એપશહેર

અરબાઝ ખાને દુબઈમાં આપી સરપ્રાઈઝ, ઈમ્પ્રેસ થઈ ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા

અરબાઝ ખાન ગર્લફ્રેન્ડ જ્યોર્જિયાનું સારી રીતે ધ્યાન રાખી રહ્યો છે. ક્રિસમસ પર જ્યોર્જિયાને સરપ્રાઈઝ આપવા માટે તે દુબઈ પહોંચ્યો હતો.

TNN 29 Dec 2020, 10:26 am
આ હોલિડેની સીઝનમાં જોર્જિયા એન્ડ્રિયાનીને (Georgia Andriani)કામે વ્યસ્ત રાખી છે, જે હાલ દુબઈમાં શૂટિંગ કરી રહી છે. પરંતુ ઈટાલિયન મોડેલમાંથી બોલિવુડ એક્ટ્રેસ બનેલી જોર્જિયા ત્યારે ખુશ થઈ ગઈ જ્યારે બોયફ્રેન્ડ અરબાઝ ખાન તેને સરપ્રાઈઝ આપવા માટે ત્યાં પહોંચી ગયો.
I am Gujarat arbaaz khan


કપલના નજીકના સૂત્રોએ વધુ માહિતી આપતાં જણાવ્યું છે કે, 'નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં જ્યોર્જિયા દુબઈ ગઈ હતી. તે ત્યાં સોન્ગનું શૂટિંગ કરી રહી હતી. ક્રિસમસના તહેવાર પર અરબાઝે વિચાર્યું કે તેને સરપ્રાઈઝ આપવી જોઈએ. જ્યોર્જિયા, કે જે તહેવાર દરમિયાન પરિવારને મિસ કરી રહી હતી તે તેને જોઈને ખુશ થઈ ગઈ. હકીકતમાં બંને દુબઈમાં જ નવું વર્ષ ઉજવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે'.

View this post on Instagram A post shared by Giorgia Andriani (@giorgia.andriani22)

અગાઉ બોમ્બે ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં જ્યોર્જિયાએ કહ્યું હતું કે, 'તે અરબાઝની પોઝિટિવિટી છે જે મને પસંદ છે. તે મને બેલેન્સ્ડ રાખે છે. હું પરિકથાની દુનિયામાં જીવું છું જ્યારે તે વાસ્તવિકતામાં માને છે અને તે મને રિયલ દુનિયામાં લઈ આવે છે. મને તેનું હાસ્ય પસંદ છે. એ તેનું હ્યુમર છે જે અમને જોડીને રાખે છે. અમે સાથે હોઈએ ત્યારે ખૂબ મસ્તી કરીએ છીએ'.

આપને જણાવી દઈએ કે, મલાઈકા સાથે ડિવોર્સ લીધાના થોડા સમય બાદથી અરબાઝ અને જ્યોર્જિયા રિલેશનશિપમાં છે. અગાઉ અરબાઝે એક એન્ટરટેઈનમેન્ટ વેબસાઈટ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, તે જ્યોર્જિયાને ડેટ કરી રહ્યો છે. સાથે જ તેણે બંને લગ્ન કરવા જઈ રહ્યો હોવાની અફવાઓનું ખંડન કર્યું હતું. તેણે કહ્યું હતું કે, 'મેં કેટલીક મહિલાઓને ડેટ કરી છે અને કેટલાક સાથે લાંબું સફર ચાલશે તેવો અંદાજ હતો પણ તેમ ન થયું. હું કોઈ ઉતાવળ નથી કરવા માગતો. જો હાલની વાત કરું તો હા હું ડેટ કરું છું અને મને નથી ખબર આ ક્યાં સુધી ચાલશે પણ લોકોને લાગે છે કે તેઓ બધું જ જાણે છે. તેમણે પહેલાં જ નક્કી કરી લીધું છે કે શું થવાનું છે. શું કોઈએ આમ કહ્યું છે? મેં કેમેરા સામે આવીને કશું કહ્યું છે?'.

Read Next Story