એપશહેર

વિડીયોઃ અનિલ કપૂરે ઝડપથી ચલાવી સાઈકલ, કેન્દ્રીય મંત્રીએ પણ કર્યા ભરપૂર વખાણ

તાજેતરમાં જ અનિલ કપૂરે પણ એક વિડીયો શૅર કર્યો છે. તે ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.

I am Gujarat 5 Dec 2020, 10:27 pm
બોલિવૂડના વેટરન એક્ટર અનિલ કપૂરે પોતાની ઉત્તમ એક્ટિંગથી લોકોના દિલ પર રાજ કરે છે. આ સાથે જ તે પોતાની ફિટનેસને લઈને પણ હંમેશા ચર્ચા કરે છે અને એટલી ઉંમરમાં જ આજે પણ યુવાનોને પ્રેરણા આપે છે. તાજેતરમાં જ અનિલ કપૂરે પણ એક વિડીયો શૅર કર્યો છે. તે ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.
I am Gujarat anil kapoor takes internet by storm with cycling video from chandigarh
વિડીયોઃ અનિલ કપૂરે ઝડપથી ચલાવી સાઈકલ, કેન્દ્રીય મંત્રીએ પણ કર્યા ભરપૂર વખાણ



અનિલ કપૂરે શૅર કર્યો વિડીયો
અનિલ કપૂરે શનિવારે પોતાના ટ્વીટર હેન્ડલ પર એક વિડીયો શૅર કર્યો હતો. જેમાં તે ચંદિગઢના રસ્તાઓ પર ઝડપથી સાઈકલ ચલાવતો જોવા મળે છે. અનિલ કપૂરે વિડીયો સાથે લખ્યું કે,'કાર્ડિયોમાં મારું સૌથી મનપસંદ ફોર્મેટ'


કેન્દ્રીય મંત્રીએ રિટ્વીટ કર્યો વિડીયો
અનિલ કપૂરના આ વિડીયોને કેન્દ્રીય રમતગમત મંત્રી કિરણ રિજિજૂએ પણ પોતાના ટ્વીટર હેન્ડલથી રીટ્વીટ કર્યો છે. આ સાથે જ તેણે લખ્યું છે કે,'શું વાત છે અનિલ કપૂરજી, તમે દરેક જનરેશનના લોકો માટે પ્રેરણાત્મક છો. મને તમારી સાઈકલના મોટા અને પહોળા ટાયર ખૂબ જ પસંદ આવ્યાં.'

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો