એપશહેર

સોશિયલ મીડિયા પર છવાઈ આમિર ખાન-સુષ્મિતા સેનની દીકરીઓની ફ્રેન્ડશીપ

I am Gujarat 14 Dec 2020, 3:21 pm
બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની દીકરી ઈરા ખાન સોશિયલ મીડિયા પર સતત છવાયેલી રહે છે. ઈરાની તસવીરો સોશિયલ મીડિયા યુઝર્સ વચ્ચે ખૂબ પસંદ કરવામાં આવે છે. જ્યારે સુષ્મિતા સેનની દીકરી રિની સેન પણ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. હાલમાં જ રિનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી એક ફોટો શેર કરી છે, જેમાં તે આમિર ખાનની દીકરી ઈરા સાથે દેખાય છે. બંનેની આ તસવીરો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહી છે. જેમાં બંને વચ્ચેની દોસ્તી દેખાઈ રહી છે.
I am Gujarat ira


હકીકતમાં ઈરા ખાન અને રિની સેન ખૂબ જ સારી મિત્ર છે. બંને એકબીજાની કંપનીને ખૂબ એન્જોય કરે છે. એવામાં હાલમાં જ રિની સેને ઈરા ખાન સાથે આ ફોટો શેર કર્યો છે. જેમાં રિની અને ઈરાની બોન્ડીંગ સ્પષ્ટ દેખાઈ રહી છે. તસવીર જોઈને જાણી શકાય છે કે બંને વચ્ચે ગાઢ મિત્રતા છે. રિનીએ શેર કરેલી તસવીરમાં કેપ્શન આપ્યું છે, 'ખૂટે નહીં તેટલી વાતો અને ઘણું બધું.'
View this post on Instagram A post shared by Renée (@reneesen47)

ફેન ફોલોઈંગના મામલામાં પણ ઈરા ઘણી બોલિવૂડ સેલેબ્રિટીઓથી આગળ છે. જોકે હજુ સુધી ઈરાએ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીથી અંતર બનાવી રાખ્યું છે અને આગળ પણ તેનો પ્લાન બોલિવૂડમાં એન્ટ્રી કરવાનો નથી. જ્યારે સુષ્મિતા સેનની દીકરીની વાત કરીએ તો રિની ઘણા લાંબા સમયથી ચર્ચામાં છે. રિની એક શોર્ટ ફિલ્મમાં કામ કરી રહી છે. જેનું ટાઈટલ સુટાબાજી છે. ફિલ્મમાં રિની દિવ્યા કુમારની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે, જેમાં તેની સાથે રાહુલ વોહરા અને કોમલ છાબડા પણ જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે ઈરા ખાન થોડા સમય પહેલા જ બ્રેકઅપ થયું હતું. જોકે બાદમાં તેનું આમિર ખાનના જિમ ટ્રેનર સાથે અફેર ચાલતું હોવાની વાત પણ સામે આવી હતી. બંનેની તસવીરો પણ સાથે જોવા મળી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો