એપશહેર

દીકરી સોનમ કપૂરને 'શરમ વગરની' કહેનારા લોકોને અનિલ કપૂરે આપ્યો જવાબ

સોનમ કપૂર કોઈને કોઈ કારણથી ટ્રોલ થતી રહે છે. એક્ટર અને પિતા અનિલ કપૂરે ટ્રોલ કરનારાને જવાબ આપ્યો છે.

TIMESOFINDIA.COM 14 Sep 2021, 11:05 am

હાઈલાઈટ્સ:

  • સોશિયલ મીડિયા યૂઝરે કોમેન્ટ કરીને સોનમ કપૂર અને અનિલ કપૂરને કહ્યા 'શરમ વગરના'
  • અરબાઝ ખાનના ચેટ શોમાં હાજર રહેનારા અનિલ કપૂરે ટ્રોર્લ્સને ખૂબ શાંતિથી આપ્યો જવાબ
  • અનિલ કપૂરે તેમની ન દેખાતી ઉંમર પાછળનું સિક્રેટ જણાવતાં ગાયું બોલિવુડનું એક સોન્ગ
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat anil kapoor replied calmly to trolls who calls sonam kapoor shameless
દીકરી સોનમ કપૂરને 'શરમ વગરની' કહેનારા લોકોને અનિલ કપૂરે આપ્યો જવાબ
હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોસ્ટ આઈકોનિક ફીગર્સમાંથી એક અનિલ કપૂર ટ્રોલ્સને હેન્ડલ કરવાનું પણ સારી રીતે જાણે છે. તેઓ ઘણીવાર સોશિયલ મીડિયા પર વાંધાનજક ટિપ્પણીનો શિકાર બનતા રહે છે. તેમની દીકરી સોનમ કપૂર પણ અલગ-અલગ મુદ્દા પર ખચકાટ વગર પોતાનો મંતવ્ય રજૂ કરવા માટે જાણીતી છે. એક્ટર હાલમાં અરબાઝ ખાનના ચેટ શોના મહેમાન બન્યા હતા. આ દરમિયાન તેમણે ટ્રોલર્સને જવાબ આપ્યા હતા અને તેમની ઉંમર પાછળનું રહસ્ય જાણવા ઈચ્છતા લોકોને ફની જવાબ પણ આપ્યા હતા.
View this post on Instagram A post shared by anilskapoor (@anilskapoor)

માલદીવ્સમાં બોયફ્રેન્ડને પડતો મૂકી જૂના મિત્ર સાથે રોમાન્સ કરવા લાગી હિના ખાન
ચેટ શોમાં અરબાઝ ખાને સોશિયલ મીડિયા પર અનિલ કપૂરની પોસ્ટ પર તેમની વિરુદ્ધ કરવામાં આવેલી કોમેન્ટ્સ વાંચી સંભળાવી હતી અને એક્ટરે તેમના પ્રતિક્રિયા પણ આપી હતી. એક ટ્રોલે અનિલ કપૂર અને તેમની દીકરી સોનમ કપૂર પર અસભ્ય કોમેન્ટ કરી હતી. જેમાં લખ્યું હતું 'મને લાગે છે કે પિતા અને દીકરી શરમ વગરના છે. તેઓ પૈસા માટે કંઈ પણ કરી શકે છે'. આ કોમેન્ટનો શાંતિથી જવાબ આપતાં અનિલ કપૂરે કહ્યું હતું કે, જો તે વ્યક્તિએ આવી કોમેન્ટ કરી હોય તો તે જરૂરથી ખરાબ મૂડમાં અથવા ઉદાસ હોવો જોઈએ.

ફિટ અને હેન્ડસમ એક્ટર્સમાંથી એક અનિલ કપૂરે તેમની ન દેખાતી ઉંમર પાછળનું સિક્રેટ જણાવ્યું હતું. એક યૂઝરે પૂછ્યું હતું કે, 'અનિલ કપૂરની યુવાનીનું રહસ્ય શું છે?'. તેના પર જવાબ આપતા અનિલ કપૂરે બોલિવુડનું સોન્ગ 'બહોત દીયા દેને વાલેને તુજે...આંચલ હી ના સમાયે તો ક્યા કીજે' ગાયું હતું.

Indian Idolના સેટ પર હાજર રહેતા ડો. અમિત શર્મા ગુમ, સેલેબ્સે લોકો પાસે માગી મદદ
View this post on Instagram A post shared by anilskapoor (@anilskapoor)

હાલમાં એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યૂમાં, અનિલ કપૂરે લગ્ન બાદ પતિ આનંદ આહૂજા સાથે લંડનમાં વસનારી દીકરી સોનમથી દૂર રહેવા વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, દરેક માતા-પિતાની જેમ તેઓ અને તેમની પત્ની પણ જ્યારે તેમના બાળકો દૂર હોય ત્યારે તેમને મિસ કરે છે. તેમને સતત તેમની ચિંતા થતી રહે છે. જો કે, એક્ટરે ઉમેર્યું હતું કે, તેઓ ટેકનોલોજીના સમયમાં રહેતા હોવાથી તેમના માટે સારી વાત છે. કારણ કે જ્યારે તેમને ચિંતા થઈ આવે ત્યારે તેઓ બાળકો સાથે વાત કરી શકે છે અને તેમને જોઈ શકે છે.

અનિલ કપૂરની બીજી દીકરી રિયા કપૂરે હાલમાં જ તેના લોન્ગ-ટાઈમ બોયફ્રેન્ડ કરણ બૂલાની સાથે લગ્ન કર્યા છે. ન્યૂલી-વેડ કપલ અત્યારે માલદીવ્સમાં હનીમૂન પર છે.

Read Next Story