એપશહેર

'પોન્નિયિન સેલ્વન'ના સેટ પર Aaradhya Bachchanને મળી હતી ખાસ કામ કરવાની તક, મમ્મી Aishwarya Raiની જેમ મણિરત્નમથી પ્રભાવિત

ઐશ્વર્યા રાય બચ્ચન છેલ્લે 2018માં આવેલી ફિલ્મ 'ફન્ને ખાં'માં જોવા મળી હતી. ઐશ્વર્યા જેમને ગુરુ માને છે તેવા ડાયરેક્ટર મણિરત્નમની ફિલ્મથી તે વાપસી કરી રહી છે. 'પોન્નિયિન સેલ્વન પાર્ટ-1'માં ઐશ્વર્યા ઉપરાંત ત્રિશા કૃષ્ણનન, શોભિતા ધુલિપાલા, કાર્થી, વિક્રમ જેવા કલાકારો મહત્વના રોલમાં છે. આ ફિલ્મ 30 સપ્ટેમ્બરે થિયેટરમાં રિલીઝ થવાની છે.

Authored byશિવાની જોષી | I am Gujarat 25 Sep 2022, 12:17 pm

હાઈલાઈટ્સ:

  • આરાધ્યાએ મમ્મીની ફિલ્મ 'પોન્નિયિન સેલ્વન'ના સેટની મુલાકાત લીધી હતી.
  • ઐશ્વર્યાએ કહ્યું- ફિલ્મના સેટ પર આવીને આરાધ્યા આભી રહી ગઈ હતી.
  • મણિરત્નમે આરાધ્યાનું ફિલ્મના સેટ પર ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.
હાઈલાઈટ ટેક્સ્ટ
બોલિવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) હાલ ફિલ્મ 'પોન્નિયિન સેલ્વન પાર્ટ-1'ને લઈને ચર્ચામાં છે. મણિરત્નમના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ દ્વારા ઐશ્વર્યા રાય ચાર વર્ષ બાદ ફિલ્મી પડદે વાપસી કરી રહી છે. હાલ તો ઐશ્વર્યા રાય 'પોન્નિયિન સેલ્વન પાર્ટ-1'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. શનિવારે સાંજે મુંબઈમાં 'પોન્નિયિન સેલ્વન પાર્ટ-1'ની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં મણિરત્નમ અને ઐશ્વર્યા સહિત ફિલ્મની ટીમ ઉપસ્થિત રહી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઐશ્વર્યા રાયે ખુલાસો કર્યો કે તેની દીકરી આરાધ્યાને ફિલ્મના સેટ પર આવવાની તક મળી હતી. ભવ્ય સેટ અને માહોલ જોઈને આરાધ્યાની કેવી પ્રતિક્રિયા હતી તેના વિશે પણ ઐશ્વર્યાએ જણાવ્યું.

ફાલ્ગુની પાઠકે કહ્યું-''ઓ સજના' સાંભળીને ઉબકો આવ્યો', નેહા કક્કડે આપ્યો સામો જવાબ

આરાધ્યાએ લીધી હતી 'પોન્નિયિન સેલ્વન'ના સેટની મુલાકાત

48 વર્ષીય ઐશ્વર્યા રાયે દીકરી આરાધ્યાની 'પોન્નિયિન સેલ્વન પાર્ટ-1'ના સેટની મુલાકાતને યાદ કરતાં કહ્યું, "પીરિયડ ડ્રામા જોવાની હંમેશા મજા આવે છે અને આરાધ્યાને સેટ પર આવવાની તક મળી હતી. તે મને મળવા આવી હતી. ફિલ્મનો સેટ તે અભિભૂત થઈ ગઈ હતી. હું તેની આંખોમાં એ ભાવ વાંચી શકતી હતી. આરાધ્યાને ખબર છે કે હું મણિરત્નમ સરનો કેટલો આદર કરું છું અને તેમની સાથે કામ કરવું પસંદ છે. તેણી પણ તેમને માન આપે છે અને તે પણ તેમનાથી પ્રભાવિત છે. જ્યારે તે સેટ પર આવી ત્યારે સરે પણ તેનું ઉમળકાથી સ્વાગત કર્યું હતું અને પ્રેમ દર્શાવ્યો હતો."

સેલિબ્રિટી ન્યૂટ્રીશનિસ્ટ ઋજુતા દિવેકરનાં મહેમાન બન્યા કરીના-કરિશ્મા, ખાધી મહારાષ્ટ્રીયન વાનગીઓ

એક્શન કહેવાનો મોકો મળતાં ખુશ થઈ આરાધ્યા

ઐશ્વર્યાએ વાત આગળ વધારતા ઉમેર્યું, "મને લાગે છે કે આરાધ્યાને સૌથી વધુ મજા એ દિવસે આવી હતી જ્યારે મણિરત્નમ સરે તેને 'એક્શન' કહેવાની તક આપી હતી. મને લાગે છે કે આ જ વાતનો આનંદ અને ઉત્સાહ હજી પણ તેના મનમાં છે. તેને જેટલું આશ્ચર્ય થયું તેટલું જ અમને પણ થયું હતું. આ તેના માટે ખૂબ જ કિંમતી અને યાદગાર ક્ષણ હતી."

ચાર વર્ષ બાદ વાપસી કરી રહી છે ઐશ્વર્યા

ઉલ્લેખનીય છે કે, ઐશ્વર્યા છેલ્લે 2018માં આવેલી ફિલ્મ 'ફન્ને ખાં'માં જોવા મળી હતી. ઐશ્વર્યા જેમને ગુરુ માને છે તેવા મણિરત્નમની ફિલ્મથી તે વાપસી કરી રહી છે. 'પોન્નિયિન સેલ્વન પાર્ટ-1'માં ઐશ્વર્યા ઉપરાંત ત્રિશા કૃષ્ણનન, શોભિતા ધુલિપાલા, કાર્થી, વિક્રમ જેવા કલાકારો મહત્વના રોલમાં છે. આ ફિલ્મ 30 સપ્ટેમ્બરે થિયેટરમાં રિલીઝ થવાની છે.
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story