એપશહેર

દીકરી Aaradhyaને જીવનના મહત્વના પાઠ શીખવી રહી છે Aishwarya Rai, ઉછેરમાં આપી રહી છે પૂરતું ધ્યાન

ઐશ્વર્યા રાયની (Aishwarya Rai) દીકરી આરાધ્યા બચ્ચન (Aaradhya Bachchan) ફોટોગ્રાફર્સના ફેવરિટ સ્ટારકિડ્સમાંથી એક છે. જ્યારે તે ઘર બહાર નીકળે છે ત્યારે તેની તસવીરો છવાઈ જાય છે. હાલમાં અભિષેક બચ્ચને (Abhishek Bachchan) દીકરીને મળી રહેલા પ્રેમ વિશે વાત કરી હતી. આ સિવાય અત્યારથી તેને શું શીખવવામાં આવી રહ્યું છે તે વિશે પણ જણાવ્યું હતું.

Authored byમિત્તલ ઘડિયા | I am Gujarat 9 Apr 2022, 2:27 pm

હાઈલાઈટ્સ:

  • આરાધ્યા બે એક્ટર્સની દીકરી અને બે એક્ટર્સની પૌત્રી હોવાથી છવાયેલી રહે છેઃ અભિષેક બચ્ચન
  • ગ્રાઉન્ડેડ કેવી રીતે રહેવું તે અંગે દીકરી આરાધ્યાને શીખવતી રહી છે ઐશ્વર્યા રાય
  • હિંદી કવિતા બોલી રહી હોય તેવો આરાધ્યાનો વીડિયો હાલમાં જ થયો હતો વાયરલ
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat aishwarya rai bachchan abhishek bachchan aaradhya
દીકરી આરાધ્યાને મળી રહેલા પ્રેમથી ખુશ છે અભિષેક બચ્ચન (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ પરથી સાભાર)
માત્ર સેલિબ્રિટી જ નહીં પરંતુ સ્ટાર કિડ્સ પણ ઘણીવાર મીડિયાના સતતથી અટેન્શનથી પરેશાનીનો સામનો કરે છે. અમુક વખતે પર્સનલ સ્પેસના અભાવના કારણે સ્થિતિ વધારે ખરાબ બની જાય છે. અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાયની (Aishwarya Rai) દીકરી આરાધ્યા બચ્ચન (Aaradhya Bachchan) પણ તેવા સ્ટારકિડ્સમાંથી એક છે. તેની સ્કૂલ એક્ટિવિટી હોય કે પછી ફેમિલી આઉટિગ, આરાધ્યા વિશેની એક વાત એવી નથી જે વાયરલ ન થઈ હોય. હાલમાં, સોશિયલ મીડિયા પર આરાધ્યાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે હિંદી કવિતા બોલતી જોવા મળી હતી. તેનો આ વીડિયો ફેન્સને પસંદ આવ્યો હતો.
સોનાક્ષી સિન્હાની વેનિટી વેનના બાથરૂમમાં ઘૂસી ગયો ફેન, એવી હરકત કરી કે ડરી ગઈ
હવે, આરાધ્યાના પિતા અભિષેક બચ્ચને તેની દીકરીને મળી રહેલા પ્રેમ વિશે પ્રતિક્રિયા આપી હતી. એક ટ્વિટર યૂઝરે હાલમાં તે વીડિયો રિટ્વીટ કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું 'વારસો જળવાઈ રહ્યો છે'. યૂઝરે આ સાથે અભિષેક બચ્ચન અને તેના દાદા અમિતાભ બચ્ચનને (Abhishek Bachchan) પણ ટેગ કર્યા હતા.

હાલમાં સ્કૂલમાંથી આરાધ્યાના વીડિયો ઓનલાઈન અપલોડ થવા અંગે એક મીડિયા આઉટલેટ સાથે વાતચીત કરતાં અભિષેક બચ્ચે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ તેની સ્કૂલમાંથી લીક થઈ રહ્યા નથી. આરાધ્યા જ્યારે ઘરની બહાર નીકળે છે ત્યારે તેની તસવીરો ક્લિક કરવામાં આવે છે અને આ મુદ્દા પર ચર્ચા કરવાનો હવે કોઈ અર્થ નથી. તે બે એક્ટર્સની દીકરી અને બે એક્ટર્સની પૌત્રી હોવાથી આમ થતું રહે છે.

40મા બર્થ ડે પર અલ્લુ અર્જુને યુરોપમાં કર્યું ગ્રાન્ડ સેલિબ્રેશન, પત્ની સાથે કર્યું ટ્વિનિંગ
વધુમાં તેણે ખુલાસો કર્યો હતો કે, ગ્રાઉન્ડેડ કેવી રીતે રહેવું તે અંગે ઐશ્વર્યા દીકરી આરાધ્યાને શીખવતી રહે છે. અભિષેકે જણાવ્યું હતું કે, લોકો તેના પર ખૂબ પ્રેમ વરસાવતા હોવા છતાં તેને કેવી રીતે આભારી અને નમ્ર રહેવું તે શીખવવામાં આવે છે. આ સિવાય આરાધ્યા જો એક્ટિગમાં કરિયર બનાવવાનું પસંદ કરશે તો તેણે સ્ટાર કિડ હોવા છતાં સખત મહેનત કરવી પડશે. માતા-પિતા તરીકે, તેઓ જાણતા હતા કે તેમની દીકરી સાથે આમ થશે અને તેમણે તે સ્વીકારવું પડશે.

વર્ક ફ્રંટની વાત કરીએ તો, અભિષેક બચ્ચની ફિલ્મ 'દસવી' હાલમાં જ રિલીઝ થઈ છે. જેમાં નિમ્રત કૌર અને યામી ગૌતમ પણ લીડ રોલમાં છે. ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સ તરફથી મિશ્ર પ્રતિક્રિયા મળી છે. બીજી તરફ, ઐશ્વર્યા મણિરતન્મની ફિલ્મ 'પોનીયીન સેલ્વન'માં (Ponniyin Selvan) જોવા મળશે.
લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story