એપશહેર

‘આ આર્યન ખાન હંમેશા દુ:ખી કેમ રહે છે?’, IPL મેચ જોવા આવેલા આર્યનને ‘સીરિયસ લુક’ને કારણે લોકોએ ટ્રોલ કર્યો

શુક્રવારના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં શાહરુખ અને જુહીની ટીમ KKRએ જીત મેળવી હતી. આ મેચમાં પિતાની ટીમને ચિયર કરવા માટે સુહાના ખાન, આર્યન ખાન અને અબ્રામ ખાન પહોંચ્યા હતા. તેમની સાથે અનન્યા પાંડે પણ જોવા મળી હતી. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

Edited byZakiya Vaniya | TNN 4 Apr 2022, 9:01 pm
ગત શુક્રવારના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં શાહરુખ ખાન અને જુહી ચાવલાની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સે જીત મેળવી હતી. ટીમની જીતથી કોલકાતા નાઈટ રાઈડર્સના ફેન્સની સાથે સાથે શાહરુખ ખાનના બાળકો પણ ખુશ થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે શાહરુખની દીકરી સુહાના ખાન, દીકરો આર્યન ખાન અને અબરામ ખાન સ્ટેડિયમમાં હાજર હતા. તેમની સાથે અનન્યા પાંડે પણ જોડાઈ હતી. ઉલ્લેખનીય છે કે અનન્યા પાંડે આ લોકોની સારી મિત્ર છે.
I am Gujarat suhana aryan
KKRને સપોર્ટ કરવા સ્ટેડિયમ પહોંચ્યા શાહરુખના બાળકો.


શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન માટે ગત વર્ષ ઘણું પડકારજનક હતું તે આપણે સૌ જાણીએ છીએ. મુંબઈ ક્રૂઝ ડ્રગ કેસમાં આર્યન ખાનનું પણ નામ સામે આવ્યુ હતું અને તેણે લાંબો સમય જેલમાં પણ રહેવુ પડ્યુ હતું. જામીન મળ્યા પછી હવે તે બહાર છે અને સામાન્ય જીવન તરફ આગળ વધી રહ્યો છે. તે પાછલા થોડા સમયથી પબ્લિક ઈવેન્ટ્સમાં પણ જોવા મળે છે. આઈપીએલમાં પિતાની ટીમને ચિયર કરવા પહોંચેલા બાળકોની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

સુહાના ખાન, આર્યન ખાન અને અનન્યા પાંડેએ KKR ટીમને કર્યું ચીયર, જીત થતાં ખુશીથી ઉછળી પડ્યો અબરામ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં જોઈ શકાય છે કે અનન્યા, સુહાના અને અન્ય લોકો ટીમને ચિયર કરી રહ્યા છે, બૂમો પાડી રહ્યા છે, પરંતુ લોકોએ ધ્યાન દોર્યું કે તમામ તસવીરોમાં આર્યન ખાન અત્યંત ગંભીર જણાયો હતો. આ તસવીરો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સે આર્યન ખાનને ટ્રોલ કર્યો હતો. એક યુઝરે લખ્યું કે, આ આર્યન કોઈ દિવસ હસતો કેમ નથી. અન્ય એક યુઝરે લખ્યું- આ આર્યન હંમેશા દુખી કેમ હોય છે. અન્ય એક યુઝરે લખ્યું- આર્યન ખાનને હસી ન શકાય એવો કોઈ સિન્ડ્રોમ છે કે શું. અન્ય એક યુઝરે લખ્યું કે, લાગે છે આ માણસ પર મોટી લોન છે, ક્યારેય હસતો જ નથી.

આટલુ જ નહીં, અન્ય એક યુઝરે લખ્યું કે, જ્યારે હું આર્યન ખાનને જોવુ છું ત્યારે મને વિચાર આવે છે કે પૈસાથી ખુશી ખરીદી નથી શકાતી. અન્ય એક યુઝરે લખ્યું- આ આર્યન ખાનને સ્માઈલથી એનર્જી છે કે શું. આ પ્રકારની જાતજાતની કમેન્ટ લોકોએ આર્યનની તસવીરો પર કરી છે.

પ્રભાકર સૈલના મૃત્યુ પછી વધારે ગૂંચવાઈ જશે આર્યન ખાનનો ક્રૂઝ ડ્રગ કેસ? NCB અને સમીર વાનખેડે પર મૂક્યા હતા સનસનીખેજ આરોપ
તમને જણાવી દઈએ કે 2 ઓક્ટોબરના રોજ એનસીબી અધિકારીઓએ મુંબઈની એક ક્રૂઝ શિપ પર દરોડા પાડ્યા હતા અને ત્યાંથી આર્યન ખાન સહિત અનેક લોકોની ધરપકડ કરી હતી. 3 ઓક્ટોબરના રોજ આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી અને લગભગ 3 અઠવાડિયા તે જેલમાં રહ્યો હતો. 28મી ઓક્ટોબરના રોજ તેને બોમ્બે હાઈકોર્ટ તરફથી જામીન મળ્યા હતા.

Read Next Story