એપશહેર

બિગ બીએ તસવીર શેર કરીને આપી દિવાળીની શુભેચ્છા, ફૂલકણી કરતી દેખાઈ નાનકડી શ્વેતા

અમિતાભ બચ્ચન આ વખતે પોતાના ઘરે દિવાળી પાર્ટીનું આયોજન કરવાના નથી. પરંતુ તેમણે હાલમાં સોશિયલ મીડિયા પર દિવાળી સેલિબ્રેશનની અનસીન તસવીર શેર કરી છે.

TIMESOFINDIA.COM 13 Nov 2020, 10:39 am
બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. મેગાસ્ટાર ઘણીવાર તેમના પરિવારના સભ્યો અને કો-સ્ટાર્સ સાથેની થ્રોબેક તસવીરો શેર કરતાં રહે છે. તેમણે હાલમાં ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પત્ની જયા બચ્ચન સાથેની અનસીન તસવીર શેર કરી છે.
I am Gujarat amitabh bachchan shares an unseen photo with jaya bachchan and daughter shweta
બિગ બીએ તસવીર શેર કરીને આપી દિવાળીની શુભેચ્છા, ફૂલકણી કરતી દેખાઈ નાનકડી શ્વેતા


અમિતાભ બચ્ચને પત્ની અને દીકરી શ્વેતા બચ્ચન સાથેની તસવીર શેર કરીને ફેન્સને દિવાળીની શુભકામના પાઠવી છે. કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, 'દિવાળીની શુભકામના'.

View this post on Instagram A post shared by Amitabh Bachchan (@amitabhbachchan)

આ તસવીરમાં, કપલને તારામંડળની સાથે પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી કરતું જોઈ શકાય છે. બિગ બીએ સફેદ કુર્તો-પાયજામો પહેર્યો છે જ્યારે જયા સુંદર સાડીમાં ગોર્જિયસ લાગી રહ્યા છે. તેમની દીકરી શ્વેતા બચ્ચન બાજુમાં ઉભી છે અને તેના હાથમાં પણ તારામંડળ છે.

તેમણે જેવી આ તસવીર શેર કરી કે તરત જ ફેન્સ પણ તેમને દિવાળીની શુભકામના પાઠવવા લાગ્યા હતા. એક યૂઝરે લખ્યું છે કે, 'હેપી દિવાળી'. તો અન્ય એક ફેને લખ્યું છે કે, 'હેપી દિવાળી સરજી'.

ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચન પોતાના ઘરે દર વર્ષે દિવાળી પાર્ટીનું આયોજન કરે છે. જો કે, આ વખતે તેમણે ઉજવણી રદ્દ કરી છે. અભિષેક બચ્ચને હાલમાં જ એક એન્ટરટેઈનમેન્ટ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યૂમાં સ્પષ્ટતા કરી હતી કે, કોરોના મહામારી અને પરિવારમાં થયેલા અવાસનના કારણે તેમણે આ વખતની દિવાળી પાર્ટી રદ્દ કરી છે.

તેણે કહ્યું હતું કે, 'આ વર્ષે અમારા પરિવારમાં એક અવસાન થયું છે. મારી બહેન શ્વેતા બચ્ચન નંદાના સાસુ રિતુ નંદાનું આ વર્ષે નિધન થયું છે. આવા સમયમાં (કોરોના કાળ) પાર્ટીનું આયોજન કોણ કરે? દુનિયા હાલ એક મહામારીનો સામનો કરી રહી છે. આપણે શક્ય હોય તેટલું સાવધાન રહેવું જોઈએ. વધુમાં વધુ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જ વિકલ્પ છે. આ ઈન્ફેક્શન સામે બચી જવાની કોઈ ગેરંટી નથી. ત્યારે દિવાળી પાર્ટી અને બીજા આવા સામાજિક પ્રસંગો વિશે વિચારવું પણ દૂરની વાત છે.

જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન કોરોનાથી સંક્રમિત થયા હતા. ચારેય જણા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ પણ થયા હતા. તો શ્વેતા બચ્ચનના સાસુ રિતુ નંદા (સ્વ. ઋષિ કપૂરના બહેન)નું આ વર્ષે જાન્યુઆરી મહિનામાં અવસાન થયું હતું. તેઓ કેન્સરથી પીડાતા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો