એપશહેર

અક્ષય કુમારે મેટ્રોમાં મુસાફરી કરી, પહેલા લોકોએ ઓળખ્યો નહીં પણ ખબર પડતાં જ થયો ટ્રોલ

શિવાની જોષી | I am Gujarat 19 Sep 2019, 1:48 pm
હાલમાં મુંબઈમાં મેટ્રો અને આરે ફોરેસ્ટને લઈને વિવાદ ચાલી રહ્યો છે. એવામાં ખેલાડી કુમાર અક્ષયે મુંબઈ મેટ્રોમાં મુસાફરી કરતાં લોકોનો રોષ ભભૂક્યો છે. અક્ષય કુમારે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે મેટ્રોમાં મુસાફરી કરતો જોવા મળે છે. આ ક્લિપમાં અક્ષય કુમાર મેટ્રોની રાઈડની મજા માણતો જોવા મળે છે. સાથે તેણે 2 કલાકની મુસાફરી 20 મિનિટમાં પૂરી કરવાની ખુશી વ્યક્ત કરી.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોવીડિયોમાં અક્ષયે જણાવ્યું કે, તે ઘાટકોપરમાં શૂટિંગ કરતો હતો. ત્યાંથી તેને વર્સોવા જવાનું હતું. એટલે જ તેણે મેપ પર ટ્રાફિકની હાલત ચેક કરી તો અંદાજિત સમય બે કલાક બતાવતા હતા. અક્ષયે જણાવ્યું કે, તેને અપકમિંગ ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ના ડાયરેક્ટર રાજે મેટ્રો દ્વારા ટ્રાવેલ કરવાની સલાહ આપી હતી. પહેલા તો અક્ષય તૈયાર નહોતો પરંતુ છેવટે તે ‘રિસ્ક’ લેવા તૈયાર થઈ ગયો.My ride for today, the @MumMetro…travelled #LikeABoss from Ghatkopar to Versova beating the peak hours traffic ? pic.twitter.com/tOOcGdOXXl— Akshay Kumar (@akshaykumar) September 18, 2019વીડિયોમાં અક્ષયે કહ્યું કે, તે 2-3 ગાર્ડને સાથે લઈને મેટ્રોમાં ચઢ્યો અને ચૂપચાપ એક ખૂણામાં જઈને ઊભો રહી ગયો. અક્ષયે કહ્યું કે, કેટલાક લોકોએ તેને ઓળખ્યો અને કેટલાક લોકોને ખબર જ ના પડી. અક્ષયે મેટ્રોના વખાણ કરતાં કહ્યું કે, વરસાદમાં પણ મેટ્રો ચાલતી રહી. મેટ્રોની મુસાફરી ઘણી મજેદાર રહી. અંતે અક્ષયે બાજુમાં ઊભેલા ડાયરેક્ટર રાજનો આભાર માન્યો અને પછી ફેન્સને બાય કહીને વીડિયો બંધ કર્યો.Hypocrite !!! Crying over burning of Amazon Rainforest and now smartly justifying the cutting of Aarey forest . ? pic.twitter.com/2Yj6AM12CB— Churchil Dakhole (@imchurchill) September 18, 2019અક્ષયની મેટ્રોની મુસાફરી ભલે શાનદાર રહી હોય પરંતુ તે ટ્રોલ થઈ રહ્યો છે. કેટલાક લોકો અક્ષયની નિંદા કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું, ‘અક્ષય દંભી છે. અમેઝોન રેન ફોરેસ્ટમાં આગ લાગી હતી ત્યારે રડતો હતો અને હવે ખૂબ સહજતાથી આરે જંગલના વૃક્ષો કપાવવાનું સમર્થન કરી રહ્યો છે.’ બીજા એક યૂઝરે લખ્યું, ‘કાકા તમે તો કેનેડા ઉપડી જશો. જતા પહેલા શા માટે આરે ફોરેસ્ટને નષ્ટ કરો છો. તમારા બાળકો કેનેડામાં સ્વચ્છ હવામાં શ્વાસ લેશે પરંતુ મુંબઈમાં રહેતા લોકો અને તેમના બાળકોનું શું. આ બધું બંધ કરો.’
સોશિયલ મીડિયા યૂઝર્સે કરેલા ટ્વિટU r dalal of this govt. #SaveAareyForest— Nitesh (@Sandy20613588) September 18, 2019બીજા એક ટ્વિટર યૂઝરે અક્ષય કુમારને સરકારનો દલાલ ગણાવ્યો. બીજા એક યૂઝરે લખ્યું, ‘ભાઈ આવી જાહેરાત કરવાના કેટલા રૂપિયા લે છે અમને પણ પ્રાઈસ લિસ્ટ મોકલ. અમારે પણ એડ કરાવવી છે.’ અન્ય એક યૂઝરે લખ્યું, ‘આ એક દિવસનો પીઆર સ્ટન્ટ શા માટે? રોજ મુંબઈ મેટ્રોની મુસાફરી કર ને. મુંબઈકરોએ મેટ્રોનો વિરોધ કર્યો નથી એટલે તેનું મહત્વ શીખવવાની જરૂર નથી. પરંતુ કેટલાક લોકોને જંગલોનું મહત્વ સમજાવવું જરૂરી છે. આરે જંગલ મુંબઈ માટે મેટ્રો જેટલા જ જરૂરી છે.’IIFA અવોર્ડ્સમાં પર્પલ ડ્રેસમાં દીપિકા પાદુકોણ લાગી ગોર્જિયસ, રણવીરે કરી આ કોમેન્ટ
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો