એપશહેર

અનિલ કપૂર-સુનિતા કપૂરની વેડિંગ એનિવર્સરી, એક્ટરે પત્નીને ગણાવી પરિવારનો 'આધાર'

અનિલ કપૂર અને સુનિતા કપૂર આજે 37મી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યા છે. બંને વર્ષ 1984માં લગ્નના બંધનમાં બંધાયા હતા.

I am Gujarat 19 May 2021, 2:07 pm

હાઈલાઈટ્સ:

  • અનિલ કપૂર અને સુનિતા કપૂરની વેડિંગ એનિવર્સરી
  • અનિલ કપૂરે થ્રોબેક તસવીરો શેર કરીને પત્નીને વિશ કર્યું
  • ઈન્ડસ્ટ્રીના સેલેબ્સે અનિલ કપૂર અને સુનિતા કપૂરને વિશ કર્યું
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat anil kapoor and sunita kapoor celebrating wedding anniversary
અનિલ કપૂર-સુનિતા કપૂરની વેડિંગ એનિવર્સરી, એક્ટરે પત્નીને ગણાવી પરિવારનો 'આધાર'
એક્ટર અનિલ કપૂર અને ડિઝાઈનર સુનિતા કપૂર આજે વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યા છે. બંને વર્ષ 1984માં લગ્નના બંધનમાં બંધાયા હતા. અનિલ અને સુનિતાના લગ્નજીવનને 37 વર્ષ પૂરા થયા છે ત્યારે એક્ટરે સોશિયલ મીડિયા પર પત્ની સાથેની કેટલીક તસવીરો શેર કરી છે અને તેના માટે કેટલીક ખાસ વાત પણ કહી છે.
View this post on Instagram A post shared by anilskapoor (@anilskapoor)

અનિલ કપૂરે લખ્યું છે કે, 'દરેક લવ સ્ટોરી અને દરેક લવ ક્વોટ્સ આપણી લવ સ્ટોરીની સામે નાના છે. જ્યારે તું સાથે હોય છે ત્યારે હું સુરક્ષિત અને ખુશ હોવ છું. તું આપણા પરિવારનો પાયો છે અને અમને નથી જાણતા કે તારા વગર અમે જીવનમાં શું કરત. હું વચન આપું છું કે તને હંમેશા પ્રેમ કરીશ અને તું જેની હકદાર છે તે તને આપીશ'.

તૌકતે: ઉખડી ગયેલા વૃક્ષો વચ્ચે એક્ટ્રેસ દીપિકા સિંહે પડાવ્યા ફોટો, કર્યો ડાન્સ, લોકોએ કહી બેશરમ
અનિલ કપૂરે જે તસવીરો શેર કરી છે, તેમાંથી પહેલી તસવીરમાં તેઓ પત્ની સુનિતા સાથે જોવા મળી રહ્યા છે. બીજી તસવીરમાં કપલ બંને દીકરો, બંને ભાઈઓના પરિવાર સાથે જોવા મળી રહ્યું છે. એક તસવીર કપલના યુવાનીના સમયની છે.

અનિલ કપૂરે જેવી આ પોસ્ટ શેર કરી કે, ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ તરત જ આ એવરગ્રીન કપલને શુભેચ્છા પાઠવવા લાગ્યા. ફરાહ ખાને લખ્યું છે કે, 'પાપાજી તમે આધારની જેમ શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છો...ખરેખર સુનિતાએ તમારી સાથે કંઈક કર્યું છે'. આ સિવાય મહીપ કપૂર, એકતા કપૂર, ઝોયા અખ્તર, રિતેશ દેશમુખ, સુનીલ શેટ્ટીએ 'હેપી એનિવર્સરી' વિશ કર્યું છે.

નતાશા સ્ટેનકોવિકે 'ડેડી કૂલ' સાથે આપ્યા પોઝ, અતરંગી હેરસ્ટાઈલમાં દેખાયો પંડ્યા
બોલિવુડના એવરગ્રીન એક્ટર અનિલ કપૂરનો પત્ની પ્રત્યેનો પ્રેમ પણ એવરગ્રીન છે. 25મી માર્ચે અનિલ કપૂરની પત્ની સુનીતનો બર્થ ડે હતો. પત્નીને ખુશ કરતાં એક્ટરે ગિફ્ટમાં એક મોંઘીદાટ કાર આપી હતી. અનિલ કપૂરે સુનીતાને જે કાર ગિફ્ટમાં આપી હતી, તે બ્લેક મર્સિડિઝ બેન્ઝ જીએલએસ હતી, જેની હાલની કિંમત 1 કરોડ રૂપિયા છે.

View this post on Instagram A post shared by anilskapoor (@anilskapoor)

બર્થ ડેના દિવસે અનિલ કપૂરે પત્નીને વિશ કરતાં બંનેની કેટલીક સુંદર તસવીરો શેર કરી હતી. આ સાથે તેમણે લખ્યું હતું કે, 'મારા જીવનના પ્રેમ @kapoor.sunitaને...ટ્રેનના થર્ડ ક્લાસ કમ્પાર્ટમેન્ટથી લોકલ બસ અને રિક્ષાથી લઈને કાલી પીલી ટેક્સીમાં ટ્રાવેલિંગ કરવા સુધી...ઈકોનોમીથી બિઝનેસથી લઈને ફર્સ્ટ ક્લાસમાં ઉડાન ભરવા સુધી... કરાઈકુડી જેવા ગામની એક નાનકડી હોટેલથી લઈને લેહ લદાખમાં ટેન્ટમાં રહેવા સુધી...આપણે આ બધું ચહેરા પર સ્મિત અને હૃદયમાં પ્રેમ રાખીને કર્યું છે. હું તને પ્રેમ કરું છું તેના કરોડો કારણોમાંથી આ થોડા છે. તું મારા સ્મિત પાછળનું કારણ છે અને તારા કારણે જ આપણી અત્યારસુધીની જર્ની સુખી અને સંતુષ્ટ રહી છે. તું મારી જીવનસાથી છે તે વાતથી હું ધન્ય છું. આજે, હંમેશા અને સહાય માટે હેપી બર્થ ડે...હંમેશા તને પ્રેમ કરીશ ❤️'.

Read Next Story