ્રેસે ધ્યાન રાખ્યું હતું.
View this post on Instagram A post shared by mon (@imouniroy)

મૌની રોયે સૂરજ સાથે લગ્ન બાદ તસવીરો શેર કરતાં લખ્યું, "આખરે મેં તેને શોધી લીધો. હાથમાં હાથ નાખીને, પરિવાર અને મિત્રોના આશીર્વાદ સાથે અમે લગ્ન કરી લીધા છે. તમારા સૌનો પ્રેમ અને આશીર્વાદ જોઈએ છે. 27.01.22. સ્નેહ- સૂરજ અને મૌની." સૂરજ નામ્બિયારે પણ ઈન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો શેર કરતાં લખ્યું, "27.01.2022- મારી બેસ્ટ ફ્રેન્ડ અને મારા જીવનના પ્રેમ સાથે લગ્ન કર્યા. ધરતી પરનો સૌથી ભાગ્યશાળી જીવિત પુરુષ હોવાની લાગણી થઈ રહી છે." મૌનીએ આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં 'આઈ લવ યુ' લખ્યું છે.

Read Next Story