એપશહેર

અકાલી દળના નેતાએ ડ્રગ પાર્ટી અંગે કરણ જોહર વિરુદ્ધ NCB ચીફને કરી ફરિયાદ

મનજિન્દર સિંહ સિરસાનો દાવો, કરણ જોહર અને અન્ય મોટા લોકો મુંબઈમાં પોતાના ઘરે ડ્રગ પાર્ટી કરે છે, NCB ચીફને તપાસ અને કાર્યવાહી માટે લેખિત ફરિયાદ કરી

I am Gujarat 15 Sep 2020, 7:57 pm
બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB) ડ્રગ એંગલથી તપાસ કરી રહ્યું છે. બીજી તરફ અકાલી દળના નેતા મનજિન્દ સિંહ સિરસાએ NCBના ચીફ રાકેશ અસ્થાનાને બી-ટાઉનના મોટા લોકો વિરુદ્ધ ફરિયાદ કરી છે.
I am Gujarat akali dal leader manjinder singh sirsa files complaint against karan johar and others for organising drug party
અકાલી દળના નેતાએ ડ્રગ પાર્ટી અંગે કરણ જોહર વિરુદ્ધ NCB ચીફને કરી ફરિયાદ


અમારી સહયોગી ચેનલ ટાઈમ્સ નાઉ અનુસાર, અકાલી દળના નેતા મનજિન્દર સિંહ સિરસાએ NCBના ચીફ રાકેશ અસ્થાનાની મુલાકાત કરી છે. તેમણે કરણ જોહર અને અન્ય લોકો દ્વારા મુંબઈમાં પોતાના ઘરે ડ્રગ પાર્ટી કરવા અંગે તપાસ અને કાર્યવાહી માટે લેખિત ફરિયાદ કરી છે.

મનજિન્દર સિંહ સિરસાએ NCBના ચીફને કેટલાક પૂરાવા પણ આપ્યા છે, જે અનુસાર કરણ જોહરના ઘર પર ડ્રગ પાર્ટી થઈ છે. તેમણે કહ્યું કે, શાહિદ કપૂર 'ઉડતા પંજાબ'માં આખી દુનિયા સામે સિખ યુવાનોને નશાખોર દેખાડે છે પણ હકીકત 'ઉડતા બોલિવૂડ' છે.

જણાવી દઈએ કે, સુશાંતના કેસમાં NCBએ ઝડપથી કાર્યવાહી કરતા કેસની મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તી સહિત ઘણા ડ્રગ પેડલર્સને અરેસ્ટ કર્યા હતા. ટીમે મુંબઈ અને ગોવા સહિત ઘણી જગ્યાઓ પર રેડ પાડી હતી.

સોમવારે રાતે NCBની ટીમે સુશાંત સિંહ રાજપૂતના પાવના લેક ખાતેના ફાર્મહાઉસ પર દરોડા પાડ્યા હતા. અહીંથી ટીમને એશટ્રે, હુક્કા સહિત ઘણી બધી વસ્તુઓ મળી આવી હતી. રિપોર્ટ અનુસાર, ઘણી ખૂબ પાર્ટીઝ થતી હતી. રિયા, તેનો ભાઈ શૌવિક ચક્રવર્તી, સુશાંતનો હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાંડા અને ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાની નિયમિતપણે અહીં પાર્ટી કરતા હતા. કહેવાઈ રહ્યું છે કે, સુશાંત ડિપ્રેશનમાં હતો ત્યારે પણ અહીં પાર્ટીઓ યોજવામાં આવતી હતી. તેમના સિવાય બોલિવૂડના અન્ય સ્ટાર્સ પણ એન્જૉય કરવા માટે અહીં આવતા હોવાનું પણ કહેવામાં આવ્યું છે. સુશાંત આ ફાર્મ હાઉસ માટે દર મહિને 2.5 લાખ રૂપિયા ચૂકવતો હતો.

ઉલ્લેખનીય છે કે, જે દિવસથી સુશાંત સિંહ રાજપૂતનું મોત થયું છે તે દિવસની તેની પાછળ વિવિધ કારણો હોવા અંગે ચર્ચા થઈ રહી છે. અત્યાર સુધી તેના મોતને ડિપ્રેશન, નેપોટિઝમ. ડ્રગ કનેક્શન જેવી બાબતો સાથે જોડવામાં આવી રહ્યું છે. NCB ઉપરાંત CBI અને ED જેવી સંસ્થાઓ પણ આ કેસમાં તપાસ કરી રહી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો