એપશહેર

નાના-નાની બન્યા ધર્મેન્દ્ર-હેમા માલિની, અહાનાએ આપ્યો જુડવા બાળકીઓને જન્મ

હેમા માલિની અને ધર્મેન્દ્રની નાની દીકરી અહાનાએ જુડવા બાળકીઓને જન્મ આપ્યો છે. અહાના પહેલાથી જ એક દીકરાની મા છે.

I am Gujarat 28 Nov 2020, 9:56 am
હેમા માલિની અને ધર્મેન્દ્ર ફરી એકવાર નાના-નાની બન્યા છે. કપલની નાની દીકરી અહાના દેઓલ મા બની છે. તેણે 26મી નવેમ્બરે જુડવા બાળકીઓને જન્મ આપ્યો છે. અહાના દેઓલ અને તેના પતિ વૈભવ વોહરાએ પોતાની બાળકીઓનું નામ Astraia અને Adea પાડ્યા છે. અહાના હાલ હોસ્પિટલમાં છે.
I am Gujarat ahana deol gives birth to twins hema malini dharmendra become grandparents
નાના-નાની બન્યા ધર્મેન્દ્ર-હેમા માલિની, અહાનાએ આપ્યો જુડવા બાળકીઓને જન્મ



અહાનાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા આ ખુશખબર ફેન્સને આપ્યા છે. અહાનાએ એક ફોટો શેર કર્યો છે. જેમાં લખ્યું છે કે, 'કેટલાક ચમત્કાર જોડિઓમાં થાય છે. અમને જણાવતા ખુશી થઈ રહી છે કે અમારે ત્યાં બે જુડવા દીકરીઓ Astraia અને Adeaનો જન્મ થયો છે. માતા-પિતા અહાના અને વૈભવ વોહરા. ઉત્સાહિત ભાઈ દરિયાન વોહરા. દાદા-દાદી પુષ્પા અને વિપિન વોહરા, નાના-નાની હેમા માલિની અને ધર્મેન્દ્ર દેઓલ'.

અહાના દેઓલે 2 ફેબ્રુઆરી, 2014માં બિઝનેસમેન વૈભવ વોહરા સાથે લગ્ન કર્યા હતા. જેના બીજા જ વર્ષે એટલે કે 2015માં કપલને ત્યાં પહેલા સંતાનનું આગમન થયું હતું. જુડવા દીકરીઓ સિવાય બંને પહેલાથી જ દીકરા દરિયાનના માતા-પિતા છે.

View this post on Instagram A post shared by 🌀Ahana Deol Vohra (@a_tribe)

વર્કફ્રંટની વાત કરીએ તો, અહાના દેઓલે સંજય લીલા ભણશાલીની રિતિક રોશન અને ઐશ્વર્યા રાય સ્ટારર ફિલ્મ ગુઝારિશમાં આસિસ્ટ કર્યું હતું. આ ફિલ્મ 2009માં રિલીઝ થઈ હતી.

હેમા માલિની બિઝી શિડ્યૂલની વચ્ચે પોતાના પરિવાર માટે સમય કાઢી જ લે છે. હાલમાં જ ઈશા દેઓલના જન્મદિવસ પર લોકડાઉનમાં પોતાના ઘરે એક હવનનું આયોજન કર્યું હતું. હેમા માલિનીની મોટી દીકરી ઈશાને પણ રાધ્યા અને મિરાયા નામની બે જુડવા બાળકીઓ છે.

View this post on Instagram A post shared by 🌀Ahana Deol Vohra (@a_tribe)

હેમા માલિની ઘણીવાર દીકરીઓના બાળકો સાથે સમય પસાર કરતી જોવા મળે છે. થોડા દિવસ પહેલા તેઓ અહાનાના દીકરાને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન બંનેને મોબાઈલમાં વ્યસ્ત જોઈને અહાનાએ તસવીર ખેંચી લીધી હતી.

Read Next Story