એપશહેર

‘તારી તો નવી મમ્મી આવી છે....’, શ્રીદેવીનું નામ લઈને અર્જુન કપૂરને ચીડવતા હતા સ્કૂલના મિત્રો

પિતા બોની કપૂરે જ્યારે શ્રીદેવી સાથે લગ્ન કર્યા તો અર્જૂનના ખાસ મિત્રો પણ તેને પૂછતા હતા કે, ‘નવી મમ્મી આવી છે તો કેવું લાગે છે?’

I am Gujarat 3 Jul 2021, 12:19 pm

હાઈલાઈટ્સ:

  • પ્રખ્યાત પ્રોડ્યુસર બોની કપૂરે પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા હતા.
  • મોના કપૂરથી અલગ થઈને બોની કપૂરે શ્રીદેવી સાથે લગ્ન કર્યા હતા.
  • પિતાના નવા લગ્નને કારણે શાળામાં અર્જૂને ઘણી વાતો સાંભળવી પડી.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat 210521042944-60a792a09461carjun
બોલિવૂડના પ્રખ્યાત પ્રોડ્યુસર બોની કપૂરે પહેલી પત્ની અને અર્જૂન કપૂરની માતા મોના કપૂરને છૂટાછેડા આપીને શ્રીદેવી સાથે લગ્ન કર્યા હતા. આ કારણોસર શાળામાં અભ્યાસ કરી રહેલા અર્જૂન કપૂરને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. અર્જુને તે દિવસોને યાદ ક્યારે જ્યારે શાળામાં તેના સૌથી સારા મિત્રો પણ તેની ‘નવી મમ્મી’ વિષે પૂછતા હતા.
અર્જુને તાજેતરમાં એક ઈન્ટર્વ્યુમાં જણાવ્યું કે, હું વ્યક્તિગત દુખ, આઘાત અને ઉથલપાથલમાંથી પસાર થઈ ચૂક્યો છું. જ્યારે હું મોટો થઈ રહ્યો હતો ત્યારે માતા-પિતાના છૂટાછેડા થતા જોયા. તે સમય મારા માટો ઘણો કપરો હતો, કારણકે મારા પિતા હાઈ પ્રોફાઈલ વ્યક્તિ હતા અને તેમણે જે મહિલા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો તે ભારતના સૌથી મોટા સુપરસ્ટાર હતા. સ્કૂલમાં તમારા ખાસ મિત્રો પણ તમને પૂછે કે, નવી મા આવવાથી કેવો અનુભવ થાય છે? આ સરળ બાબત નથી. તમે વધારે સંવેદનશીલ બની જાઓ છો. આ વાસ્તવિકતા છે જેનો મેં સામનો કર્યો છે.

ઉલ્લેખનીય છે કે બોની કપૂરે વર્ષ 1983માં મોના સૂરી સાથે લગ્ન કર્યા હતા અને 1996માં છૂટાછેડા આપી દીધા હતા. આ લગ્નથી તેમના બે સંતાન છે, દીકરો અર્જૂન કપૂર અને દીકરી અંશુલા કપૂર. ત્યારપછી 1996માં બોની કપૂરે શ્રીદેવી સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2018માં શ્રીદેવીનું મૃત્યુ થયુ હતું. શ્રીદેવી અને બોની કપૂરની બે દીકરીઓ છે- જાન્હ્વી કપૂર અને ખુશી કપૂર.

એકલતા અનુભવતા રણધીર કપૂર દીકરીઓની નજીક રહેવા આવ્યા, 3000 સ્ક્વેર ફૂટનું છે નવું ઘર

અર્જૂન કપૂરના વર્ક ફ્રંટની વાત કરીએ તો તે હવે ફિલ્મ એક વિલનની સિક્વલમાં જોવા મળશે. આ સિવાય તે ભૂત પુલિસ નામની ફિલ્મમાં પણ કામ કરશે. આ વર્શે તે સંદીપ ઔર પિંકી ફરાર તેમજ સરદાર કા ગ્રાન્ડસન ફિલ્મમાં જોવા મળ્યો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો