એપશહેર

કોરોનાને હળવાશથી લેનારા વાંચી લે આલિયા ભટ્ટની આ પોસ્ટ

આલિયા ભટ્ટ સતત સોશ્યિલ મીડિયા પર પોતાના ક્વારન્ટાઈન પીરિયડ વિશે ફેન્સને અપડે આપી રહી છે. આ દરમિયાન તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મોર્ગન હાર્પર નિકોલસનું એક વાક્ય શેર કર્યું છે.

I am Gujarat 7 Apr 2021, 12:04 am
બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટનો કોરોના રિપોર્ટ તાજેતરમાં જ પોઝિટિવ આવ્યો હતો. તેણે પોતે તેની જાણકારી સોશ્યિલ મીડિયા પર ફેન્સને આપી હતી. તેણે જણાવ્યું હતું કે, તે હોમ ક્વારન્ટાઈન છે. હવે, એક્ટ્રસે કોરોના સંક્રમણના દર્દને પણ વ્યક્ત કર્યું છે.
I am Gujarat Alia Bhatt


આલિયા સતત સોશ્યિલ મીડિયા પર પોતાના ક્વારન્ટાઈન પીરિયડ વિશે ફેન્સને અપડેટ આપી રહી છે. આ દરમિયાન તેમણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મોર્ગન હાર્પર નિકોલસનું વાક્ય શેર કર્યું છે. તેમાં લખ્યું છે કે, 'જેના વિશે વિચાર્યું પણ ન હતું, એ સ્થિતિમાંથી પસાર થવું પડી રહ્યું છે. તે તમને એવી જગ્યાએ લઈ જશે, જેના વિશે કલ્પના પણ નહીં કરી હોય.'

આલિયાની પોસ્ટથી સ્પષ્ટ છે કે, કોવિડ-19 પોઝિટિવ હોવું અને દર્દમાંથી પસાર થવું સરળ નથી. એટલું જ નહીં, ક્વારન્ટાઈનમાં ઘણા દિવસો સુધી મિત્રો, પરિવારથી અલગ રહેવું પણ પીડાદાયક હોય છે.

આ પહેલા આલિયાએ પોતાની આરામ કરતી એક સેલ્ફી શેર કરી હતી. તેમાં તે પોતાના ડેટી સાથે નજર આવી હતી. ઉલ્લેખનીય છે કે, કોરોના પોઝિટિવ થઈ તે પહેલા આલિયા ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીની અપકમિંગ ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'નું શૂટિંગ કરી રહી હતી .સંજય લીલા ભણસાલીને પણ કોરોના થતા ફિલ્મનું શૂટિંગ અટકાવી દેવાયું છે.

ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા જ આલિયા ભટ્ટની માતા સોની રાજદાને અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા આલિયાની તબિયત અંગે જણાવ્યું હતું કે, તે હવે પહેલા કરતા વધુ સારી છે અને તે પોતાનું ધ્યાન રાખી રહી છે. રાજદાને કહ્યું હતું કે, 'હું નથી ઈચ્છતી કે તે હાલમાં માનસિક તણાવ લે, એટલે હુ વધુ કોલ નથી કરતી. હું માત્ર તેને સવારે એક વખત કોલ કરું છું અને પૂછી લઉં છું કે તે કેવી છે અને તે ઉપરાંત તે શું કરી રહી છે. હું તેને મેસેજ કરું છું, જણાવું છું કે હાલમાં શું ખાવું જોઈએ.' તેમણે જણાવ્યું હતું કે, આલિયા સતત શૂટિંગ કરી રહી હતી અને રોજ કોરોના ટેસ્ટ કરાવતી હતી, એટલે તેને કોરોના સંક્રમણની તરત જાણ થઈ ગઈ હતી.

જણાવી દઈએ કે, બોલિવુડમાં હાલમાં કોરોનાનો જબરજસ્ત ભરડો છે. અક્ષય કુમાર, ગોવિંદા, કેટરિના કેફ, વિકી કૌશલ સહિતના કલાકારો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો