એપશહેર

અંકિતાએ સુશાંતની માતાની તસવીર કરી શેર, કહ્યું 'વિશ્વાસ છે તમે બંને સાથે છો'

સુશાંત સિંહ રાજપૂતની એક્સ-ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે તેને અને તેની માતાને કેટલી મિસ કરી રહી છે તે વાતની સાબિતી તેનું સોશિયલ મીડિયા અકાઉન્ટ આપી રહ્યું છે. તેણે હાલમાં ભાવુક થઈને એક્ટરની દિવંગત માતાની તસવીર શેર કરી છે.

TIMESOFINDIA.COM 8 Aug 2020, 10:30 am
સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ તેની એક્સ-ગર્લફ્રેન્ડ તેને ન્યાય અપાવવા માટે સતત તેના પરિવારના પડખે ઉભી રહી છે. એક્ટ્રસે છેલ્લા કેટલાક સમયથી મીડિયા સમક્ષ પણ ઈન્ટરવ્યૂ આપી રહી છે અને સુશાંત ક્યારેય આપઘાત કરે નહીં તેમ કહી રહી છે. આટલું જ નહીં એક્ટરના નિધનથી તે કેટલી દુઃખી છે તે વાતની સાબિતી તેનું સોશિયલ મીડિયા આપી રહ્યું છે. એક પણ દિવસ એવો નહીં હોય જ્યારે અંકિતાએ સુશાંતને યાદ નહીં કર્યો હોય.
I am Gujarat ANKITA AND SUSHANT


View this post on Instagram Believe you both are together ❤️ #warriors4ssr A post shared by Ankita Lokhande (@lokhandeankita) on Aug 7, 2020 at 8:43am PDT


એક્ટ્રેસે હવે પોતાના ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ મૂકી છે. જેમાં તે તેના હાથમાં સુશાંતની દિવંગત માતાની તસવીર સાથે જોવા મળી રહી છે. તસવીરના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, 'વિશ્વાસ છે કે તમે બંને સાથે હશો'.



આ સાથે કેપ્શનમાં તેણે હાર્ટ ઈમોજી પણ મૂક્યું છે. જે સ્પષ્ટ રીતે કહી જાય છે કે આજે તે સુશાંત અને તેની માતાને કેટલું મિસ કરે છે. સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ અંકિતાની ટ્વીટ પર રિએક્ટ કરતાં લખ્યું છે કે, #Warriors4SSR.

View this post on Instagram Gratitude 🙏🏻 #sushantsinghrajput A post shared by Ankita Lokhande (@lokhandeankita) on Aug 5, 2020 at 12:46am PDT


સુશાંત સિંહના કેસની તપાસ CBIને સોંપાતા એક્ટ્રેસે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, 'જે ક્ષણની રાહ જોઈ રહ્યા હતા તે આવી ગઈ છે'.

સુશાંતની વાત કરીએ તો તે તેની માતાની નજીક હતો અને ઘણીવાર તેમની તસવીર પણ શેર કરતો હતો. એકદમ નાની વયે તેણે માતા ગુમાવી હતી.

સુશાંતનો મૃતદેહ 14 જૂને મુંબઈના બાંદ્રા સ્થિત તેના એપાર્ટમેન્ટમાં લટકતી સ્થિતિમાં મળી આવ્યો હતો. ત્યારથી આ કેસની અલગ-અલગ દિશામાં તપાસ થઈ રહી છે.

અંકિતા અને સુશાંત 6 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા હતા અને 2016માં તેમનું બ્રેકઅપ થયું હતું. તેઓ લગ્ન પણ કરવાના હતા, જો કે તેમના બ્રેકઅપના સમાચારે તેના ફેન્સને જોરદાર આંચકો આપ્યો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો