એપશહેર

દીકરી રાહાના જન્મ બાદ એક્ટિંગ કરિયર પર વાગી જશે બ્રેક? Alia Bhattએ શું કહ્યું?

મોટાભાગની હીરોઈનો મા બન્યા પછી કરિયર પર ઓછું ફોકસ કરતી હોય છે. ત્યારે આલિયા ભટ્ટનું (Alia Bhatt) કહેવું છે કે, તે બંને વચ્ચે બેલેન્સ જાળવવાનો પ્રયાસ કરશે. જો કે, તેની પ્રથમ પ્રાથમિકતા તેની દીકરી રાહા (Raha Kapoor) છે. જે ત્રણ મહિનાની થવા આવી છે. એક્ટ્રેસ ખૂબ જલ્દી એવોર્ડ શોમાં પર્ફોર્મ કરવાની છે.

Edited byમિત્તલ ઘડિયા | I am Gujarat 1 Feb 2023, 3:21 pm

હાઈલાઈટ્સ:

  • હાલ મારી દીકરી જ મારી પ્રાથમિકતા છે, જેને હું ખૂબ જ પ્રેમ કરું છુંઃ આલિયા ભટ્ટ
  • જો જરૂર પડી તો હું ફિલ્મોની બાબતમાં ક્વોન્ટિટી કરતાં ક્વોલિટી પર ધ્યાન આપીશઃ આલિયા ભટ્ટ
  • નવેમ્બર, 2022માં મમ્મી-પપ્પા બન્યા હતા આલિયા ભટ્ટ અને રણબીર કપૂર
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat alia bhatt
આલિયા ભટ્ટે દીકરી રાહાને ગણાવી પ્રાથમિકતા, ફિલ્મ અને સિનેમા પ્રત્યેનો પ્રેમ પણ વ્યક્ત કર્યો
આલિયા ભટ્ટ (Alia Bhatt) માટે 2022 ઘણી બધી રીતે ખાસ રહ્યું, આ વર્ષે તેણે ન માત્ર ગંગુબાઈ કાઠિયાવાડી, RRR અને બ્રહ્માસ્ત્ર જેવી ત્રણ-ત્રણ હિટ ફિલ્મો આપી પરંતુ 'ડાર્લિંગ્સ'થી પ્રોડ્યૂસર તરીકે ડેબ્યૂ પણ કર્યું અને તેમા તેના પર્ફોર્મન્સને ખૂબ વાહવાહી પણ મળી હતી. આ સિવાય એપ્રિલ 2022માં પાંચ વર્ષના રિલેશનશિપ બાદ રણબીર કપૂર (Ranbir Kapoor) સાથે લગ્ન કર્યા તેમજ નવેમ્બરમાં દીકરી રાહાની (Raha Kapoor) મમ્મી પણ બની ગઈ. આલિયા ભટ્ટ, જે હાલ મેટરનિટી બ્રેકને એન્જોય કરી રહી છે તેણે મંગળવારે એક્ટર-ફ્રેન્ડ વરુણ ધવન સાથે એક ઈવેન્ટમાં હાજરી આપી હતી. જ્યાં તેણે તેના માટે દીકરી પ્રથમ પ્રાથમિકતા બની ગઈ હોવાનું કહ્યું હતું.
આધ્યાત્મિક ટ્રિપ પર અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી, ઋષિકેશમાં 100 સંતોને કરાવ્યું ભોજન

મારી દીકરી મારી પ્રાથમિકતા છેઃ આલિયા ભટ્ટ
મોટાભાગની એક્ટ્રેસ મમ્મી બન્યા બાદ પ્રોફેશનલ કરતાં પર્સનલ લાઈફ પર વધારે ધ્યાન આપે છે. ત્યારે શું આલિયા ભટ્ટ પણ તેમ કરશે તેવો સવાલ કરવામાં આવ્યો હતો. તે કંઈ જવાબ આપે તે પહેલા જ વરુણ ધવને કહ્યું હતું કે 'તે આ વાત સાથે સહેજ પણ સહેમત નથી'. તો એક્ટ્રેસે કહ્યું હતું 'હું દરેક દિવસે કામ કરવામાં માનું છું. પરંતુ હાલ મારી પ્રાથમિકતા બદલાઈ ગઈ છે. મારા જીવનની પ્રથમ પ્રાથમિકતા મારી દીકરી છે, જેને હું ખૂબ જ પ્રેમ કરું છું. મારો પહેલો પ્રેમ ફિલ્મ અને સિનેમા તેમજ કામ છે. હું શ્રેષ્ઠ પ્રયાસ કરીશ અને તે ક્વોન્ટિટી ઉપર ક્વોલિટી પણ હોઈ શકે છે. જે ખરાબ વાત નથી'.

'આલિયા તો મમ્મી બની ગઈ હવે તું ક્યારે પપ્પા બનીશ?' વરુણ ધવને હસતાં-હસતાં આપ્યો મસ્ત જવાબ

સ્ટેજ પર પર્ફોર્મ કરવાની છે આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ વરુણ ધવન સાથે એક એવોર્ડ શોમાં સ્ટેજ પર્ફોર્મન્સ આપવાની છે, આ માટે તેણે ખુશી વ્યક્ત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, તે ઢોલિડા, કેસરિયા અને નાચો નાચો પર ડાન્સ કરવાની છે. 'આ મારું સૌથી ખાસ વર્ષ રહ્યું છે અને મારા કરિયરના આ સૌથી હિટ સોન્ગ છે. હું વધારે ખુલાસો નહીં કરી શકું પરંતુ આ કંઈક એવું હશે જે મેં પહેલા ક્યારેય કર્યું નથી'.

આલિયા ભટ્ટની અપકમિંગ ફિલ્મો
વર્ક ફ્રંટની વાત કરીએ તો, આલિયા ભટ્ટ ખૂબ જલ્દી કરણ જોહરની ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાણી'માં રણવીર સિંહ સાથે જોવા મળશે, જેમાં ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી પણ મહત્વના રોલમાં છે. ફિલ્મ 28 એપ્રિલ 2023માં રિલીઝ થવાની છે. આ સિવાય તે ફિલ્મ 'હાર્ટ ઓફ સ્ટોન'થી હોલિવુડમાં ડેબ્યૂ કરવાની છે, જેનું શૂટિંગ તેણે પ્રેગ્નેન્સી દરમિયાન કર્યું હતું. તેની પાસે ફરહાન અખ્તરની ફિલ્મ 'જી લે ઝરા' પણ છે, જેમાં તે કેટરીના કૈફ અને પ્રિયંકા ચોપરા સાથે સ્ક્રીન શેર કરતી દેખાશે. આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષના મધ્યમાં શરૂ થશે તેવી શક્યતા છે.

Read latest Entertainment News and Gujarati News
લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story