એપશહેર

'જૂનિયર કોહલી'ના આગમન પહેલા વિરાટ-અનુષ્કાએ ખરીદ્યું નવું ઘર, સામે આવી તસવીરો

બુધવારે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ક્લિનિકની બહાર જોવા મળ્યા હતા. જે બાદ કપલે નવા ઘરની મુલાકાત લીધી હતી.

TIMESOFINDIA.COM 31 Dec 2020, 10:49 am
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી જાન્યુઆરી 2021માં પેરેન્ટ્સ બનવાના છે. મિસ્ટર એન્ડ મિસિસ કોહલી માટે 2021ની શરૂઆતમાં જ ડબલ સેલિબ્રેશન રહેશે તેમ કહી શકાય. એક તો પ્રથમ સંતાનના જન્મની ખુશી અને બીજો નવા ઘરનો ઉમંગ. બુધવારે રાત્રે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા જૂહુ સ્થિત તેમના નવા ઘરની મુલાકાતે પહોંચ્યા હતા.
I am Gujarat anushka sharma and virat kohli visits their new house in juhu see inside pictures
'જૂનિયર કોહલી'ના આગમન પહેલા વિરાટ-અનુષ્કાએ ખરીદ્યું નવું ઘર, સામે આવી તસવીરો


અમારા સહયોગી ETimesને સૂત્રએ જણાવ્યા અનુસાર, "અનુષ્કા અને વિરાટ ગઈકાલે ક્લિનિક પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ જૂહુ આવ્યા હતા. અહીં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગના અમુક ફ્લોર વિરાટ-અનુષ્કાએ ખરીદ્યા છે. તેમણે પોતાની પ્રોપર્ટીનું નિરીક્ષણ કર્યું હતું. આ નવા ઘરમાં ઈન્ટિરિયરનું કામ પણ થવાનું છે. જો કે, નવા એપોર્ટમેન્ટમાં વિરાટ અને અનુષ્કા ક્યારે શિફ્ટ થશે તેની ચોક્કસ જાણકારી નથી."

જુઓ વિરાટ-અનુષ્કાના નવા ઘરની તસવીરો:






તસવીરોમાં જોઈ શકાય છે પ્રેગ્નેન્ટ અનુષ્કા શર્માએ PPE કિટ અને માસ્ક પહેર્યું છે. અનુષ્કા શર્માની પ્રેગ્નેન્સીના છેલ્લા મહિના ચાલી રહ્યા છે ત્યારે આ મહામારી દરમિયાન એક્ટ્રેસ પોતાનું વિશેષ ધ્યાન રાખે છે. અનુષ્કા શર્માનો પતિ વિરાટ કોહલી પણ ઓસ્ટ્રેલિયાથી આવી ગયો છે અને પત્નીની સારસંભાળ રાખી રહ્યો છે.
View this post on Instagram A post shared by ETimes (@etimes)


પહેલા સંતાનના જન્મ સમયે પત્ની સાથે રહેવા માટે વિરાટ કોહલીએ ક્રિકેટિંગ કરિયરમાંથી પેટરનિટી બ્રેક લીધી છે. તો વિરાટ ઓસ્ટ્રેલિયાની ટૂર પર હતો તે દરમિયાન અનુષ્કા શર્માએ કેટલીક બ્રાન્ડ્સનું શૂટિંગ પૂરું કર્યું હતું. દુબઈથી આવ્યા બાદ અનુષ્કા મુંબઈમાં વિવિધ સેટ પર શૂટિંગ કરતી જોવા મળી હતી.
View this post on Instagram A post shared by ETimes (@etimes)


મા બન્યા પછી અનુષ્કા કામ અને બાળક માટે કેવી રીતે સમય ફાળવશે તે અંગે તેણે અમારા સહયોગી બોમ્બે ટાઈમ્સ સાથે વાત કરી હતી. એક્ટ્રેસે જણાવ્યું હતું, "હું મારા બાળકને જન્મ આપું પછી શૂટિંગ પર પરત ફરીશ. સાથે જ ઘરે એક સિસ્ટમ બનાવીશ જેથી હું મારા બાળક, ઘર અને કામ વચ્ચે સંતુલન જાળવી શકું. હું જીવું ત્યાં સુધી કામ કરવા માગુ છું કારણકે એક્ટિંગ મને ખૂબ ખુશ કરે છે."

અનુષ્કા શર્મા છેલ્લે 2018માં શાહરૂખ ખાન અને કેટરિના કૈફ સાથે ફિલ્મ 'ઝીરો'માં જોવા મળી હતી. એ પછીથી તેણે કોઈ નવી ફિલ્મ સાઈન કરી નથી. જો કે, ચર્ચા છે કે, અનુષ્કા શર્મા ભારતીય મહિલા ક્રિકેટર ઝુલણ ગોસ્વામીની બાયોપિકમાં લીડ રોલ કરતી જોવા મળશે. પરંતુ એક્ટ્રેસ તરફથી આ મુદ્દે હજી કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો