એપશહેર

પોતાનું નામ બદલવા ઉતાવળી થઈ Alia Bhatt! ટૂંક સમયમાં જ ડૉક્યુમેન્ટ્સમાં લખાવી દેશે Kapoor અટક

Alia Bhatt on Adding Kapoor Surname: આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે 14 એપ્રિલ 2022ના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ જૂન મહિનામાં આલિયાએ પહેલી પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. થોડા જ મહિનાઓમાં આલિયા અને રણબીર પેરેન્ટ્સ બની જશે ત્યારે હવે આલિયા ઓફિશિયલ ડૉક્યુમેન્ટ્સમાં પોતાના નામની પાછળ કપૂર અટક લખાવવાની છે. આ વાતની પુષ્ટિ એક્ટ્રેસે કરી છે.

Edited byશિવાની જોષી | I am Gujarat 21 Aug 2022, 12:47 pm

હાઈલાઈટ્સ:

  • આલિયા ભટ્ટ પોતાનું સ્ક્રીન નેમ 'આલિયા ભટ્ટ' જ રાખશે.
  • આલિયા ભટ્ટ પાસપોર્ટમાં પોતાના નામની પાછળ કપૂર સરનેમ લખાવશે.
  • રણબીર કપૂરે પહેલા જ પોતાનું મેરિટલ સ્ટેટસ બદલી નાખ્યું છે.
હાઈલાઈટ ટેક્સ્ટ
બોલિવુડ સ્ટાર રણબીર કપૂર અને આલિયા ભટ્ટે આ વર્ષે એપ્રિલ મહિનામાં લગ્ન કર્યા હતા. પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આલિયા-રણબીરે લગ્ન કર્યા હતા. જૂન મહિનામાં આલિયાએ પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. થોડા જ મહિનાઓમાં કપલના પહેલા બાળકનો જન્મ થઈ જશે. આલિયાએ તાજેતરમાં જ ખુલાસો કર્યો છે કે હવે તે પોતાના નામની પાછળ પતિની સરનેમ કપૂર ઉમેરવાની છે.

મોંઘી ગાડીમાં ફરતાં વિરાટ-અનુષ્કા સેટથી ઘરે ટુ-વ્હીલર પર ગયા, આજુબાજુના વાહનચાલકો ઓળખી ના શક્યા!

આલિયાના નામની પાછળ લાગશે કપૂર

એક ઈન્ટરવ્યૂમાં આલિયાએ ખુલાસો કર્યો છે કે, તેનું ઓફિશિયલ નામ હવે આલિયા ભટ્ટ-કપૂર થઈ જશે. જોકે, સ્ક્રીન પર તેનું નામ આલિયા ભટ્ટ જ રહેશે. આલિયાએ કહ્યું, "હું કપૂર સરનેમ લગાડવા માટે ઉત્સાહિત છું." આલિયાએ એમ પણ ખુલાસો કર્યો કે તે છેલ્લા ખાસ્સા ટાઈમથી નામની પાછળ કપૂર સરનેમ ઉમેરવાનો વિચાર કરી રહી છે પરંતુ બિઝી શિડ્યુલ અને વિદેશ યાત્રાને લીધે મેળ પડ્યો નથી. આલિયા ભટ્ટે હોલિવુડ ડેબ્યૂ ફિલ્મ 'હાર્ટ ઓફ સ્ટોન'ના શૂટિંગ માટે લગભગ એક મહિનો યુકેમાં વિતાવ્યો હતો.

રણબીરના મોંએ પોતાના વિશે આ સાંભળી ચોંકી આલિયા, લોકોએ કહ્યું-'પ્રેગ્નેન્ટ પત્નીને આવું કોણ કહે?'

રણબીરે બદલી નાખ્યું છે મેરિટલ સ્ટેસ

આલિયાએ આગળ જણાવ્યું કે, લગ્ન પછી તરત જ રણબીરે પાસપોર્ટમાં પોતાનું મેરિટલ સ્ટેટસ બદલાવી નાખ્યું હતું. હવે તેમાં રણબીરનું સ્ટેટસ મેરિડ છે. આલિયાએ પોતાના નામ પાછળ કપૂર અટક લગાવવા અંગે કહ્યું, "હવે અમારું બાળક આવવાનું છે. એટલે હું હવે ભટ્ટ નથી રહેવા માગતી કારણકે બધા કપૂર સાથે ફરવા જશે, તમે સમજો છોને હું શું કહું છું? એટલે હું ભટ્ટ રહીને એકલી પડવા નથી માગતી. હું હંમેશા આલિયા ભટ્ટ રહીશ. અને હવે હું કપૂર પણ થઈ ગઈ છું."

'બ્રહ્માસ્ત્ર'માં પહેલીવાર દેખાશે સાથે

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પહેલીવાર ફિલ્મી પડદે 'બ્રહ્માસ્ત્ર' દ્વારા સાથે જોવા મળશે. આ ફિલ્મમાં રણબીર કપૂર શિવાના રોલમાં છે જ્યારે આલિયા ભટ્ટ તેની પ્રેમિકા ઈશાના રોલમાં છે. અયાન મુખર્જીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મમાં અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મૌની રોય પણ મહત્વના રોલમાં છે. આ ફિલ્મ સપ્ટેમ્બર 2022માં રિલીઝ થવાની છે.
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story