એપશહેર

પાંચમી વેડિંગ એનિવર્સરી પર Virat Kohliએ 'બદલો' ના લેતાં Anushka Sharmaએ માન્યો આભાર, વ્યક્ત કર્યો પ્રેમ

Virat Kohli and Anushka Sharma Wedding Anniversary: વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્નજીવનને આજે એટલે કે 11 ડિસેમ્બરે 5 વર્ષ થયા છે. લગ્નની પાંચમી એનિવર્સરી પર અનુષ્કા શર્માએ પતિ સાથેની વિવિધ તસવીરો શેર કરીને પ્રેમ વરસાવ્યો છે. જ્યારે વિરાટ કોહલીએ અનુષ્કા સાથેની રોમેન્ટિક તસવીર શેર કરતાં એનિવર્સરીની શુભકામના આપી છે.

Authored byશિવાની જોષી | I am Gujarat 11 Dec 2022, 2:40 pm

હાઈલાઈટ્સ:

  • 11 ડિસેમ્બર 2017ના રોજ વિરાટ-અનુષ્કાએ ઈટાલીમાં લગ્ન કર્યા હતા.
  • અનુષ્કા અને વિરાટ 11 જાન્યુઆરી 2021ના રોજ દીકરી વામિકાના પેરેન્ટ્સ બન્યા હતા.
  • વામિકાના જન્મ બાદ અનુષ્કા શર્મા હવે ફિલ્મ 'ચકદા એક્સપ્રેસ' દ્વારા ફિલ્મી પડદે કમબેક કરશે.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat anushka virat 5 12000
વિરાટ કોહલી (Virat Kohli) અને અનુષ્કા શર્મા (Anushka Sharma) એવા સેલિબ્રિટી કપલ પૈકીના એક છે જેમને જોઈને લાગે કે ઈશ્વરે આમને જોડીને સ્વર્ગમાંથી મોકલી છે. વિરાટ-અનુષ્કા ફેન્સને કપલ ગોલ્સ આપવાની એકપણ તક ચૂકતા નથી. 11 ડિસેમ્બર 2017ના રોજ લગ્નના તાંતણે બંધાયેલા અનુષ્કા-વિરાટના લગ્નને આજે પાંચ વર્ષ પૂરા થયા છે. એક દીકરીના માતાપિતા વિરાટ-અનુષ્કાએ એકબીજાને એનિવર્સરીની શુભેચ્છા આપવા માટે ખાસ તસવીરો શેર કરી છે. અનુષ્કા શર્માએ વિવિધ તસવીરો શેર કરીને લાંબી નોટ શેર કરી છે. જ્યારે વિરાટે ટૂંકમાં જ પત્ની માટેની લાગણીઓ વ્યક્ત કરી દીધી છે.
પહેલી મુલાકાતમાં જ Virat Kohli પર ફિદા નહોતી થઈ Anushka Sharma, તેની સામે બતાવી હતી ઉદ્ધતાઈ

અનુષ્કાએ એનિવર્સરી પર શેર કરી વિવિધ તસવીરો
View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma)


અનુષ્કા શર્માએ સાત તસવીરો શેર કરી છે. સાથે જ કેપ્શનમાં એ દરેક તસવીર વિશે વાત કરી છે. પહેલી તસવીરમાં અનુષ્કા શર્માની ફિલ્મ 'પરી'નું એડિટ કરેલું પોસ્ટર છે. જેમાં વિરાટ અનુષ્કાની પાછળ ઊભેલો જોવા મળશે. અનુષ્કાએ લખ્યું, "મારા પ્રેમ, આ તસવીરો પોસ્ટ કરીને આપણને ઉજવવા માટે આનાથી વધુ સારો દિવસ કોઈ હોઈ ના શકે. પહેલી તસવીર- મને ખબર છે કે તું હંમેશા મારી પડખે રહીશ. બીજી તસવીર- હંમેશા આપણા દિલમાં કૃતજ્ઞતા રહેશે (આપણે બંને ખૂબ નસીબદાર છીએ). ત્રીજી તસવીર- મારા લાંબા અને પીડાદાયક લેબર પેઈન પછીના દિવસે હોસ્પિટલ બેડમાં આરામ કરતો તું. ચોથી તસવીર-આપણે વસ્તુઓમાં સારો સ્વાદ ધરાવીએ છીએ. પાંચમી તસવીર કોઈ અજાણ્યા વ્યક્તિની છે. છઠ્ઠી તસવીર- મારા મોટાભાગના ફોટોઝને તું તારા યૂનિક એક્સપ્રેશનથી પોસ્ટ ના કરી શકાય તેવા બનાવી દે છે. સાતમી તસવીર- ચીયર્સ ટુ અસ, આજે, કાલે અને કાયમ❤️". આ પોસ્ટ પર વિરાટે કોમેન્ટ કરતાં લખ્યું, 'માય લવ❤️'.

Rishabh Pantનું વિજ્ઞાપન જોઈને કેમ ગિન્નાયા ફિલ્મમેકર Hansal Mehta? કહ્યું- 'તરત જ હટાવી લો'

વિરાટે શેર કરી રોમેન્ટિક તસવીર
View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli)


વિરાટ કોહલીએ પણ અનુષ્કા શર્મા સાથેની એક રોમેન્ટિક તસવીર શેર કરતાં તેને એનિવર્સરીની શુભેચ્છા આપી છે. વિરાટે ફોટો શેર કરતાં લખ્યું, "અનંત સુધીની જર્નીના પાંચ વર્ષ. મારા પર ઈશ્વરની કૃપા છે કે હું તને શોધી શક્યો. હું તને ખૂબ પ્રેમ કરું છું.❤️" અનુષ્કા શર્માએ કોમેન્ટ કરતાં લખ્યું, "ઈશ્વરનો આભાર કે તેં બદલો લેવાની ભાવના સાથે પોસ્ટ ના કરી." આ સાથે જ અનુષ્કાએ હસતા ઈમોજી મૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, વિરાટ-અનુષ્કાએ 2017માં ઈટાલીના લેક કોમો ખાતે લગ્ન કર્યા હતા.

વિરાટ કોહલીના ભાઈ-બહેને પણ પાઠવી શુભેચ્છા


વિરાટ કોહલીના મોટાભાઈ વિકાસે પણ કપલને એનિવર્સરીની શુભેચ્છા આપી છે. 'વિરુષ્કા'ના લગ્નની તસવીર શેર કરતાં વિકાસ કોહલીએ લખ્યું, "હંમેશા ઈશ્વરની કૃપા રહે. અઢળક પ્રેમ." વિરાટની બહેન ભાવનાએ પણ કપલની મહેંદી સેરેમનીની તસવીર શેર કરતાં લખ્યું, 'તમે આવનારા વર્ષોમાં પણ એકબીજાને પ્રેમ કરતાં રહો અને માન આપતા રહો. હેપી એનિવર્સરી.' અનુષ્કા શર્માએ બંનેનો હાર્ટ ઈમોજી દ્વારા આભાર માન્યો છે.


વર્કફ્રંટની વાત કરીએ તો...

વર્કફ્રંટની વાત કરીએ તો અનુષ્કા શર્મા ચાર વર્ષ બાદ ફિલ્મી પડદે વાપસી કરવા જઈ રહી છે. પ્રોસિત રોયની ફિલ્મ 'ચકદા એક્સપ્રેસ'થી ફિલ્મી પડદે વાપસી કરશે. મહિલા ક્રિકેટર ઝૂલણ ગોસ્વામીના રોલમાં અનુષ્કા જોવા મળશે. આ ફિલ્મ 2023માં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. અનુષ્કાએ હાલમાં જ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ફિલ્મ 'કાલા'માં પણ કેમિયો રોલ કર્યો હતો. અનુષ્કા શર્મા છેલ્લે 2018માં આવેલી આનંદ એલ. રાયની ફિલ્મ 'ઝીરો'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને કેટરિના કૈફ હતા.
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story