એપશહેર

'રૂસ્તમ'માં 1960 નું લંડન અને મુંબઇ રિક્રિએટ કરાયું

I am Gujarat 1 Jul 2016, 7:55 pm
અક્ષય કુમારની ફિલ્મ ‘રુસ્તમ’ના ટ્રેલરને ગઈ કાલે લોન્ચ કરવામાં આવ્યું હતું અને અપેક્ષા મુજબ જ એ વાઇરલ થયું છે. આ ફિલ્મમાં અક્કીની સાથે ઇલિયાના ડિક્રુઝ, એશા ગુપ્તા અને અર્જન બાજવા પણ છે. આ ફિલ્મ 1960ના દાયકાના એક દેશભક્ત ઇન્ડિયન નેવી ઓફિસરની લાઇફની સત્ય ઘટનાથી ઇન્સ્પાયર્ડ છે.
I am Gujarat akshays film rustam create 1960 london n mumbai
'રૂસ્તમ'માં 1960 નું લંડન અને મુંબઇ રિક્રિએટ કરાયું


મેકર્સે જે રીતે 1960ના દશકના લંડન અને મુંબઈને કેપ્ચર કર્યું એને લઈને પણ આ ટ્રેલરની ચર્ચા થઈ રહી છે. અક્ષયની હેરસ્ટાઇલ્સ અને ક્લોધ્સ હોય કે, ઇલિયાનાની ફેશન અને હેરસ્ટાઇલ્સ હોય, બધું જ રેટ્રો છે. આ ફિલ્મે મુંબઈની ક્ષીતિજોને ખૂબ જ સારી રીતે કેપ્ચર કરી છે અને એ સમયને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા લંડનના સીન્સ સાથે એને સારી રીતે સજાવ્યા છે.

અક્ષય અત્યારે અમેરિકામાં હોલિડે એન્જોય કરી રહ્યો છે. ટ્રેલરને લઈને તેને ઓનલાઇન મળી રહેલાં રિએક્શન્સથી તે ખૂબ જ ખુશ છે. બોલિવૂડના આ સુપરસ્ટારે કહ્યું હતું કે, ‘પ્રામાણિકતાથી કહું છું કે, હું ભાવુક થઈ ગયો છું. અમે જ્યારે ‘રુસ્તમ’નું શૂટિંગ કરતા હતા ત્યારે હું જાણતો હતો કે, અમે કંઇક યોગ્ય અને ખાસ કરી રહ્યા છીએ, પરંતુ આખરે ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને લોકોનાં રિએક્શન્સ જ સૌથી વધુ મહત્વપૂર્ણ છે. મને ખુશી છે કે, લોકોને આ ટ્રેલર ગમ્યું છે

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો